કમલનાથની આ ચિમકીથી ભાજપની છાવણીમાં ચિંતાનું મોજું.. જાણો કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે બુધવારે આરોપ લગાવ્યો છે કે બેંગલુરુમાં ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને મળવા ગયેલા રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ તથા મધ્યપ્રદેશના મંત્રીઓને મળવાથી રોકીને તેમને બળજબરીપૂર્વક ધરપકડ કરીને લઇ જવા તે પુરેપુરી તાનાશાહી અને હિટલરશાહી છે. આ ઉપરાંત, કમલનાથે કહ્યું કે જો જરૂર પડી તો હું પણ આ બંધક બનાવાયેલા ધારાસભ્યોને બેંગલોર મળવા માટે જઈશ.

કમલનાથે ટ્વીટર પર લખવા સાથે મીડિયાને જણાવ્યું, ”બેંગ્લોરમાં ભાજપ દ્વારા બંધક બનાવાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને મળવા ગયેલા કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર દિગ્વિજયસિંહ તેમજ કોંગ્રેસના મંત્રીઓ તેમજ ધારાસભ્યોને મળવાથી રોકવા, તેમની સાથે અભદ્ર વ્યવહાર કરવો તથા બળજબરીપૂર્વક ધરપકડ કરવી તે સમગ્રપણે તાનાશાહી અને હિટલરશાહી છે.

તેમણે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર પ્રહાર કરતા કહ્યું, ના અત્યારે ભાજપ પાસે બહુમતી છે, ના શિવરાજસિંહને ભાજપે પોતાના ધારાસભ્ય દળના નેતા પસંદ કર્યા. ના ભાજપની સરકાર બની છે અને ના કદી બનશે. પરંતુ શિવરાજસિંહ ચૌહાણની મુખ્યમંત્રી બનવાના રઘવાટ અને બેચેની સમગ્ર રાજ્ય જોઈ રહ્યું છે. કમલનાથે કહ્યું, કોઈ પણ પ્રકારે સત્તા માટે બેચેન થઇ રહ્યા છે. તેમને ઊંઘ નથી આવી રહી, દિવસે પણ મુખ્યમંત્રી પદના સપના જોઈ રહ્યા છે. અધિકારીઓને ધમકાવી રહ્યા છે. તેમની સ્થિતિ પર મને દયા આવી રહી છે.

તેમણે ભાજપની કર્ણાટક સરકારની બેંગ્લોર પોલીસ પર નિશાન સાધતા કહ્યું, લોકતાંત્રિક મુલ્યો, બંધારણીય મુલ્યો અને અધિકારોને દમન કરવામાં આવી રહ્યું છે. અમારા ધરપકડ કરીને પકડીને લઇ જવાયેલા નેતાઓને તાત્કાલિક છોડી દેવામાં આવે અને બંધક ધારાસભ્યોને મળવાની મંજુરી આપવામાં આવે. કમલનાથે કહ્યું, સમગ્ર દેશ આજે જોઈ રહ્યો છે કે એક ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માટે કેવી રીતે ભાજપ દ્વારા લોકતાન્ત્રિક મુલ્યોની હત્યા કરવામાં આવી રહી છે. કેમ ધારાસભ્યોને મળવા નથી દેવામાં આવતા? આખરે કઈ વાતનો ડર છે ભાજપને? ભાજપ દ્વારા એક ગંદો ખેલ રમવામાં આવી રહ્યો છે.

જયારે એમને સવાલ કરવામાં આવ્યો કે શું તમે પણ આ ધારાસભ્યોને મળવા બેંગ્લોર જશો તો મુખ્યમંત્રી કમલનાથે મીડિયાને કહ્યું, જરૂર પડશે તો હું પણ બેંગ્લોર જઈશ.  ઉલ્લેખનીય છે કે જો કમલનાથ એક મુખ્યમંત્રી તરીકે બેંગ્લોર જશે ત્યારે ધારાસભ્યોને મળતા એક મુખ્યમંત્રીને ભાજપ સરકાર કેવી રીતે રોકી શકશે? શું મુખ્યમંત્રી કમલનાથને પણ રોકીને તેમની ધરપકડ કરવામાં આવશે ? તે જ એક મોટો પ્રશ્ન છે. કમલનાથના આ દાવથી ભાજપની ઊંઘ હરામ થઇ જશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *