શું હસ્તમૈથુન કરવું હેલ્થ માટે હાનિકારક છે? જાણો કેટલીક હકીકતો

હસ્તમૈથુનને લઈને લોકોમાં ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે. કેટલાક લોકોનું માનવું છે કે હસ્તમૈથુનથી શરીરને નુકસાન પહોંચે છે અથવા લિંગમાં પાતળાપણું આવે છે. એક વાત એવી પણ ચાલતી હોય છે કે હસ્તમૈથુનથી શરીરમાં કોઇપણ પ્રકારની નબળાઈ નથી આવતી. ત્યારે આવો જાણીએ હસ્તમૈથુન સાથે જોડાયેલા કેટલાક તથ્યો જે તમારો ભ્રમ દુર કરવામાં મદદગાર થશે.

હસ્તમૈથુનને લઈને પ્રથમ સવાલ તો તે ઉઠતો હોય છે કે આ એક અપ્રાકૃતિક ક્રિયા છે. પરંતુ હકીકતમાં તો આ એક સામાન્ય પ્રાકૃતિક ક્રિયા છે. કામસૂત્ર અનુસાર હસ્તમૈથુન, મૈથુનનો જ એક પ્રકાર છે. હસ્ત એટલે હાથ અને મૈથુન એટલે સંભોગ મતલબ કે હાથ દ્વારા કરવામાં આવતું મૈથુન.. હસ્તમૈથુન એક સામાન્ય ક્રિયા છે એટલે તેના હાનિકારક કે લાભદાયક હોવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો.

Ad

હસ્તમૈથુન પુરુષ, સ્ત્રી તેમજ જાનવર પણ કરતા હોય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. સંભોગ દરમિયાન પુરુષ લિંગ યોની માર્ગમાં જે ક્રિયા કરે છે, હસ્તમૈથુનની દરમિયાન લિંગ તે જ ક્રિયા હાથમાં કરે છે. હસ્તમૈથુન કરતી વખતે હથેળી યોનીની જેમ વળેલ હોય છે. તેમાં લિંગના પ્રવેશ અને નિકાસની ક્રિયા બિલકુલ સંભોગ દરમિયાન યોનીમાં હોય તેવી જ હોય છે.

તેવો પણ ભ્રમ ફેલાયેલો છે કે હસ્તમૈથુન જો ઓછી ઉંમરમાં કરવામાં આવે તો વ્યક્તિ કમજોર અથવા તો નપુંસક થઇ જાય છે. હકીકતમાં હસ્તમૈથુન કોઇપણ ઉંમરમાં અને કોઇપણ રીતે કરવામાં આવે, તે વ્યક્તિના શરીર, સહવાસ ક્ષમતા અને પ્રજનન ક્ષમતા પર કોઈ અસર નથી પડતી. હકીકતમાં આ અંધ વિશ્વાસ હકીમો દ્વારા પ્રચારિત છે.

તેઓ ઓછી ઉમરથી શરુ કરવામાં આવેલા હસ્તમૈથુનને બાળપણની ભૂલ કહીને પ્રચારિત કરતા હોય છે, તેમનો સ્વાર્થ છે કે ડરીને વ્યક્તિ તેમના દ્વારા બનાવવામાં આવેલા વિશેષ નુસખાઓનું સેવન કરે. કેટલીક વખત તે પણ થાય છે કે વ્યક્તિ આ નીમ હકીમોના ચક્કરમાં પડીને જ પોતાનું નુકસાન કરી દેતા હોય છે.

જેમ સહવાસ કરવાથી કોઈ નપુસંકતા નથી આવતી, તે જ રીતે હસ્તમૈથુન કરવાથી ય નપુંસકતા નથી આવી જતી. આ એક ખોટી ધારણા છે કે વીર્યનાશ અથવા નપુંસકતા આવી જાય છે. શું વધારે હસ્તમૈથુનથી શરીરમાં નબળાઈ આવે છે? હકીકતમાં આ સવાલનું કોઈ મહત્વ જ નથી કારણકે પહેલા તો તે જાણી લો કે વધારે હસ્તમૈથુન જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. આ એક સામાન્ય ક્રિયા છે.

હસ્તમૈથુન ક્યારે અને કેટલી વખત કરવું જોઈએ તેનો કોઈ નિયમ કે કાયદો નથી. જયારે વ્યક્તિને મન થાય અને શરીર સાથ આપે, હસ્તમૈથુન અને સહવાસ કરી શકાય છે. તેનો શરીર કે ગુપ્તાંગ પર કોઈ વિપરીત પ્રભાવ નથી પડતો. એવો પણ ભ્રમ છે કે હસ્તમૈથુનથી લિંગ વાંકુ થઇ જાય છે પરંતુ લિંગમાં હાડકા કે માંસપેશીઓ નથી હોતી એટલે લિંગ વાંકુ થવું કોઈએ ઉપર કે નીચે વળી જવું કે નમી જવાનું શક્ય જ નથી.

હસ્તમૈથુનથી આવું થવાની વાત પણ ભ્રામક પ્રચાર તેમજ ડરાવવાનું હથીયાર છે. બીજીતરફ જે રીતે સહવાસ કરવાથી લિંગના વિકાસ પર કોઇપણ વિપરીત અસર નથી પડતી તે જ રીતે હસ્તમૈથુનથી પણ લિંગ પર કોઈ વિપરીત અસર નથી પડતી. સહવાસ અથવા હસ્તમૈથુન બન્નેના અંતમાં વીર્ય સ્ખલનથી ચરમ સુખનો અનુભવ થાય છે.

નબળાઈ આવવાની તો વાત જ નથી રહેતી. હસ્તમૈથુન ભલે લગ્ન અગાઉ કરવામાં આવે અથવા લગ્ન બાદ, તેનાથી શરીરને કોઈ આડઅસર નથી થતી. હસ્તમૈથુન કોઇપણ ચિકિત્સા પદ્ધતિ અનુસાર હાનીકારક નથી. આયુર્વેદના માનદ ગ્રંથો, જેવા કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વગેરેમાં ક્યાય પણ તેવો ઉલ્લેખ નથી કે હસ્તમૈથુન શરીર માટે હાનિકારક હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *