કરીના કપૂરથી લઈને પ્રિયંકા ચોપડા સુધી, આ હસીનાઓ આઈટમ સોંગ કરવામાં માટે ચાર્જ કરે છે મસમોટી ફી..

80-90 ના દાયકામાં બોલીવુડ ફિલ્મો એકદમ સરળ રીતે બનાવવામાં આવતી હતી, જેને પરિવાર સાથે બેસીને એન્જોય કરી શકાતી હતી. જોકે હાલના આધુનિક સમયમાં ફિલ્મોમાં રોમાન્સ અને આઈટમ ડાન્સ ના હોય ત્યાં સુધી ફિલ્મ અધૂરી ગણવામાં આવે છે. આજ કારણ છે કે આજના સમયની મોટાભાગની ફિલ્મોમાં આઈટમ ડાન્સ હોય જ છે. જોકે આ આઈટમ સોંગ કરવા માટે અભિનેત્રીઓ મસમોટી ફી ચાર્જ કરતી હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવી હસીનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ ફિલ્મોમાં આઈટમ સોંગ કરવા માટે મોટી ફી લે છે.

કેટરિના કૈફ- અગ્નિપથ ફિલ્મમાં સંજય દત્ત અને ઋત્વિક રોશન જોવા મળ્યા હતા પરંતુ આ ફિલ્મ બીજા એક કારણોસર જાણીતી બની હતી. હા ફિલ્મમા આઈટમ સોંગ ‘ચિકની ચમેલી’ ખૂબ જ સારી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી કેટરિના કૈફે જોરદાર ડાન્સ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ ગીત માટે કેટરિનાએ 3.5 કરોડની જંગી ફી લીધી હતી.

Ad

પ્રિયંકા ચોપડા- દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ રામલીલા-ગોલિયોં કી રાસલીલા એક સુપરહિટ ફિલ્મ હતી અને જેમાં પ્રિયંકા ચોપડાએ ડાન્સ કર્યો હતો અને તે ખૂબ જ હિટ રહ્યો હતો. પ્રિયંકા ચોપડાએ આ ગીત માટે ફિલ્મ નિર્માતાઓ પાસેથી 6 કરોડની ફી લીધી હતી.

સન્ની લિયોન- સન્ની લિયોન પણ આઈટમ સોંગમાં જોવા મળી છે અને તેનું આઈટમ સોંગ ‘બેબી ડોલ’ ખૂબ પ્રખ્યાત થઈ ગયું હતું અને સન્નીએ આ સોંગ માટે 3 કરોડ લીધા હતા.

સોનાક્ષી સિંહા- અક્ષય કુમાર અને મિથુન ચક્રવર્તી અભિનિત ફિલ્મ બોસમાં સોનાક્ષી સિંહાએ “પાર્ટી ઓલ નાઈટ” ગીત પર આઇટમ ડાન્સ કર્યું હતું અને આ ગીત માટે સોનાક્ષીએ 5 કરોડની માંગ કરી હતી.

જેક્વેલિન ફર્નાન્ડિઝ- પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતનું ગીત “એક દો તીન” ખૂબ જ પ્રખ્યાત થયું હતું અને તે જ ગીત બાગી 2 માં ફરીથી બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે જેક્વેલિને આ ગીત પર એક આઈટમ ડાન્સ કર્યો હતો. આ આઈટમ સોંગ માટે તેણે 2 કરોડ રૂપિયા માંગ્યા છે.

કરીના કપૂર ખાન- બેબો તરીકે જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાને ‘હલકટ જવાની’માં આઇટમ સોંગ કર્યો હતો, જેના માટે તેણે 5 કરોડ રૂપિયા લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *