આજનું રાશિફળ: કોને થશે આર્થિક લાભ, કોને છે નુકસાનની શક્યતા.. !! જાણો

મેષ રાશિ: કારોબારમાં નવી વ્યવસ્થા આર્થિક સ્થિતિને મજબુત કરશે. ઉઘરાણી વસુલ થશે. અટકેલા કાર્યોમાં પ્રગતી આવશે. યાત્રા અનુકુળ રહેશે. સંતાનની ચિંતા રહેશે.

વૃષભ રાશિ: કાર્યપદ્ધતીમાં સુધારો આવશે. નવી યોજના લાભ આપશે. પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે. પરંતુ યાદ રાખો સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને નથી મળતું, એટલે તમારો વારો આવવાની રાહ જુઓ. અસ્વસ્થતા રહી શકે છે. વિવાદમાં ના પડવું.

મિથુન રાશિ: કાર્યોમાં ગતિ આવશે. આર્થિક લાભ થશે. પરંતુ તમારી ઉન્નતીમાં શત્રુ પરેશાની બનશે. તંત્ર- મંત્રમાં રસ વધશે. ચિંતા તેમજ તણાવ રહી શકે છે.

કર્ક રાશિ: આજે લાભના અવસર હાથ પરથી નીકળી જશે. પિતાના વ્યવહારથી દુખ તેમજ નારાજ થશો. તણાવ અને પીડાની સાથે જ પડવા વાગવા- ચોરી થવાની શક્યતા છે.

સિંહ રાશિ: યાત્રા ફાયદાકારક રહેશે. રાજકીય સહયોગ મળશે. ચોરી વગેરેથી હાનિ શક્ય છે, જોખમ ના લેવું.

કન્યા રાશિ: કારોબારી લાભની સાથે જ નોકરીની રાહ જોઈ રહેલા લોકોની બેરોજગારી દુર થઇ શકે છે. નિવેશ- નોકરી લાભ મળશે. પરંતુ વ્યક્તિગત જીવનમાં ભય, પીડા, ચિંતા અને તણાવ વ્યથિત કરશે.

તુલા રાશિ: બૌદ્ધિક કાર્ય સફળ રહેશે. કાર્યસિદ્ધિ સિવાય રોકાણ વગેરે લાભ આપશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. બહેનો સાથે વિવાદ શક્ય છે.

વૃશ્વિક રાશિ: તમારા ક્રોધી વ્યવહારથી વિવાદ વધવાની સાથે કાર્ય બગડી શકે છે. દુખદ સમાચાર મળી શકે છે. જોખમ- જામીનના કામ ટાળવા, હાનિ થશે.

ધન રાશિ: પ્રેમ- પ્રસંગમાં અનુકુળતા રહેશે. કાર્યની પૂર્ણતા ઉત્સાહ તેમજ પ્રસન્નતાની વૃદ્ધિ કરશે. બૌદ્ધિક કાર્ય સફળ રહેશે.

મકર રાશિ: સંતાન તરફથી શુભ સમાચાર મળશે. કાર્ય સિદ્ધિથી આત્મસન્માન વધશે. વ્યવસાયિક શત્રુ પરાસ્ત થશે. પરંતુ વાણી પર નિયંત્રણ રાખવું પડશે. જોખમ ના લેવું.

કુંભ રાશિ: સંતાનના પરિણય સબંધ માટે કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. જીવનસાથીની ચિંતા રહેશે. રોજગાર મળવાની શક્યતાની વચ્ચે રોકાણ શુભ રહેશે. પોતાના અધિકારોનો ખોટો ઉપયોગ ના કરવો.

મીન રાશિ: કાર્યક્ષેત્રમાં દોડધામ રહ્યા કરશે. વિચાર્યા- સમજ્યા વગર કરવામાં આવેલા રોકાણથી ધનહાની શક્ય છે. પરિજનો સાથે યાત્રા થઇ શકે છે. વ્યય વૃદ્ધિ થશે. અન્યોની અપેક્ષા ના કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *