મહીને ૧ લાખ રૂપિયાની પગારદાર IT એન્જિનિયર, મનરેગા હેઠળ દહાડી મજુરી કરવા મજબુર.. જાણો

કોરોના વાયરસને કારણે લોકડાઉનને લીધે દરેક સેક્ટર ખરાબ રીતે અસરગ્રસ્ત છે. તેવામાં લાખો લોકોની નોકરીઓ જતી રહી છે. જયારે કે કરોડો લોકો બેરોજગાર બનવા પર પહોંચી ગયા છે મિડિયા રીપોર્ટસ અનુસાર, દેશના લગભગ ૨ લાખ શિક્ષકોને છેલ્લા ૨-૩ મહિનાથી વેતન નથી મળ્યું. જેમાં ૧૦ હજાર માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાનો અને ૮ હજાર ગેર માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાનોના ટીચર્સ સામેલ છે.

લોકડાઉનને લીધે માત્ર અસંગઠિત ક્ષેત્રના મજુર જ બેરોજગાર નથી થયા. બેરોજગારીનો માર શિક્ષિત વર્ગ પર પણ પડ્યો છે. આજે સ્થિતિ તેવી થઇ ગઈ છે કે દેશનું ભવિષ્ય ઘડનારા શિક્ષકો અને લાખો કમાનારા આઈ.ટી. પ્રોફેશનલ્સને પણ મનરેગા દહાડીના ભરોસે ગુજારો કરવો પડી રહ્યો છે.

તેલંગાણાના એક શિક્ષક દંપત્તિ ચિરંજીવી અને પ્રજ્ઞા પણ તે લોકોમાંથી એક છે, જે હાલ બેરોજગાર છે. કેટલાક સમય પહેલા આ બન્ને ટીચર હતી, પરંતુ હાલમાં પરિવારનું પેટીયું રળવા માટે મનરેગા હેઠળ દહાડી મજુરી કરવા માટે મજબુર છે. હવે તેમણે રોજ સવારે સ્કુલના બદલે કામની સાઈટ પર પહોંચવાનું હોય છે.

ચિરંજીવીએ બી.એડ. કર્યું છે અને તે સોશિયલ સાયન્સના ટીચર છે. જયારે કે પ્રજ્ઞાએ એમબીએ કર્યું અને તેઓ એક પ્રાઈમરી સ્કુલમાં ટીચર હતી. પરંતુ છેલ્લા ૨ મહિનાથી તેમને પગાર નથી મળ્યો. તેના કારણે પોતાનું ઘર ચલાવવા માટે મનરેગા હેઠળ મજુરી કરવી પડી રહી છે.

એનડીટીવી સાથે વાતચીતમાં ચિરંજીવી કહે છે કે, મનરેગા હેઠળ અમે ૨૦૦ થી ૩૦૦ રૂપિયાની દહાડી મળી શકે છે. આ પૈસાથી ફક્ત રેશન અને શાકભાજી જ ખરીદી શકાય છે. અમારા પરિવારમાં ૨ બાળકો અને માતા પિતા થઈને ૬ લોકો છે. છેલ્લા ૨ મહિનાથી પગાર વગર ઘણી યાતનાઓ ભોગવીને ઘર ચલાવવું પડી રહ્યું છે.

આઈટી કંપનીઓમાં કામ કરનારા પ્રોફેશનલ્સની સ્થિતિ પણ કંઈક એવી છે. કેટલાક દિવસ પહેલા સુધી ૧ લાખ રૂપિયાનો પગાર ધરાવતી સ્વપ્ના પણ હાલમાં બેરોજગાર છે. બચત એટલી નથી, એટલે ઘરનો ખર્ચો ચલાવવા માટે સ્વપ્ના પણ મનરેગા હેઠળ મજુરી કરવા માટે મજબુર છે.

એનડીટીવી સાથે વાતચીતમાં સ્વપ્ના કહે છે કે મને મનરેગાહેઠળ મજુરી કરવાની જરૂર નહોતી પરંતુ ક્યાં સુધી બચતના ભરોસે જીવન ચાલી શકે છે? આજે ભવિષ્ય અનિશ્ચિત સ્થિતિમાં છે તેવામાં મને મારી બચત આપાત પરિસ્થિતિ માટે બચાવી રાખવાની રહેશે. મારા સાસરિયાઓ પણ કામ પર જઈ રહ્યા છે તો હું પણ તેમની સાથે જઈ રહી છું. તેનાથી મને થોડી વધારાની આવક પણ મળી જાય છે.

હું એવું માનું છું કે કોઇપણ કામ કરવામાં કોઈ શરમ ના હોવી જોઈએ. હું એક સોફ્ટવેર એન્જીનીયર છું એટલે મારે એવું ના કરવું જોઈએ? આ વિશે વિચારવાનો કોઈ ફાયદો નથી. જીવિત રહેવા માટે આપણે દરેક પ્રકારના કામ કરવા જ પડશે.

Source: Scoopwhoop

https://hindi.scoopwhoop.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *