તમારા ઘરમાં ઘણા બધા રૂપિયા છે, પણ જરૂરના સમયે જ પૈસાની કમી થઇ જાય છે? આવા બધા જ સવાલો છે, જેનો સામનો આપણે ઘણીવાર કરવો પડતો રહે છે. આપણે બધા લોકો વધુમાં વધુ પૈસા કમાવવા અને ભવિષ્ય માટે બચત કરવાની ઘણી યોજનાઓ બનાવીએ છીએ, પરંતુ નાની નાની આદતોને કારણે બચત નથી થઇ શકતી.
જ્યોતિષો અને પંડિતોની સલાહ માનીએ તો કેટલાક તેવા રસ્તા છે, જેના પર ચાલીને આપણે પૈસા બચાવી શકીએ છીએ. આ ઉપાયો પર અમલ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે અને ધન વર્ષા પણ થશે. પતિ – પત્ની જીવનની ગાડીના બે પૈડા હોય છે. આ બે પૈડાઓમાં જો અંદર અંદરનું સંતુલન બનેલું રહે તો જીવન આસાન થઇ જાય છે. પરંતુ તેમાં કોઈ એકની પણ ખોટી આદત, ઘરમાં આર્થિક વિપન્નતા, ગરીબી લાવી દે છે.
ડૉ. ઝા ના જણાવ્યા અનુસાર જો પતિ અને પત્ની પોતાના દૈનિક જીવનની કેટલીક આદતોમાં સુધારો કરે, તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય. ખાસ કરીને ખોટા ખર્ચા કરવાની આદત પણ ઘરમાં તેવા દોષને પ્રોત્સાહન આપે છે. તેમણે જણાવ્યું કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે, તો ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય.
આ વાતો પર રાખવું ધ્યાન: ૧. ઘરની સ્ત્રીઓ મોડે સુધી ના ઊંઘે, કહેવાય છે કે ગૃહિણી જો મોડે સુધી આરામ કરે તો તેના ઘરેથી લક્ષ્મી નારાજ થઇ જાય છે. ૨. ઘરને ચોખ્ખું ના રાખવાથી પણ લક્ષ્મી નારાજ થઇ જાય છે. ધર્મ શાસ્ત્રોમાં કહેવાયું છે કે લક્ષ્મીદેવીને સફાઈ પસંદ છે. એટલે દિવાળીના અવસર પર પણ લોકો ઘરને ચોખ્ખું અને સાફ કરીને દીવો પ્રગટાવે છે.
૩. પૂજા પાઠમાં ધ્યાન ના આપનારી અને ઊંચા અવાજ એટલે કે બુમો પાડીને બોલનારી સ્ત્રીઓ વિશે પણ કહેવાય છે કે તેમના કારણે ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થઇ શકતો. ૪. રાત્રે એઠા વાસણો છોડી દેવાથી પણ ઘરેથી લક્ષ્મી જતી રહે છે. એટલે રાત્રે ડીનર બાદ એઠા વાસણો કદી ના મૂકી રાખવા.
૫. ચંદ્રની મહાદશા અને સિંહ લગ્નમાં જન્મ લેનારા જાતકોની સાથે જોવામાં આવ્યું છે કે તેમના ઘરમાં લક્ષ્મીનો વાસ ઓછો હોય છે. ૬. આ ખોટી આદતોનો ત્યાગ કરવા અને શિવ -મહિમ્નસ્તોત્રનો પાઠ કરવાથી જાતકોને આ પરેશાનીથી છુટકારો મળી શકે છે. ૭. તેવા જાતકે સોમવારના દિવસે સાત કુવાઓના પાણીથી સ્નાન કરવું જોઈએ, જેનાથી તેમને લાભ થશે.
૮. તામ્બાથી બનેલું ૯ ઈંચનું સૂર્ય યંત્ર ઘરના પૂર્વ ખુણામાં લગાવી દેવું, ૩૩ દિવસમાં જાતકનો દોષ સમાપ્ત થઇ જશે. ૯. સવારમાં સ્નાન બાદ બન્ને હાથોમાં ચમેલીનું તેલ લગાવવાથી પણ આ દોષની સમાપ્તિ થાય છે. ૧૦. આ દોષથી પીડિત જાતકોના ખર્ચા પર નજર રાખવી, તેમને સંયમપૂર્વક રહેવાની સલાહ આપવી. તેનાથી ઘરમાં પુન: લક્ષ્મી પાછી આવશે.