85 વર્ષીય દાદી બન્યા નિસહાય મજૂરોનો સહારો, ફક્ત ૧ રૂપિયામાં ખવડાવે છે ભરપેટ ઈડલી-સંભાર.. જાણો

કોરોના વાયરસ અને તેના કારણે ચાલી રહેલા લોકડાઉણે સૌને હેરાન પરેશાન કરી મુક્યા છે પરંતુ સૌથી વધારે પ્રવાસી મજૂરો પ્રભાવિત થયા છે. ઘરથી દુર રોજગાર વગર આ દહાડિયા મજૂરો એક- એક પૈસા માટે મ્હોતાજ થઇ ગયા છે. તેવામાં તમિલનાડુમાં એક ૮૫ વર્ષીય દાદી છે, જે માત્ર ૧ રૂપિયામાં આ નિસહાય મજૂરોનું પેટ ભરવાનું કામ કરી રહ્યા છે.

૮૫ વર્ષના કમલાથલ છેલ્લા ૩૦ વર્ષોથી ફક્ત એક રૂપિયામાં લોકોને ઈડલી ખવડાવી રહ્યા છે અને લોકડાઉનના આ મુશ્કેલ સમયમાં પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું છે. કેટલાય લોકો કાચા માલ સાથે તેમની મદદ કરવા પણ આગળ આવી રહ્યા છે તેથી તેઓ સંભારને ઓછા ખર્ચે બનાવી શકે.

ઇન્ડિયા ટુડે સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ ઈડલીની કિંમતમાં વધારો નહીં કરે. ”કોરોનાને કારણે પરિસ્થિતિ ઘણી મુશ્કેલ છે પરંતુ હું ઈડલી ૧ રૂપિયામાં આપવાના પુરા પ્રયત્ન કરી રહી છું. કેટલાય પ્રવાસી મજૂરો ફસાઈ ગયા છે અને ઘણા આવી જ રહ્યા છે. કેટલાક લોકો છે જેઓ મારી મદદ કરી રહ્યા છે. તેઓ મને જરૂરી સામાન ઉપલબ્ધ કરાવી રહ્યા છે અને તેમાંથી ૧ રૂપિયામાં ઈડલી બનાવી રહી છું.

ગત વર્ષે જયારે લોકોને તેમની કહાની ખબર પડી કે તેઓ આટલા ઓછા ભાવે લોકોને ઈડલી સંભાર ખવડાવી રહ્યા છે તો સોશિયલ મિડિયામાં છવાઈ ગયા અને દરેક જગ્યાએ તેમની પોસ્ટો વાયરલ થઇ ગઈ.

આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેમણે લોકોની સેવા ચાલુ રાખી છે જેને જોઇને સોશિયલ મિડિયા પર પણ લોકો તેમની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. આમ પણ કમાવાનો હેતુ તેમનો રહ્યો જ નથી ક્યારેય, તેઓ તો માત્ર નિસહાય લોકોની મદદ અને સેવા કરવા માંગે છે. દેશમાં આ દાદી જેવા અનેક લોકો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *