કોરોના: US માં મૂળ ભારતીય ડોકટરને થેંક્યું કહેવા ઘર સામે પહોંચી ગઈ કેટલીય ગાડીઓ

સોશિયલ મિડિયા પર એક  વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમાં જોવા મળે છે કે એક મહિલા રસ્તાના કિનારે ઉભી છે અને તેની સામેથી પોલીસની કેટલીય ગાડીઓ નિકળી રહી છે. સાયરન વગાડતી. તેમાં બેસેલા લોકો મહિલાને જોઇને હાથ હલાવી રહ્યા છે, મહિલા પણ હવામાં હાથ ઊંચા કરીને તેમને જવાબ આપી રહી છે.

સવાલ: ક્યાંનો છે આ વિડીયો ?

જવાબ: અમેરિકાના સાઉથ વિન્ડસરનો.

એક્ટર આદીલ હુસૈને વિડીયો ટ્વીટ કરતા કહ્યું કે આ મહિલા મૂળ ભારતીય છે. મૈસુરના છે. અમેરિકામાં ડોક્ટર છે. નામ ઉમા મધુસુદન છે. અમેરિકાના સૌથી વિન્ડસરની એક હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહી છે. તેને આ પ્રમાણિક કાર્ય માટે થેંક્યું બોલવાના હેતુથી તેમના ઘરની સામેથી આ બધી ગાડીઓ પસાર થઇ હતી. તેમાં પોલીસની અને ફાયર ફાઈટરોની ગાડીઓ હતી.

જુઓ વિડીયો

આ ગાડીઓમાં સવાર એક વ્યક્તિએ નીચે ઉતરીને ડૉ. ઉમા મધુસુદનના ઘરની સામે એક તકતી પણ લગાવી. તેની તસ્વીર પણ ઘણી વાયરલ થઇ રહી છે. આ તકતી પર લખ્યું છે કે, ‘ડૉ ઉમા મધુસુદનની ઓળખ સાઉથ વિન્ડસરના અનસંગ હીરો તરીકે કરવામાં આવી છે.

ઉપ રાષ્ટ્રપતિ વેન્કેયા નાયડુએ પણ ટ્વીટ કરીને ડૉ. ઉમા માટે ખુશી વ્યક્ત કરતા કહ્યું, આ જાણીને આનંદ થયો કે મૈસુરના ભારતીય મૂળના ડૉ. ઉમા મધુસુદન કે જે સાઉથ વિન્ડસરમાં કોવિડ -19 ના દર્દીઓની સારવાર કરી રહી છે, તેમને તેમના ઘરની સામે સ્થાનિકો દ્વારા ‘ડ્રાઈવ ઓફ ઓનર’ આપવામાં આવ્યું.

RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ પણ આ વિડીયો મુકીને લખ્યું, ‘ભારતીય ડોક્ટર ઉમા મધુસુદનને USA માં તેમના ઘરની સામે એક ખાસ અંદાજમાં સેલ્યુટ કરવામાં આવી. કોવિડ -19 ના દર્દીઓનો સારવાર કરવા બદલ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *