હવે રસ્તા પર ચાલનારી મેટ્રો ટ્રેન આવી રહી છે, સૌથી પહેલા આ શહેરમાં દોડશે….

દિલ્હીના રસ્તાઓ પર હવે નવી રીતે મેટ્રો ટ્રેન જોવા મળશે. સાચું વાંચ્યું તમે. રસ્તા પર મેટ્રો. તેને મેટ્રો લાઈટ ટ્રેન કહેવામાં આવશે. જોવામાં મેટ્રો ટ્રેન જેવી જ હશે અને ચાલશે લો ફ્લોર બસોની જેમ. તેના સ્ટેશન પણ બસ સ્ટોપ જેવા જ હશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે DMRC તેની તૈયારીમાં લાગી ગયું છે. કહેવાઈ રહ્યું છે કે આ સામાન્ય મેટ્રો લાઈનથી અડધા ખર્ચમાં જ બની જશે.

શું છે પ્લાનિંગ ?

DMRC એ હાલમાં બે મેટ્રો લાઈટ કોરીડોર બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. પહેલું કીર્તિ નગરથી દ્વારકા સેક્ટર ૨૫ ની વચ્ચે લગભગ ૧૯ કિમી અને બીજો નરેલાથી રીઠાલા સુધી લગભગ ૨૨ કિમીનો. DMRC એ કીર્તિ નગર- દ્વારકા કોરીડોર માટે ટેન્ડર પણ જાહેર કરી દીધું છે. તેમાં ૨૯ મેટ્રો લાઈટ ટ્રેનોનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ ૫૫૦૦ કરોડનો હશે.

લાઈટ મેટ્રો અને સામાન્ય મેટ્રોમાં ફરક

મેટ્રો લાઈટ અથવા લાઈટ મેટ્રોના નિર્માણનો ખર્ચ સામાન્ય મેટ્રોથી ૪૦-૫૦ ટકા ઓછો છે, તેને ચલાવવામાં પણ ઓછો ખર્ચો લાગશે. લાઈટ મેટ્રો માટે સામાન્ય મિત્રોની તુલનામાં ઓછી જમીન લાગે, તેની સીધી અસર ખર્ચ પર જોવા મળશે. સામાન્ય મેટ્રો માટે અલગથી સ્ટેશન હોય છે, તેનો મેન્ટેનન્સ ખર્ચ ઘણો વધારે થાય છે, અહી લાઈટ મેટ્રોમાં બસ સ્ટોપ જેવી વ્યવસ્થા હોય છે, જેની સાચવણીમાં ઓછો ખર્ચ આવે છે.

દરેક ટ્રેનમાં સાત એસી કોચ રહેશે. ટ્રેનની લંબાઈ ૪૫ મીટર રહેશે. પ્લેટફોર્મ ૫૦ મીટરનું હશે. તેમાં ઓટોમેટીક દરવાજા, ઈમરજન્સી એલાર્મ બટન, એનાઉન્સમેન્ટ સીસ્ટમ અને આવનારા સ્ટેશનોની જાણકારી આપવા તેમજ અન્ય નિર્દેશ આપવા માટે ડિસ્પ્લે પેનલ લાગેલી રહેશે. મેટ્રો લાઈટની ઓપરેશનલ સ્પીડ ૬૦ કિમી પ્રતિ કલાકની રહેશે.

બસની જેમ ફ્રન્ટ ફેસિંગ સીટો હશે

આ ટ્રેનોનું સીટીંગ અરેન્જ્મેન્ટ મેટ્રોથી થોડું અલગ હશે. મેટ્રોમાં તમે ફક્ત કોચની બન્ને તરફની સાઈડમાં જ બેસી શકતા હોવ છો પરંતુ લાઈટ મેટ્રોમાં બસ કે ચેરકારની જેમ ખુરશીઓ લાગેલી હશે. દરેક ટ્રેનમાં ૪૨૫ લોકો એક સાથે યાત્રા કરી શકશે. તેનો ફ્લોર જમીનથી એક ફૂટ ઉંચો હશે. આ બસોની ફ્લોરની જેમ જ હશે. સ્ટેશનોના પ્લેટફોર્મની હાઈટ પણ ઓછી રહેશે.

રસ્તા પર ચાલશે

પ્લાન અનુસાર, મેટ્રો લાઈટ જમીન પર ચાલશે. જરૂર પડવા પર કેટલીક જગ્યાઓએ કોરીડોરને અન્ડર ગ્રાઉન્ડ કે એલિવેટેડ પણ રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે મેટ્રો લાઈટ કોરીડોર હોવાથી રસ્તા પર બીજી ગાડીઓને આવવા જવામાં કોઈ અસર નહીં પડે. તેમાં અનમેંડ ટ્રેન ઓપરેશન સીસ્ટમ કે ઓટોમેટીક ટ્રેન ઓપરેશન સીસ્ટમ નહીં હોય. એટલે આ ટ્રેનોને મેન્યુઅલ રીતે જ ચલાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *