કોરોના વાયરસને કારણે IMF પ્રમુખે વ્યક્ત કર્યા મહામંદીના એંધાણ….

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, લોકડાઉનને લીધે કામધંધા બંધ છે ત્યારે મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ પણ દેશમાં જીડીપી સતત ઘટતો જતો હતો, સમગ્ર વિશ્વમાં સામાન્ય પરિસ્થિતિ વચ્ચે પણ આપણે મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.

કોરોના વાયરસે માણસોની જિંદગીની સાથે સાથે અર્થવ્યવસ્થાને પણ જોખમમાં મૂકી દીધી છે. અત્યારે ઔદ્યોગિક ઉત્પાદન ઠપ્પ છે. કોઈ નવો રોજગાર છે નહી, લોકોની આવક પણ પ્રભાવિત થઇ છે. તેવામાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈ.એમ.એફ.) ના જણાવ્યા અનુસાર ૨૦૨૦ નું વર્ષ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ઘણું ખરાબ રહેવાનું છે. આ વર્ષે ૧૯૩૦ ના દસકાની મહામંદી પછીની સૌથી મોટી મંદી જોવા મળી શકે છે.

આઈ.એમ.એફ. પ્રમુખ ક્રીસ્ટલીના જોર્જીવાએ આવનારા અઠવાડિયે થનારી આઈએમએફ અને વિશ્વબેંકની બેઠકની પહેલા સંકટથી મુકાબલો: વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પ્રાથમિકતાઓના વિષય પર પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોના મહામારીએ આજે એવા સંકટને જન્મ આપ્યું છે કે જે દુનિયાએ પહેલા ક્યારેય પણ નથી જોયું. તેનાથી ઉભરવા માટે આપણે મોટા પગલા ભરવા પડશે. જોર્જીવાએ કહ્યું કે દુનિયાને ગ્રેટ ડીપ્રેશન બાદ સૌથી ખરાબ આર્થિક પડકાર માટે તૈયાર રહેવું જોઈએ.

કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને રોકવા માટે મોટાભાગના દેશોમાં લોકડાઉન છે. તેવામાં અર્થવ્યવસ્થા ઠપ થઇ ગઈ છે. જોર્જીવાએ કહ્યું આઈ.એમ.એફ. ને આશા છે કે વૈશ્વિક ગ્રોથ ૨૦૨૦ માં તેજીથી નકારાત્મકતા થઇ જશે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના ૧૮૦ સદસ્યોમાંથી ૧૭૦ દેશોમાં વ્યક્તિદીઠ આવકમાં ભારે ઘટાડો જોવા મળશે.

આઈ.એમ.એફ. પ્રમુખે કહ્યું કે આપણે  મહામંદી વિશે સૌથી ખરાબ આર્થિક સંકટનો ભોગ બનવાના છીએ. આવનારા વર્ષે પણ ફક્ત આંશિક રીકવરીની આશા છે.

જણાવી દઈએ કે જાન્યુઆરીમાં આઈ.એમ.એફ.એ આ વર્ષે ૩.૩ ટકા વૈશ્વિક વૃદ્ધિ અને ૨૦૨૧ માં ૩.૪ ટકા ગ્રોથનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ તે વખતે સમય અલગ હતો. તેમણે કહ્યું કે અમારું અમ્નુંમાન છે કે આપણે ગ્રેટ ડીપ્રેશન બાદનો સૌથી મોટો ઘટાડો જોઈશું. ત્રણ મહિના પહેલા અમારું અનુમાન હતું કે૪ ૧૬૦ સદસ્ય દેશોમાં ૨૦૨૦ માં પ્રતિ વ્યક્તિ આવક વધશે પણ હવે બધું બદલાઈ ગયું છે. હવે ૧૭૦ થી વધુ દેશોમાં વ્યક્તિદીઠ આવક ઘટવાનું અનુમાન છે.

આઈએમએફ પ્રમુખે કહ્યું કે વિશ્વના ઉભરતા બજારો અને ઓછી આવકવાળા દેશો પર સંકટ વધારે છે. ત્યાં સ્વાસ્થ્ય પ્રણાલી પર સૌથી પહેલા અસર પડશે. તો સંસાધનોની અછતના કારણે તેમને ડીમાંડ- સપ્લાયના ફટકા સાથે ય લડવું પડશે. ખરાબ નાણાકીય હાલત તેમના પર દેવાનો ભાર વધારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *