રાજ કુન્દ્રા કેસ: જાણો કઈ હતી તે એપ, જેનાથી લોકોના મોબાઈલ સુધી પહોંચતી હતી પોર્ન મુવીઝ..

બિઝનેસમેન કે જેઓ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમની માલિકી ધરાવતા હતા તેવા પ્રખ્યાત વ્યાપારી અને ઉદ્યોગપતિ કહેવાતા રાજ કુન્દ્રાની પોર્ન મુવી બનાવવાના કેસમાં ધરપકડ થઇ છે. આ મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. કેનરીન નામની કંપની, વી ટ્રાન્સફર પ્લેટફોર્મ અને હોતશોટ્સ જેવી એપનું નામ સામે આવ્યું છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર કુન્દ્રાએ પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઠથી દસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કુન્દ્રાએ બ્રિટનમાં રહેતા તેના ભાઈની સાથે કેનરીન નામની કંપની બનાવી હતી. પોર્ન વિડીયોને હોટશોટ્સની સાથે બીજી એપ પર પેઈડ સબસ્ક્રિપ્શન સાથે વેચવામાં આવી હતી. તો આવો આ એપ વિશે થોડું ઊંડાણપૂર્વક વધુમાં જાણીએ.

Ad

પોર્ન ફિલ્મોના મામલે જે હોતશોટ્સ એપનું નામ સામે આવ્યું છે, તેનું પૂરું નામ હોટશોટ્સ ડીજીટલ એન્ટરટેનમેન્ટ છે. આ એપને કેનરિન લિમિટેડે તૈયાર કર્યું છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર, એપલ સ્ટોર કે બીજી કોઈ ઓથેન્ટિક એપ સ્ટોર પર નથી રહેલી. જ્યાં સુધી એપના કન્ટેન્ટની વાત છે, તો તેના પર પોર્ન કન્ટેન્ટ જ રહેલું છે. તેના પર પોર્ન વેબ સિરીઝથી લઈને પોર્ન મુવી બતાવવામાં આવે છે. એપ પર તેમનું એક્સક્લુઝિવ કન્ટેન્ટ, લાઈવ શો, હોટશોટ્સ લાઈવ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. એપમાં એક મિલિયન એટલે કે દસ લાખથી પણ વધારે યુઝર્સ રહેલા છે.

શું છે WeTransfer?: આ એક ઓનલાઈન સર્વિસ છે. તેના દ્વારા તમે કેટલીય પણ સંખ્યામાં લોકોને મફતમાં બે જીબી ડેટા મોકલી શકો છો. આ પ્લેટફોર્મ સાધારણ ઇન્ટરફેસની મદદથી તમારા સહયોગીઓ અને મિત્રોની સાથે ઘણી સરળતા અને અત્યંત કુશળતાની સાથે ફાઈલ  અને ડોક્યુમેન્ટ શેર કરી શકો છો. ત્યાં સુધી કે આ રિસીપીએંટને એક્સેસ અને ફાઈલને ડાઉનલોડ કરવા માટે બે અઠવાડિયા વિન્ડોની સુવિધા આપે છે.

કેવી રીતે મોકલાય છે ફાઈલ? WeTransfer નો ઉપયોગ કરવો ઘણો સરળ છે. તેની સાઈટ પર જવું, જે ફાઈલને તમે મોકલવા માંગતા હોવ તેને સિલેક્ટ કરવી, તમારા રીસીપીએન્તટનું ઈ મેઈલ એડ્રેસ નાખવું અને ટ્રાન્સફર પર ક્લિક કરવું, આટલી આસાન પદ્ધતિ હતી કે જેનો ઉપયોગ રાજ કુન્દ્રા પોર્ન ટ્રાન્સફર કરવા કરતો હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર શૂટિંગ પૂર્ણ થયા બાદ પોર્ન ફિલ્મોનો વીડિયો ઉમેશને મોકલવામાં આવતો હતો. ઉમેશ તે વીડિયોને લંડનમાં જે કંપનીને મોકલતો હતો, તે કથિત રીતે રાજ કુંદ્રાની નજીકની જ કોઈ છે. ઉમેશ પોર્ન ફિલ્મોને સત્તાવાર ઇમેઇલ આઈડી દ્વારા લંડનમાં મેલ દ્વારા મોકલતો હતો. તે પછી આ ફિલ્મો જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવતી હતી. એવું કહેવામાં આવે છે કે રાજ કુંદ્રાની કંપની સાથે સંકળાયેલા ઉમેશનું અસલી કામગીરી કો-ઓર્ડીનેટરનું હતું.

પેમેન્ટ પણ તેના દ્વારા જ મળતું હતું. ક્રાઇમ બ્રાન્ચને ઓછામાં ઓછી ત્રણ ડઝન આવી અશ્લીલ ફિલ્મોના પુરાવા મળ્યા હતા, જેને ઉમેશના મેઇલ દ્વારા લંડન મોકલવામાં આવી હતી. ઉમેશને કુંદ્રાની કંપનીમાં ઘણો મોટો પગાર પણ મળતો હતો. આ કેસમાં અભિનેત્રી ગહના વશિષ્ઠ સહિત લગભગ એક ડઝન જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

રાજ કુંદ્રા સામે આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ રાજ કુંદ્રા વિરુદ્ધ મજબૂત પુરાવા છે. એફઆઈઆર (FIR) મુજબ આ કેસમાં રાજ કુંદ્રાનું નામ પોલીસની સામે શર્લિન ચોપડાએ લીધું હતું. ત્યારથી રાજ કુંદ્રા ક્રાઇમ બ્રાંચના નિશાના પર હતો.

કેવી રીતે બહાર આવ્યું સોફ્ટ પોર્નોગ્રાફીનું રહસ્ય: પોલીસના જણાવ્યા અનુસાર ઉમેશ કામથે (Umesh Kamath) નવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પર ફિલ્માવેલ વીડિયોને પણ એપ્લિકેશન બેઝ વેબસાઇટ પર અપલોડ કર્યા હતા. પોલીસનું એ પણ કહેવું છે કે, અત્યાર સુધીમાં 90 થી વધુ પોર્ન વીડિયો શૂટ કરવામાં આવ્યા છે અને એટલા જ અપલોડ પણ કરવામાં આવ્યા છે.

સોફ્ટ પોર્નોગ્રાફીની આ આખી રમત પહેલીવાર ત્યારે સામે આવી હતી જ્યારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે અભિનેત્રી ગહના વશિષ્ઠ (Gehana Vasisth) ની અટકાયત કરવામાં આવી હતી. ગહના વશિષ્ઠની ધરપકડ થયા પછી આ કેસના સ્તરો ધીરે ધીરે ખુલવા લાગ્યા અને હવે રાજ કુન્દ્ર આ રહસ્યમાં સામે આવ્યા છે. જેને મુખ્ય આરોપી માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *