શું જમ્યા બાદ સેક્સ કરવું ખોટું હોય છે? જાણો અગત્યની વાત

કોઈપણ સંબંધોમાં સેક્સ કરવું ખૂબ જ મહત્વનું હોય છે. સંબંધોને આગળ વધારવા માટે અને ભાવનાત્મક રીતે વધુ નજીક આવવા માટે લોકો સેક્સ કરે છે. સેક્સ તમે ગમે ત્યારે કરી શકો છો. જોકે સેક્સ કરવાનો કોઈ સમય નિશ્ચિત નથી, પરંતુ કેટલાક સંશોધનમાં સામે આવ્યું છે કે કે પાર્ટનર વહેલી સવારે સેક્સ કરે છે તો તે સારું હોય છે. પરંતુ ઘણા લોકોનું માનવું છે કે ખોરાક ખાધા (જમ્યાં) પછી સેક્સ માણવું સારું નથી હોતું.

કેમ ન કરવું જોઈએ જમ્યા પછી સેક્સ: કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ખોરાક ખાધા પછી તરત જ સેક્સ ન કરવું જોઈએ. આવું એટલા માટે છે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ત્યારે આપણું શરીર પાચન ક્રિયા શરૂ કરી દે છે. એટલે કે આપણે જે ખાધું છે તે પચાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આવામાં આપણા શરીરની અંદર જે પાચનતંત્ર હોય છે, તેમાં લોહીનો પ્રવાહ ઝડપથી વધે છે.

Ad

આવા સમયે જો તમે સેક્સ કરો છો, તો તેની સીધી અસર તમારી પાચક સિસ્ટમ પર પડશે. આ સ્થિતિમાં તમારું પાચન ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તરત જ ખાધા પછી સેક્સ ન કરો. ડોકટરો પણ હંમેશાં ખોરાક ખાધા પછી કોઈપણ કસરત કરવાની સાફ ના પાડે છે. તો સેક્સ પણ કંઈક આવી રીતે જ હોય છે. તેથી ખોરાક ખાધા પછી તરત જ સેક્સ ન કરવું જોઈએ. જ્યારે આપણે સેક્સ કરી રહ્યા હોઈએ છીએ.

ત્યારે તેમાં આપણા શરીરમાંથી ઘણી ઉર્જા લાગે છે.  આ પણ એક પ્રકારની એક્સરસાઇઝ માનવામાં આવે છે. જેમાં મહિલા અને પુરુષ બંનેની ઉર્જા લાગે છે. ખાસ કરીને પુરુષોએ સેક્સ કરતી વખતે વધુ ઉર્જાનો ઉપયોગ કરવો પડે છે. તેથી ખોરાક ખાધા પછી સેક્સ કરવા માટે ના પાડવામાં આવે છે.

ઈચ્છા થતી નથી: ભોજન કર્યા (જમ્યા ) પછી તરત જ સેક્સ કરવાનું મન પણ નથી કરતુ એટલે કે તે સમયે સેક્સ ઈચ્છા પણ ઓછી હોય છે. જો એક પાર્ટનરે પહેલા જમી લીધું છે અને બીજા પાર્ટનરે તે સમયે જ ખોરાક ખાધો છે, તો એક પાર્ટનરનું મન તરત જ સેક્સ કરવા નહિ ઈચ્છે.

પરંતુ તે પાર્ટનર જેને પહેલા જ જમી લીધું છે, તેનું મન સેક્સ કરવા માટે થઇ શકે છે. આવી સ્થિતિમાં, તમારી સામે આ વિચિત્ર પરિસ્થિતિ આવી શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરવી જોઈએ. તમે તેમને કહી શકો કે આપણે થોડા સમય પછી સેક્સ કરી શકીએ છીએ.

એનર્જી લેવલ પણ થાય છે ઓછું: જો તમે ખોરાક ખાધા પછી તરત જ સેક્સ કરો છો, તો તમારું એનર્જી લેવલ પણ સારું નહીં રહે. તમને સંપૂર્ણ રીતે સંતોષ પણ મળી શકશે નહીં. અથવા તમારા પાર્ટનરને તે સુખ મળી જશે જે તે તમારાથી હંમેશા ઈચ્છે છે. તમે ખાધા પછી સેક્સતો કરી શકો છો, પરંતુ તમારું પ્રદર્શન એટલું સારું રહેશે નહીં કે જેટલું તમે બીજા કોઈ સમયે કરી શકો.

સેક્સ કર્યા પછી ખાવું: સેક્સ કરતા પહેલા તમારે પેટ ભરીને ખાવાનું ન ખાવું જોઈએ, પરંતુ સેક્સ કર્યા પછી તમે કંઇક પૌષ્ટિક લઈ શકો છો. સેક્સ કર્યા પછી લોકોને ભૂખ પણ લાગે છે. આવામાં તમે કંઈપણ ખાઈ શકો છો. સેક્સ પછી ખાવામાં કોઈ તકલીફ પડતી નથી, પરંતુ સેક્સ પહેલાં ખાવામાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *