જાણો અમદાવાદમાં ક્યારથી સ્પુતનિક V વેક્સિન અપાવાની શરુ થશે, આ હોસ્પિટલથી અપાશે રસી..

દેશભરમાં રસીકરણ માટે લોકો નોંધણી કરાવી પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઇને બેઠા છે તેવામાં દુનિયાની શ્રેષ્ઠ પરિણામ આપતી ટોચની રસીઓમાંથી એક એવી સ્પુતનિક V દેશની અંદર મંજુર થઇ ગઈ છે, ડૉ રેડ્ડી લેબોરેટરી દ્વારા તેના અલગ તબક્કામાં પરીક્ષણ કરવામાં આવ્યા બાદ હાલમાં હૈદરાબાદમાં આ રસીના લાખો ડોઝ આપવામાં આવ્યા છે.

હૈદરાબાદ હવે જેમ જથ્થો આવતો જાય તે રીતે દેશભરમાં આ રસી આપવાની શરુઆત કરવામાં આવશે. હાલમાં તો આ રસીને સરકાર ખરીદે તેવી કોઈ શક્યતાઓ જોવામાં નથી આવી રહી પરંતુ દેશભરમાં અપોલો હોસ્પિટલ દ્વારા સ્પુતનિક V રસી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે.

જો કે દેશમાં આ રસીને મંજુરી આપવામાં આવી તેને દોઢ મહિના ઉપરનો સમય થવા છતાં હજુ સુધી લોકોને આ રસી મળી નથી રહી તેથી સૌના મનમાં પ્રશ્નો થઇ રહ્યા છે કે ક્યાં છે રસી? શું થયું તેનું? ક્યારે મળશે તે? ત્યારે આ બધા જ સવાલોના જવાબ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

અપોલો હોસ્પિટલ જુનના બીજા અઠવાડિયાથી રશિયન રસી સ્પુતનિક V નું વેક્સીનેશન શરુ કરશે. અપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના કાર્યકારી ઉપાધ્યક્ષ શોભના કામીનેનીએ એક નિવેદન આપતા કહ્યું છે કે, સ્પુતનિક ભારતમાં સ્વીકૃત ત્રીજી રસી, જુનના બીજા અઠવાડિયાથી અપોલો સીસ્ટમના માધ્યમથી ઉપલબ્ધ થશે. અમારું માનવું છે કે જ્યાં સુધી સૌનું રસીકરણ નથી થઇ જતું ત્યાં સુધી કોઇપણ સુરક્ષિત નથી.

Advertisements

નિવેદન આપવામાં આવ્યું છે તે અનુસાર આ ગ્રુપે ભારતમાં ૮૦ સ્થળો પર એક મીલીયન રસીકરણ પૂર્ણ કરી લીધું છે, જેમાં ફ્રન્ટલાઈન વર્કર્સ, જોખમ ધરાવતી વસ્તી તેમજ કોર્પોરેટ કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. તો જે પ્રમાણે કહેવામાં આવ્યું છે  તે રીતે દેશભરમાં ૮૦ ઉપરાંત સ્થળો સહીત અમદાવાદમાં પણ સ્પુતનિક V રસી જુન મહિનાના બીજા સપ્તાહથી મળવાની શરુ થાય તેવી શક્યતાઓ રહેલી છે.

Advertisements

તેમણે કહ્યું છે કે, ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટા રસીકરણકર્તા તરીકે અમે આ મહામારી સામેની લડાઈમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું. એ અમારા રસીકરણ કાર્યક્રમને વધુ વેગવંતુ કરીશું. અમે અગાઉ મીલીયન સુધી પહોંચવામાં ૩ સપ્તાહનો સમય લીધો, જુનમાં અમે દર અઠવાડિયે એક મીલીયન અને જુલાઈમાં ડબલ કરીશું. અમે સપ્ટેબર ૨૦૨૧ સુધી ૨૦ મિલિયન રસી આપવાના માર્ગે છીએ. અમે કેન્દ્ર અને રાજ્ય સરકાર અને કોવીશીલ્ડ તથા કોવેક્સીનના નિર્માતાઓને તેમના સમર્થન માટે આભાર માનીએ છીએ.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *