જો તમારી બેંક ડૂબી ગઈ તો તમને કેટલા રૂપિયા મળશે ? જાણો નિયમ

બેન્કોમાં જમા તમારા રૂપિયા કેટલા સુરક્ષિત છે ? આ સવાલ એકવાર ફરીથી ઉભો થયો છે, એટલે કે યસ બેંકના ગ્રાહકો બેંકમાં જમા પોતાના જ રૂપિયા નથી ઉઠાવી શકતા. આર.બી.આઈ.એ યસ બેન્કના કામકાજ પર આંશિક રૂપથી રોક લગાવી દીધી છે. ૩ એપ્રિલ સુધી હવે યસ બેન્કનું કામકાજ આર.બી.આઈ. ની જવાબદારીમાં હશે. ગ્રાહક એક મહિનામાં ૫૦ હજાર રૂપિયાથી વધારે નહી ઉઠાવી શકે. તેવામાં જેના પૈસા યસ બેંકમાં જમા છે તેઓ ગભરાઈ ગયા છે. તેમને ડર છે કે જો બેંક ડૂબી ગઈ તો તેમના જમા રૂપિયાનું શું થશે? રૂપિયા તેમને મળશે કે નહીં? શું બધા પૈસા ડૂબી જશે ?

નાણામંત્રી નિર્મલા સિતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ એ બજેટ રજુ કર્યું હતું, બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે બેંકમાં જમા રૂપિયા પર ઈન્સ્યોરન્સ કવર એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે. વર્તમાનમાં બેંક ડૂબવાની સ્થિતિમાં દરેક ગ્રાહકને DICGC ના માધ્યમથી મહત્તમ એક લાખ રૂપિયાનો વીમો મળે છે. હવે તેને વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા.

અત્યારસુધી શું હતો નિયમ ?

વર્તમાન નિયમો અનુસાર, કોઇપણ બેંક જો ડૂબે છે અથવા પોતાને નાદાર જાહેર કરે છે તો તેવામાં બેન્કોમાં જમા લોકોના રૂપિયા ફસાઈ જશે. હાલમાં બેંક જમા રકમ પર દરેક ગ્રાહકને એક લાખ રૂપિયાનો વીમો આપે છે. આ વીમો રીઝર્વ બેન્ક્ની પૂર્ણ સ્વામિત્વવાળી ડિપોઝીટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડીટ ગેરેંટી કોર્પોરેશન આપે છે. તેનો અર્થ એ થયો કે બેંકોના ડૂબવા પર જમા કરનારને ઇન્સ્યોરન્સના એક લાખ રૂપિયા મળે છે. તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમારા ખાતામાં કેટલા રૂપિયા જમા છે. આવતા નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧ થી આ રકમ વધીને પાંચ લાખ રૂપિયા થઇ જશે.

સામાન્યપણે જો કોઈ બેન્કને તકલીફ થાય છે તો તે બેન્કને બીજી કોઈ બેંકમાં મર્જ કરી દેવામાં આવે છે. આ રીતે તેને નવી જિંદગી મળી જાય છે. ગ્રાહકો સુરક્ષિત રહે છે, કારણકે આવામાં નવી બેંક ગ્રાહકોના રૂપિયાની જવાબદારી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *