૨૪ કલાકમાં મરવાનો હતો પતિ, પત્ની બોલી મારે બાળક જોઈએ છે.. પછી થયું એવું કે જોઇને સૌ કોઈ રહી ગયું દંગ

એક મહિલા માટે લગ્ન પછી તેનો પતિ જ બધું હોય છે. તે તેની સાથે તેનું સુખી જીવન અને પરિવાર આગળ વધારવાનું સ્વપ્ન જોવે છે. પરંતુ ઘણીવાર એવું પણ દુર્ભાગ્ય આવે છે જ્યારે સંતાન થતા જ પહેલા તેના પતિનું મૃત્યુ થઇ જાય છે. આવું જ કંઈક ગુજરાતના વડોદરામાં એક મહિલા સાથે બનવા જઈ રહ્યું હતું.

મહિલાનો પતિ કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી વેન્ટિલેટર પર હતો. તેના ફેફસાં સંપૂર્ણં રીતે ખરાબ થઇ ગયા હતા. ડોકટરોએ પણ હાથ ઉંચા કરી દીધા હતા. તેને બીમાર વ્યક્તિની પત્નીને કહ્યું કે હવે તમારા પતિ પાસે થોડો સમય બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં પત્નીએ તેના પતિની અંતિમ નિશાનીને તેના ગર્ભાશયમાં રાખવાનું નક્કી કર્યું.

Ad

ખરેખર મહિલા ઇચ્છતી હતી કે તેના પતિનું અવસાન થાય તે પહેલાં તે તેના બાળકની માતા બની જાય. આ એક અશક્ય કાર્ય હતું. આ કામ કરવા માટે મહિલા પાસે ફક્ત 24 કલાક જ બાકી રહ્યા હતા. પરંતુ તે પછી મહિલાએ જે કર્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું. ચાલો આ અનોખી લવ સ્ટોરીને વિગતવાર જાણીએ.

આ લવ સ્ટોરીની શરૂઆત આજથી ચાર વર્ષ પહેલાં કેનેડામાં થઈ હતી. અહીં છોકરો અને છોકરી એકબીજાને મળ્યા અને પ્રેમમાં પડ્યા. આ પછી બંનેએ ઑક્ટોબર 2020 ના રોજ લગ્ન કર્યા. લગ્નના ચાર મહિના પછી અચાનક મહિલાના સસરાની તબિયત બગડી ગઈ. આવી સ્થિતિમાં તે પતિ સાથે વડોદરા આવી ગઈ હતી.

અહીં મહિલા અને તેના પતિ સાથે તેના સસરાની સંભાળ રાખવા લાગી હતી. જોકે, આ દરમિયાન મહિલાનો પતિ પણ કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. પતિને સારવાર માટે 10 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત વધુ ખરાબ થવા લાગી. તે બે મહિના સુધી જીવન અને મૃત્યુ માટે સંઘર્ષ કરતો રહ્યો.

તેના ફેફસાંએ લગભગ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડોક્ટરોએ મહિલાને કહ્યું કે તમારા પતિ પાસે હવે ફક્ત ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં મહિલાએ ડોકટરોની સામે એક વિચિત્ર માંગ કરી દીધી. તેણે કહ્યું કે તે તેના પતિનો વીર્ય (સ્પર્મ) ઇચ્છે છે જેથી તે ભવિષ્યમાં તેના બાળકને જન્મ આપી શકે. આ તેના પતિની છેલ્લી નિશાની હશે.

ડોકટરોએ મહિલાના પ્રેમ પ્રત્યે આદર વ્યક્ત કર્યો અને કહ્યું કે મેડિકો લીગલ એક્ટ મુજબ પતિની મંજૂરી લીધા વગર સ્પર્મના નમૂના લઈ શકાતા નથી. આવી સ્થિતિમાં મહિલા ગુજરાત હાઇકોર્ટમાં આજીજી કરવા પહોંચી ગઈ. આ બધું કરવામાં મહિલાના પતિ પાસે હવે ફક્ત 24 કલાક જ બાકી રહી ગયા હતા.

મહિલાએ સોમવારે સાંજે હાઇકોર્ટમાં અરજી કરી અને બીજા દિવસે તાકીદે સુનાવણી કરવાની વિનંતી કરી હતી. આ પછી, જ્યારે આ મામલો હાઇકોર્ટની બે-સભ્યોની બેંચ સમક્ષ પહોંચ્યો ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા, જોકે આશ્ચર્યજનક રીતે તેઓએ મહિલાના હિતમાં માત્ર 15 મિનિટમાં જ મહિલાના હિતમાં ચુકાદો આપી દીધો.

ન્યાયમૂર્તિ આશુતોષ જે. શાસ્ત્રીએ પત્નીની અરજીની તાકીદે સુનાવણી કરી અને કોરોના વાયરસથી ગંભીર રીતે સંક્રમિત મહિલાના પતિના નમૂનાઓ ‘આઇવીએફ સહાયિત પ્રજનન તકનીક (એઆરટી)’ પ્રક્રિયા માટે એકત્રિત કરવા નિર્દેશ આપ્યો હતો. અદાલતે માનવતાવાદીના આધારે આ નિર્ણય ઝડપથી આપ્યો હતો. બીજી તરફ મહિલાના આ નિર્ણયને સાસુ-સાસુરે પણ સાથ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *