એક રાતમાં આટલી વખત કરવું જોઈએ સેક્સ, સ્વાસ્થ્ય અને પાર્ટનર માટે રહેશે બેસ્ટ

મહિલા હોય કે પુરુષ, બન્નેની જીંદગીમાં સહવાસનું ઘણું મહત્વ છે. ઘણા લોકોના મનમાં તે સવાલ જરૂરથી આવતો હશે કે સેક્સ ક્યારે અને કેટલીવાર કરવું જોઈએ? સેક્સને લઈને ઘણા પ્રકારના જુઠ્ઠાણા ફેલાયેલા છે. આ એક એવો ટોપિક છે જેના પર લોકો ખુલીને વાતચીત નથી કરતા જેના લીધે ઘણા પ્રકારના મિથક બની જાય છે. ઘણા લોકો તેવું પણ વિચારે છે કે એક રાતમાં કેટલી વખત સેક્સ કરવું જોઈએ, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર ના પડે.

ઘણા લોકો એવું વિચારે છે કે સેક્સ કરવાથી તેની અસર સ્વાસ્થ્ય પર નકારાત્મક પડે છે. જો કે તે સાચું નથી. સેક્સ એક એવી ક્રિયા છે જે જરૂરી હોય છે. શારીરિક સબંધ બનાવવા પણ એક પ્રકારની એકસરસાઈઝ જ કહેવાય છે. સેક્સ શારીરિક અને માનસિક રીતે સારું હોય છે. જો કે કોઇપણ વસ્તુની અતિ નુકસાનકારક જ હોય છે. તો આવો જાણીએ કે તમે એક રાતમાં કેટલી વાર સેક્સ કરી શકો છો.

હકીકતમાં તો તે તમારા સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. જેવું કે સૌ જાણે છે કે સૌ કોઈનું સ્વાસ્થ્ય એક જ પ્રકારનું નથી હોતું, પરંતુ તે અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ઘણું સારું હોય છે, તો કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય એટલું સારું નથી હોતું. ઘણીવાર એવું પણ થાય છે કે પુરુષ એકવાર સેક્સ કરવા પર જ ખુબ થાકી જાય છે તેવામાં તેમણે બીજીવાર સેક્સ ના કરવું જોઈએ કારણકે તેનાથી તેઓ ઘણા વધારે થાકી શકે છે અને તેની સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

ઘણી મહિલાઓ એકવાર સેક્સ કરવા પર સંતુષ્ટ નથી થઇ શકતી, તો તે બે-ત્રણ વખત શારીરિક સબંધ બનાવવાની ઇચ્છા રાખે છે. તેવા સમયે પુરુષ વિચારે છે કે અમારે રાત્રે કેટલીવાર સેક્સ કરવું જોઈએ કે જેથી તેમની પાર્ટનર સંતુષ્ટ થઇ જાય. એવું ક્યાય નથી લખેલું કે એક રાતમાં પુરુષ કેટલીય વખત સેક્સ કરે, પરંતુ અહી જરૂરી તે છે કે તમે તેને ઇન્જોય કરો.

Advertisements

જો કે તમે એક રાતમાં કેટલી વાર સેક્સ કરો તે તમારા ડોક્ટરને પૂછી શકો છો, કારણકે તમારા ડોક્ટર તમારી તબિયત અનુસાર તમને બધું જ કહી શકે છે. ઘણા લોકોને અસ્થમા જેવી બીમારી હોય છે તો તેવા લોકોને જલ્દી થાક લાગી જાય. તેવા લોકોને પોતાની તબિયત અનુસાર જ સેક્સ કરવું જોઈએ. જો તેઓ પોતાના સ્વાસ્થ્યના હિસાબથી સેક્સ નથી કરતા તો તેમને ઘણી તકલીફો પડી શકે છે, એટલે તમે તમારા ડોક્ટરને પણ આ અંગે સલાહ માંગી શકો છો કે તમે રાતમાં કેટલીવાર સેક્સ કરો?

આ અંગે એક નિષ્ણાંત કહે છે કે એક રાતમાં કેટલીવાર સેક્સ કરવું જોઈએ તેની નિશ્ચિત સંખ્યા નથી. લગ્નના શરૂઆતના દિવસ બાદના મહિનાઓ કરતા વધારે સેક્સ કરે છે. મારી સલાહ તો તે જ છે કે તમે બન્ને પોતાની ઈચ્છા, સેક્સ્યુઅલ અરાઉજલ એટલે કે ઉત્તેજનાના આધારે અને તમારી ટાઈમિંગના આધારે સેક્સ કરો.

Advertisements

ઘણા વિશેષજ્ઞોનું તેવું માનવું છે કે કોઇપણ વ્યક્તિની કામેચ્છા તેની ઉંમર અનુસાર હોય છે. જો કોઈ વ્યક્તિ ૨૦ વર્ષનો છે અને કોઈ ૫૦ વર્ષનો છે તો બન્નેમાં કામેચ્છા અલગ અલગ હશે. સાથે જ એક સાધારણ ૨૦ વર્ષનો વ્યક્તિ સાધારણ ૫૦ વર્ષના વ્યક્તિ કરતા વધારે વખત સેક્સ કરી શકે છે. કેટલાક અભ્યાસોમાં જાણવામાં આવ્યું છે કે જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ કપલ સેક્સ પહેલા કરતા ઓછુ કરી દે છે. લગ્નના શરૂઆતના દિવસોમાં લોકો વધારે સેક્સ કરે છે પરંતુ બાદમાં લોકો મોટાભાગે અઠવાડિયામાં બે થી ચાર વખત સેક્સ કરવું પસંદ કરે છે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *