કેરળની પ્રથમ આદિવાસી છોકરી, જે IAS બની છે તેની કહાની છે વાંચવા જેવી..

કેરળમાં એક જગ્યા છે. વાયનાડ. ત્યાંથી રાહુલ ગાંધી સાંસદ છે. પરંતુ આજે અમે વાયનાડની વાત એક અલગ કારણથી કરી રહ્યા છીએ. વાયનાડથી ઈતિહાસ રચનારી એક છોકરી છે. શ્રીધન્યા સુરેશ. કેરળની પ્રથમ આદિવાસી યુવતી જેણે IAS ની પરીક્ષા પાસ કરી હોય. શ્રીધન્યાએ ૨૨ વર્ષની ઉંમરે યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) નો પ્રથમ અટેમ્પ્ટ આપ્યો હતો.

આખરે ત્રીજા અટેમ્પ્ટમાં તેનો ૪૧૦ મો નંબર આવ્યો ૨૦૧૯ માં. પરંતુ શ્રીધન્યા માટે આ ઈતિહાસ રચવો સહેલો નહોતો. તેના પિતા મનરેગામાં મજુરી કરતા હતા. અને બાકીનો સમય ધનુષ- તીર વેચતા હતા. તેમને સરકારની તરફથી થોડી જમીન મળી હતી, ઘર બનાવવા માટે, પરંતુ પૈસાની અછતના કારને તેઓ પૂરું મકાન ના બનાવી શક્યા. તે જ ઘરમાં શ્રીધન્યા તેના માતાપિતા અને બે ભાઈ બહેનની સાથે રહેતી હતી.

પોજુથાના ગામના કુરિચિયા જનજાતિના છે શ્રીધન્યા. પૈસાની અછત હોવા છતાં તેના માતાપિતાએ તેને ભણાવી ગણાવી. કોઝીકોડની સેન્ટ જોસેફ કોલેજથી તેમણે ગ્રેજ્યુએશન કરી. ઝૂ લોજીમાં. પોસ્ટ ગ્રેજ્યુએશન પણ ત્યાંથી કર્યું. ત્યારબાદ તે કેરળના અનુસુચિત જનજાતિ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરવા લાગી.

ત્યારબાદ વાયનાડથી એક આદિવાસી હોસ્ટેલમાં વોર્ડન તરીકે કામ કર્યું. ત્યાં તેમની મુલાકાત થઇ શ્રી રામ સમાશિવ રાવ સાથે. તેઓ વાયનાડના કલેકટર હતા જે તે સમયે. તેમણે શ્રીધન્યાને UPSC ની પરીક્ષા આપવા માટે મોટીવેટ કરી.

ત્રીજા પ્રયાસમાં જયારે શ્રીધન્યાનું સિલેકશન ઈન્ટરવ્યું માટે થયું તો તેની પાસે દિલ્હી જવાના પણ પૈસા નહોતા. જેમ તેમ કરીને મિત્રોએ મળીને ૪૦ હજાર રૂપિયા ભેગા કરી આપ્યા. ત્યારે તે દિલ્હી જઈ શકી. યોર સ્ટોરીને આપેલા ઈન્ટરવ્યુંમાં શ્રીધન્યાએ જણાવ્યું, હું રાજ્યના સૌથી પછાત જિલ્લામાંથી છું.

ત્યાં આદિવાસી જનજાતિ ઘણી મોટી સંખ્યામાં છે, પરંતુ હજુસુધી કોઈ આદિવાસી આઈ.એ.એસ. ઓફિસર નથી બન્યા. વાયનાડથી યુપીએસસી ની તૈયારી કરનારાઓની સંખ્યા આમ પણ ઓછી છે. મને આશા છે કે મારા સિલેકશનથી અન્ય લોકોને મહેનત કરવા અને આગળ વધવાની પ્રેરણા મળશે.

શ્રીધન્યાના સિલેકશન બાદ તેના અધૂરા બનેલા ઘરમાં મિડિયાએ જમાવડો કર્યો હતો. તે ઘરમાં બેસીને જ તેણે ઈન્ટરવ્યું આપ્યા, તેની કહાની સંભળાવી. તેને મળવા પ્રિયંકા ગાંધી પણ મળવા આવી હતી. અને રાહુલ ગાંધીએ પણ શ્રીધન્યા માટે ટ્વીટ કરીને શુભકામનાઓ આપી હતી.

ટ્વીટમાં રાહુલે લખ્યું, “વાયનાડની શ્રીધન્યા સુરેશ કેરળની પ્રથમ આદિવાસી છોકરી છે જે સિવિલ સેવામાં સિલેક્ટ થઇ છે. શ્રીધન્યાને આકરી મહેનત અને પરિશ્રમે તેનું સપનું સાકાર કરી બતાવ્યું. હું શ્રી ધન્યાને શુભેચ્છાઓ આપું છું અને તેની કારકિર્દીમાં તેમની સફળતાની કામના કરું છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *