કોરોના સામે લડી રહેલી કનિકા કપૂર માટે હવે આવ્યા સારા સમાચાર..

બોલિવુડ સિંગર કનિકા કપૂરનો પાંચમો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ અગાઉ પહેલાના ચાર રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. એક ટેસ્ટ KGMC, લખનૌએ કર્યો હતો અને ૪ ટેસ્ટ PGI એ કર્યા હતા. ડોક્ટર્સનું કહેવું છે કે કનિકાનો વધુ એક ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેને રજા આપી શકાશે.

૨૦ માર્ચથી લખનૌના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયંસીસ (SGPGI) માં ભરતી છે. ત્યાં કનિકાનો ઈલાજ ચાલી રહ્યો છે. PGI ના ડાયરેક્ટરે પોતે તેમની હાલતમાં સુધારા અંગે જણાવ્યું હતું. આ અગાઉ PGI ડાયરેક્ટર આરકે ધીમને જણાવ્યું હતું કે કનિકા સ્વસ્થ છે. તેનામાં કોરોના વાયરસના કોઇપણ લક્ષણ નથી દેખાઈ રહ્યા. તેમના અનુસાર, કનિકા કપૂર બિલકુલ એ સિપ્ટોમેટીક છે. એટલે બિલકુલ એક સાધારણ વ્યક્તિની રીતે જ છે. એ સિપ્ટોમેટીકનો અર્થ એ છે કે કોઈ પ્રકારના લક્ષણ નથી. ટાવ, શરદી, ખાંસી, પેટ ખરાબ હોવા જેવા કોરોનાના લક્ષણ નથી જોવા મળ્યા.

બેબી ડોલ ફેમ સિંગર કનિકા કપૂરની તબિયતની જાણકારીને લઈને સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયંસના ડાયરેક્ટર આર.કે. ધીમાને વધુમાં કહ્યું છે કે કનિકા સામાન્ય રીતે જ ભોજન લઇ રહી છે. મિડિયામાં જે વાતો ફેલાવવામાં આવી હતી કે તે ઘણી બીમાર છે, એ વાત સંપૂર્ણપણે ખોટી છે.

બોલિવુડ સિંગર કનિકા કપૂર ગત ૯ માર્ચે લંડનથી મુંબઈ પરત ફરી હતી, તેના બે દિવસ બાદ તે લખનૌ ગઈ અને ઘણી પાર્ટીઓમાં પણ સામેલ થઇ કનિકા કપૂરની બેદરકારીને લઈને ઉત્તર પ્રદેશમાં તેના પર ઘણી એફ.આઈ.આર. પણ દાખલ કરવામાં આવી છે. સિંગર કનિકા કપૂર પર કોરોના વાયરસને લઈને બેદરકારી દાખવવા બદલ યુપીમાં ત્રણ FIR નોંધવામાં આવી છે. તેનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ હવે તે ઇંગ્લેન્ડની નાગરિક છે.

ભલે કનિકાના પાંચમાં રીપોર્ટમાં કોરોના વાયરસનું સંક્રમણ નથી જોવા મળ્યું. પરંતુ તેનો અર્થ એ નથી કે હવે તેને ડીસ્ચાર્જ કરી દેવામાં આવશે. કનિકાને હાલમાં SGPGI હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં જ રહેવાનું રહેશે. કોરોનાના દર્દીઓના સતત બે રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ જ ડીસ્ચાર્જ કરવામાં આવે છે. એટલે કનિકાની પણ વધુ એક કોરોના નેગેટીવ રિપોર્ટ આવવા પર જ તેને રજા આપવાનો નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *