બૉલીવુડ સ્ટાર્સ પર આરોપ લગાવનરી કંગનાનો જૂનો વિડીયો વાયરલ, કહ્યું- હું પણ હતી ‘ડ્રગ એડિક્ટ’

કંગના રનૌત વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા બાદ રોજ નવા નવા દાવ કરીને, મોટી હસ્તીઓને ટાર્ગેટ કરીને તથા મહારાષ્ટ્ર અને મુંબઈને પણ ટાર્ગેટ કરીને મોરચો માંડેલો છે.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે ડ્રગ્સ એંગલ આવ્યા બાદથી કંગના ઘણી બૉલીવુડ હસ્તીઓ પર ડ્રગ્સ લેવાનો આરોપ મૂકી રહી છે. નાર્કોટિક્સ ડીપાર્ટમેન્ટને તેમના વિરુદ્ધ એક્શન લેવાની અને તે હસ્તીઓના ટેસ્ટ કરાવવાની માંગણી કરી રહી છે.

કંગના અન્ય વિરુદ્ધ જેમ તેમ નિવેદનબાજી કરે છે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પદનું સન્માન જાળવ્યા વગર તુકારા કરીને વિડીયો બનાવે છે અને કોઇની પણ ઉપર આરોપો મૂકતી રહે છે પણ આ વખતે તેના જ શબ્દો તેને જ ભારે પડી જાય તેમ છે.

બૉલીવુડ હસ્તીઓ પર ડ્રગ્સ લેવાનો આરોપ મુકનારી કંગના હવે પોતે જ ડ્રગ્સના ઉપયોગના કારણે ખોટી પડી રહી છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર કંગનાનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાને ડ્રગ એડિક્ટ કહી રહી છે. કંગનાએ આ વિડિયોને આ વર્ષના માર્ચ મહિનામાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જ્યારે તે પોતાના હોમ ટાઉન મનાલીમાં હતી.

વિડીયોમાં કંગના કહે છે-

‘જ્યારે હું મારા ઘરેથી મુંબઇ ભાગી હતી, તો તેના કેટલાક જ વર્ષ બાદ હું ફિલ્મ સ્ટારની સાથે સાથે ડ્રગ એડિક્ટ પણ બની ગઈ હતી. મારી જિંદગીમાં ઘણુંબધું ચાલી રહ્યું હતું. હું ઘણા પ્રકારના લોકોના સંપર્કમાં રહી.

આ બધુ ત્યારે થયું જ્યારે હું ઘણી ઓછી ઉમરની હતી. કલ્પના કરો કે હું તે સમયે કેટલી ખતરનાખ થઈ ગઈ હતી.’

કંગનાએ તાજેતરમાં તેવો દાવો પણ કર્યો હતો કે એક એક્ટર તરીકે તેના કરિયરના શરૂઆતના દિવસોમાં એક ચરિત્ર અભિનેતાએ તેને ડ્રગ આપી હતી.

જુઓ કંગનાનો તે વિડીયો :

Comments (0)

જણાવી ડી કે વર્ષ 2016 માં એક ઇંટરવ્યૂ દરમિયાન કંગનાના પૂર્વ બોયફ્રેન્ડ આધીન સુમને કહ્યું હતું કે, વર્ષ 2008 માં મારી બર્થડે દરમિયાન જ્યારે મી કોફિન લેવાની ના પાડી હતી તો કંગનાએ મારી સાથે મોટો ઝગડો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *