રેપિસ્ટો માટે કાળ સમાન છે આ IPS ઓફિસર, સુપરસ્ટાર એક્ટર સાથેના ફોટા પર થયો હતો હોબાળો

કેરળની એક છોકરી હતી જેણે ૧૦-૧૧ વર્ષની નાની ઉંમરમાં જ નક્કી કરી લીધું હતું કે તેને શું કરવું છે, તે અન્યોની જેમ સવારના ૯ થી સાંજના ૬ ની નોકરી નહોતી કરવા માંગતી. તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી જ આઈપીએસ અધિકારી બનવા માંગતી હતી. તે છોકરીનું નામ મેરીન જોસેફ છે. મેરીન આજે દેશની તેજ તર્રાર મહિલા IPS તરીકે પ્રખ્યાત છે.

20 એપ્રિલ ૧૯૯૦ ના રોજ જન્મેલી મેરીન જોસેફ ૨૫ વર્ષની ઉંમરમાં જ IPS બની ગઈ હતી. પ્રથમ પ્રયાસમાં ૧૮૮ માં રેન્ક સાથે યુપીએસસી પરીક્ષા પાસ કરનારા મેરીનને ૪ વિકલ્પ આપવામાં આવ્યા હતા. IAS, IFS, IRS અને IPS. જ્યાર બાદ તેમણે IPS પસંદ કર્યું. તેમની ટ્રેનીંગ હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં થઇ હતી.

મેરીન જોસેફ વિશે કહેવાય છે કે તે બળાત્કારીઓ માટે કોઈ કાળથી ઓછી નથી. તેણે તેવું કરીને પણ બતાવી દીધું છે. હકીકતમાં મેરીનની પોસ્ટીંગ કોલ્લમમાં થઇ ત્યારે તેણે બાળકો સાથે અપરાધની બધી ફાઈલ મંગાવી અને એવો કેસ જોયો જેમાં રેપનો આરોપી ફરાર છે.

તેમાં તેમણે જોયું કે કોઈ અપડેટ નથી કે ના પોલીસે એક્શન લીધા છે. તેમણે જોયું કે પોલીસ અને એજન્સીઓ તેને નાનો કેસ સમજી રહી હતી, જ્યાર બાદ તેમણે પોતે આ કેસને હેન્ડલ કરવાનો નિર્ણય લીધો. અને પરિણામ આપી દીધું.

મેરીન જોસેફ જયારે કેરળમાં કોલ્લમની એસપી બની તો તેને ખબર પડી કે વર્ષ ૨૦૧૬ માં સુનીલ નામનો એક શખ્સ ૧૩ વર્ષીય છોકરીનો રેપ કરીને દુબઈ ભાગી ગયો છે. આ ઘટનાના ૪ વર્ષ બાદ મેરીન ૨૦૨૦ માં દુબઈથી સુનીલને પકડી લાવી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.

મેરીન જોસેફનું નામ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત એક્ટર નિવિન પોલી સાથે પણ જોડાઈ ચુક્યું છે. આ બધું થયું હતું મેરીનની ફેસબુક પોસ્ટ બાદ જેમાં તેણે એક્ટર સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો.

એક્ટર સાથે નામ જોડાવા ઉપરાંત પ્રોટોકોલના ઉલ્લંઘનનો આરોપ લગાવતા તેમના પર ઘણા આક્ષેપો થયા હતા તથા ટીકાઓ થઇ હતી.

જો કે મેરીન જોસેફને કોઇપણ પ્રકારની ટીકા- આલોચનાથી ડર નથી લાગતો. તેના લગ્ન થઇ ચુક્યા છે. તેમણે કેરળના જ પ્રખ્યાત મનોચિકિત્સક ડૉ. ક્રિશ અબ્રાહમ સાથે લગ્ન કર્યા છે. કોલેજમાં મેરીન અને ક્રીસની મુલાકાત થઇ હતી, ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ થયો. પોતાના પ્રોફેશનલ જીવનમાં સેટ થયા બાદ ૨ ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ લગ્ન કરી લીધા હતા.

મેરીન જોસેફનું નામ દેશની સૌથી સુંદર- ખુબસુરત મહિલા આઈપીએસ અધિકારીઓમાં પણ સામેલ થઇ ચુક્યું છે. જો કે મેરીન જોસેફે તેના પર આપત્તિ દર્શાવી હતી.

મેરીન જોસેફનો જન્મ કેરળના એર્નાકુલમમાં ૨૦ એપ્રિલ ૧૯૯૦ ના રોજ થયો હતો જો કે તેમનો ઉછેર દિલ્હીમાં થયો હતો. કારણકે તેમના માતાપિતા દિલ્હીમાં શિફ્ટ થઇ ગયા હતા. તેઓ બાળપણથી જ સિવિલ સર્વિસ જોઇને કરવા માંગતા હતા. જ્યાર બાદ ૨૦૧૨ માં તેમણે UPSC પરીક્ષા આપી અને પહેલા જ પ્રયાસમાં ૧૮૮ મો રેન્ક મેળવ્યો. આજે પણ તે પોતાની ઉપલબ્ધિઓ અને વ્યક્તિત્વ માટે પ્રસિદ્ધ છે.

તેમના પિતા કૃષિ મંત્રાલયમાં પ્રિન્સિપલ એડવાઈઝર છે. તેમના માતા ઇકોનોમિકસ ટીચર છે. તેમણે કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કુલ, નવી દિલ્હીથી શિક્ષણ મેળવ્યું છે. ત્યારબાદ દિલ્હી યુનિવર્સીટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજથી બી.એ. (ઓનર્સ) ની ડીગ્રી મેળવી. મેરીન જોસેફ બાળપણથી જ ભણવામાં હોંશિયાર હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *