હવે કંગના રાણાવતના ડ્રગ્સ લેવાની થશે તપાસ, સુમનનો ઈન્ટરવ્યું બન્યો આધાર..

મહારાષ્ટ્ર સરકાર જોડે વેર લેનાર અને બેફામ નિવેદનબાજી કરનાર બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે કંગનાના ડ્રગ્સ કનેક્શનની તપાસ શરુ કરી દીધી છે. રાજ્યના ગૃહમંત્રી અનીલ દેશમુખે તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે અધ્યયન સુમનના જુના ઈન્ટરવ્યુંના આધાર પર આ તપાસ કરવામાં આવી રહી છે.

Ad

શિવસેના નેતા સુલીભ પ્રભુ અને પ્રતાપે અધ્યયન સુમનના જુના ઈન્ટરવ્યુંની કોપી મહારાષ્ટ્ર સરકારને સોંપી છે. અધ્યયન સુમને આરોપ મુક્યો હતો કે કંગના ડ્રગ્સ લે છે અને તેને પણ જબરદસ્તીથી ડ્રગ્સનું સેવન કરાવ્યું હતું. ત્યારબાદ સરકારે સમગ્ર બાબતની તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્ર પોલીસ આ કેસની તપાસ કરશે.

તો કાલે જ મહારાષ્ટ્ર કોંગ્રેસે પણ કંગના રાણાવત સાથે જોડાયેલા ડ્રગ લિંકની તપાસ કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે, કેટલાક વિડીયો સામે આવ્યા છે, જેમાં કંગનાએ સ્વીકાર કર્યો છે કે તે ડ્રગ લે છે. જો તેવું છે તો પછી તેને કોણ ડ્રગ સપ્લાય કરી રહ્યું હતું. એનસીપી આ કેસની તપાસ કરી રહ્યું છે અને તેણે કંગના સાથે જોડાયેલા કેસની પણ તપાસ કરવી જોઈએ.

સચિન સાવંતે કહ્યું હતું કે કંગનાના પૂર્વ સહયોગીઓએ ખુલાસા કર્યા છે કે તે કોકીન વગેરેનું સેવન કરતી હતી અને જો આવું છે તો પછી એનસીપીએ આ કેસને ધ્યાનમાં રાખીને કંગનાની પુછપરછ કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે કંગના રાણાવત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે પણ જુબાની જંગ ચાલુ છે. આ દરમિયાન ભાન ભૂલીને કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી દીધી હતી. તેથી સંજય રાઉતે કંગનાને મુંબઈ ના આવવાની સલાહ આપી હતી.

તો કેન્દ્રની ભાજપ સરકારે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે, જેનો સોશિયલ મીડિયામાં ભારે વિવાદ થયો હતો અને ભાજપ- કંગનાની મિલીભગત હોવાથી લઈને કંગનાની સુરક્ષા પાછળ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થવા જેવા ઘણા આક્ષેપો લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *