મોબાઈલ પાણીમાં પલળી જાય તો ચિંતા ના કરશો, અજમાવવો આ ઉપાય..

મોબાઈલ ફોન આપણી સાથે કાયમ રહેતું સાધન છે, તેવામાં ફોનમાં ઘણીવાર પાણી કે કોઈ લિક્વિડ જતું રહે છે, ફોન આવી રીતે બગડતા વ્યક્તિ ઘણો હતાશ થઇ જાય છે, આ સાથે તેમાં રહેલો કામનો ડેટા પણ જતો રહે છે.

જો તમારો ફોન અચાનક પાણીમાં પડી જાય તો શું કરવું ? જો તમે આનો જવાબ ક્યારેય ગુગલ પર ચેક કર્યો હોય તો વાંચ્યું હશે કે તેને ચોખાના ડબ્બામાં મૂકી દેવો. ચોખા બધુજ પાણી શોષી લેશે અને ફોન સારો થઇ જશે. પરંતુ શું આવું સાચેમાં થાય છે ?

ચાલો જાણીએ..

જો તમારો ફોન પાણીમાં ડૂબી જાય તો સૌથી પહેલા કેટલાક પ્રયત્નો કરો :

ફોન સ્વીચ ઓફ કરવો, બેટરી, સિમ, મેમરી કાર્ડ તરત જ નિકાળી દેવા. (ઇનબિલ્ટ બેટરીમાં ફક્ત સિમ જ નિકાળવું )

જો શક્ય હોય તો પેંચ ખોલી દો, એપલ સિવાયના ફોન સામાન્ય સ્ક્રુ ડ્રાઈવરથી ખુલી જાય છે.

ફોનને ડ્રાયર, ફૂંક મારીને કે હવામાં ફેરવીને સુકવવાના પ્રયત્નો ના કરવા, આવું કરવાથી પાણી વધુ અંદર સુધી જતું રહે છે.

ફોનને ટીસ્યુ અથવા સુતરના કપડાથી લુછવો, વેક્યુમ કલીનરથી હવા ખેંચી શકાશે.

ફોનને ચોખા ભરેલા ડબ્બામાં અંદર સુધી દબાવીને રાખવો, ચોખા જેટલા વધુ હોય એટલું સારું.

ચોખા સાથે તમે સિલિકા જેલ પણ મિલાવી શકાય, જો ના મેળવી શકો તો કોઈ વાંધો નહી.

ફોનને ત્રણથી ચાર દિવસ સુધી એમ જ રહેવા દેવો, આઈફોનવાળા લોકોએ વધુ સમય રાખી મુકવો જોઈએ. ત્યારબાદ ફોનને ઓન કરીને જોવો.

ફોન ઓન ના થાય કે લાગે કે હજુ સુધી નથી સુકાયો તો તેને વધુ સમય માટે મૂકી દેવો.

શક્યતાઓ તો રહેશે જ કે તમારો ફોન કામ કરવા લાગશે, જો ઈચ્છો તો ફોનને કોઈ સર્વિસ સેન્ટર પર બતાવીને સંતુષ્ટ થઇ શકો છો કે તે સંપૂર્ણ રીતે સુકાઈ ગયો છે.

આ પદ્ધતિ ઘણી હદ સુધી કામ લાગે તેવી છે જેથી તે અન્ય દોસ્તો સાથે શેયર કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *