કંગનાનું વધુ એક જુઠ્ઠાણું આવ્યું સામે, હવે મીના કુમારી માટે કહી દીધી આ વાત..

એક્ટ્રેસ કંગના રનૌતે કેટલાક દિવસ પહેલા એક ટીવી ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે વીતેલા જમાનાની પ્રખ્યાત કલાકાર મીના કુમારીએ ત્રિપલ તલાક અને હલાલાથી પસાર થવું પડ્યું હતું.

હવે મીના કુમારીના પરિવારનો તેના પર જવાબ આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ખબર અનુસાર- મીના કુમારીના સૌતેલા પુત્ર તાજદાર અમરોહીએ કહ્યું છે કે તેમના પરિવાર અને મીના કુમારી વચ્ચે સબંધ ઘણા સારા હતા અને કંગનાની જેમ કોઈના કઈ કહી દેવાથી તેમના પરિવારના સન્માન પર કોઈ અસર નથી પડવાની.

વધુમાં તાજદારે કહ્યું, ”મારા પિતા કમાલ અમરોહી અને મીના કુમારી શિયા મુસ્લિમ હતા. અને શિયા મુસ્લિમોમાં હલાલાની પ્રથા નથી હોતી. માં બાપ અંગે વારંવાર આ વાત સાંભળવી દુખ પહોંચાડે છે. કંગનાને મુર્ખામી ભરેલું નિવેદન આપતા પહેલા રીસર્ચ કરવું જોઈએ. તેમણે મારા પરિવારની માફી માંગવી જોઈએ.”

તાજદારે તેમ પણ કહ્યું કે તેઓ કંગના વિરુદ્ધ જરૂરથી ફરિયાદ દાખલ કરાવેત, પરંતુ તેમણે જાણ્યું કે કંગનાએ ૧૫ વર્ષની ઉંમરમાં જ ઘર છોડી દીધું હતું, એટલે શક્ય છે કે તેમણે પોતાનું ભણવાનું પૂરું ના કર્યું હોય.

Advertisements

આ અગાઉ સોશિયલ મીડિયા પર જ એક પત્રકારે પણ કંગનાની વાતની ફેક્ટ ચેક કરી દીધી હતી. કંગનાએ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે- તેમણે મજબુરીમાં શિવસેનાને વોટ આપવો પડ્યો હતો કારણકે ભાજપને વોટ આપવાનું ઓપ્શન નહોતું.

જયારે કે ઇન્ડિયા ટુડેના રિપોર્ટર કમલેશ સુથારે હકીકત જાણી તો ખબર પડી કે કંગનાનો આ દાવો સાવ ખોટો અને તથ્યાત્મક રીતે ખોટો છે.

Advertisements

જુઠ્ઠાણું પકડાઈ ગયા બાદ કંગનાએ રિપોર્ટરને લીગલ એક્શન લેવાની અને જેલ મોકલવાની ધમકી આપી દીધી. જો કે પોતે ખોટી જ છે તે સાબિત થઇ જતા ટ્વીટ ડીલીટ કરી દેવી પડી હતી.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *