તારક મહેતા કા ઉલટા ચશ્માં છેલ્લા લગભગ ૧૨ વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું રહેલું છે. આ શો લોકોની વચ્ચે ઘણો લોકપ્રિય છે. આ શો ના પાત્રો અને કલાકારો પણ ઘણા પ્રખ્યાત થઇ ચુક્યા છે. આવો જાણીએ આ સુપરહિટ શો ના કલાકારોને પ્રતિ એપિસોડ કેટલી ફીસ મળે છે. શો માં જીવ રેડી દેનારા દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલને એક એપિસોડના લગભગ ૧.૫ લાખ રૂપિયા મળે છે. મીડિયા રીપોર્ટસ અનુસાર તેમની પાસે લગભગ ૩૭ કરોડની સંપત્તિ છે.
તારક મહેતાનું પાત્ર ભજવનારા શૈલેશ લોઢાને એક એપિસોડના લગભગ ૧ લાખ રૂપિયા મળે છે. તેમની કુલ સંપત્તિ લગભગ ૭ કરોડની છે. બબીતાજીના પતિ અને સાઉથ ઇન્ડીયન કૃષ્ણન ઐયરનું પાત્ર ભજવનારા તનુજ મહાશબ્દે શોમાં સાયન્ટીસ્ટ પણ છે. જેઠાલાલ અને ઐયરની તુતુ મેમે દર્શકોને ખુબ જ પસંદ પડે છે. તનુજ મહાશબ્દે એક એપિસોડમાં લગભગ ૬૫-૮૦ હજાર જેટલા કમાય છે.
શો માં મંદર ચંદવાકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડે કે જે એક ટ્યુશન ટીચરનો ભાગ ભજવે છે, તેઓ એક એપિસોડથી ૮૦ હજાર જેટલા કમાય છે. શો માં બનેલા પોપટલાલ એટલે કે શ્યામ પાઠક એક એપિસોડ પર લગભગ ૨૮ હજાર જેટલા કમાય છે. તેમના લગ્નને લઈને રહેતી ટેન્શનને દર્શકો ઘણું ઇન્જોય કરે છે.
જેઠાલાલના પિતા ચંપકલાલનું પાત્ર ભજવનારા અમિત ભટ્ટ એક એપિસોડના લગભગ ૭૦-૮૦ હજાર જેટલા રૂપિયા લે છે. ખુબ જ બોલ્ડ અને સુંદર દેખાતી મુનમુન દત્તા શો માં બબીતા જી નું પાત્ર ભજવે છે. તેઓ એક એપિસોડના ૩૫-૫૦ હજાર જેટલા રૂપિયા ચાર્જ કરે છે. શોમાં ટપ્પુ સેનાના અલગ અલગ પાત્રની ફી પણ અલગ અલગ છે.
શોમાં ટપ્પુના પાત્રને એક એપિસોડના ૧૦ હજાર રૂપિયા મળે છે, તો ગોળી અને ગોગી ૮ હજાર કમાય છે. તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં દયાબેનનું પાત્ર નિભાવનારા દિશા વાકાણીનેને શોમાં સૌથી વધારે ફી મળતી હતી. દિશા વાકાણી એક એપિસોડના લગભગ ૧.૫ થી ૨ લાખ રૂપિયા લેતા હતી.