હનુમાનજીથી શીખો જીવનમાં સફળતાના સૂત્ર, આ ગુણોએ બનાવ્યા તેમને શ્રીરામના સૌથી પ્રિય..

હનુમાનજી કળિયુગમાં ધરતી પર હાજર એકમાત્ર ઈશ્વર અવતાર છે. ભગવાન ભોળેનાથના અંશાવતાર પવનપુત્ર હનુમાનજીની શ્રીરામની પ્રત્યે અનન્ય ભક્તિ જ તેમનો સૌથી મોટો ગુણ છે. તેનાથી જ તેમણે એ બધું કરી બતાવ્યું જે શ્રીરામને મળતા પહેલા તેમના માટે અસંભવ હતું. ભક્ત હનુમાનને રામમાં એટલી આસ્થા હતી કે તેમના હ્રદયમાં દરેક સમયે શ્રીરામ અને જાનકી જ બિરાજમાન હતા.

રામના ધ્યાનમાં સહજભાવથી તેઓ લંકા ગમન કરી શક્યા. સીતાજીનું શોધી શક્યા અને લંકાને અગ્નિસ્નાન કરાવવામાં સફળ રહ્યા, વર્તમાનમાં આપણે તે સૌથી મોટા ગુણને વ્યવહારમાં જોઈએ તો તે આપણને બાળકોમાં જોવા મળે છે. બાળકો પોતાના માતા-પિતા અને ગુરુજનોની આજ્ઞામાં તે બધું જ સહજતાથી કરી જાય છે જેના પર મોટા સંકોચ કરી જાય.

Ad

સાચા અર્થમાં બુદ્ધિ અને તર્ક ત્યાં જ છે જ્યાં સુધી તેમની પહોંચ છે. પરંતુ ભક્તિમાં મન બળવાન હોય છે અને વ્યવસ્થાની પુસ્તકોમાં મનોબળને સર્વોચ્ય સ્થાન હાંસલ છે. સમાજમાં મોટીવેટર અને સ્પીકર તેને જ વધારવાનો પ્રયાસ કરે છે જે હનુમાનજીને ભક્તિભાવમાં સહજતાથી હાંસલ થઇ ગયું. આસ્થા, આત્મવિશ્વાસ અને ભક્તિભાવ એકબીજાના પર્યાયવાચી જેવા જ છે. જેમ જ એક ઓછુ થાય છે અને બીજું ડગમગે છે. ભક્તિમાં ઘટાડો થતા જ આસ્થા પ્રભાવિત થાય છે. આસ્થા પ્રભાવિત થતા જ આત્મવિશ્વાસ હલી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *