પૈસાની કમીથી છો પરેશાન? તો તમારા પર્સમાં રાખો આ ૫ વસ્તુઓ, કાયમ લક્ષ્‍‍મી રહેશે તમારી જોડે..

પૈસા કમાવવા લોકો આકરી મહેનત કરે છે. કેટલાક લોકો છળ- કપટથી જલ્દીથી જલ્દી રૂપિયા કમાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો ઘણા લોકો મહેનત કરીને તૂટી જવા છતાં તેમની પાસે રૂપિયા ટકતા નથી. રૂપિયા આવ્યા બાદ ઓછો સમય જ રહે છે. ૧૦ માંથી ૯ લોકોને માટે આ પરેશાની રહે છે. ઘણી વખત નસીબ અને ભાગ્ય કામ કરતું હોય છે.

Ad

આ તકલીફને સમજતા અમે તમારી પાસે કેટલાક ઉપાયો લાવ્યા છીએ.આ ઉપાયો બાદ તમારી પાસે ધનની કમી ના રહે. આ ઉપાય તમારા પર્સ સાથે જોડાયેલા છે. હા.. પર્સ, જેમાં તમે તમારું ધન રાખો છો. ઘણું નહી તો કમસેકમ રોજ ઉપયોગ કરવા લાયક રૂપિયા તો તમારા પર્સમાં રાખો જ છો.

તો આજે અમે તમને પર્સ સાથે જોડાયેલ શાસ્ત્રીય ઉપાયો જણાવીશું. જેના અનુસાર તમારે પર્સમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવી જોઈએ. જેનાથી તમને ધન સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો ના કરવો પડે અને તમારું પર્સ હંમેશા પૈસાથી છલકાતું રહે.

આવો જાણીએ કે કઈ વસ્તુઓને પર્સમાં રાખવી

મહાલક્ષ્‍મીજી નો ફોટો

જેવું કે તમને લોકોને ખબર છે કે જો તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી કોઈ તકલીફ છે તો તેને માતા લક્ષ્‍મી જ દુર કરી શકે છે એટલે તમે તમારા પર્સમાં માતા લક્ષ્‍મીજીનો ફોટો એવી જગ્યા પર રાખો જેનાથી તે ફોટો પડે નહી, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે કે તમે તમારા પર્સમાં માતા લક્ષ્‍મી જી નો એ ફોટો રાખો જેમાં તે બેઠા હોય એવી મુદ્રામાં હોય.

પીપળાનું પાંદડું

પીપળાના ઝાડને પૂજનીય માનવામાં આવે છે, તેના માટે પીપળાના તાજા પાંદડાને ગંગાજલથી ધોઈ લેવો અને તેના પર કેસરથી શ્રી લખીને તમારા પર્સમાં મૂકી દેવું. તમે આ પાંદડાને નિયમિત રીતે બદલતા રહો જયારે આ પાંદડું સુકાઈ જાય તો તેની જગ્યાએ નવું પાંદડું આ વિધિથી જ રાખી લો. તેનાથી તમને ચોક્કસ લાભ થશે.

પર્સમાં રાખો ચોખા

શાસ્ત્રોમાં અનાજ અને ધન બન્નેને સરખા જ કહેવામાં આવ્યા છે. જેથી ચોખાનું પણ પર્સમાં રાખવાનું મહત્વ છે. જો તમે તમારા પર્સમાં ચોખા રાખો છો તો એ તમારા નકામાં ખર્ચને દુર કરે છે.

ચાંદીનો સિક્કો

જો તમારી પાસે કોપી ચાંદીનો સિક્કો પડ્યો હોય તો તેણે પણ પર્સમાં રાખવાથી ધન લાભ થાય છે. ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો પર્સમાં રાખવાથી માં લક્ષ્‍મી ખુશ થાય છે અને ધનની વર્ષા કરે છે. પરંતુ ધ્યાન રાખવું એ સોના કે ચાંદીના સિક્કાને પર્સમાં રાખવાથી પહેલા તેણે ઘરના મંદિરમાં માં લક્ષ્‍મીના ચરણમાં રાખવા.

રુદ્રાક્ષ પર્સમાં રાખવું

જો તમે રુદ્રાક્ષને પર્સમાં રાખો તો તે દરિદ્રતા દુર કરીને ધન વૃદ્ધીમાં સહાયક હોય છે. માતા પિતા કે વૃદ્ધોના આશીર્વાદના રૂપમાં મળેલી નોટો પર હળદર કે કેસરનું તિલક કરીને કાયમ પોતાની પાસે રાખો. તેનાથી તમારી પાસે ધનની વૃદ્ધિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *