ગુરુ- શુક્રનો સમસપ્તક યોગ, આ ૬ રાશિને બનાવવા જઈ રહ્યો છે માલામાલ.. જાણો

શુક્ર ગ્રહ રવિવાર, ૧ ઓગસ્ટે મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સામાન્યપણે આ ગ્રહનું રાશિ પરિવર્તન ૨૩ દિવસમાં થાય છે, પરંતુ ૨૮ માર્ચ ૨૦૨૦ થી આ ગ્રહ વૃષભ રાશિમાં જ હતો. એટલે શુક્ર ગ્રહ લગભગ ચાર મહિના બાદ રાશિ બદલવા જઈ રહ્યો છે. ગુરુ- શુક્રના એકબીજાથી સાતમી રાશિમાં આવવાથી સમસપ્તક યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષવિદ કરિશ્મા કૌશિકનું કહેવું છે કે શુક્ર ગ્રહનું આ રાશિ પરિવર્તન ૬ રાશિઓને ધન લાભ આપશે.

મેષ: મેષ રાશિના ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર થઇ રહ્યું છે. તેમાં મેષ રાશિના જાતકોનું પરાક્રમ વધશે. ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દુર થશે. ભાઈ-બહેન સાથેના સબંધોમાં મધુરતા આવશે. ચીડિયાપણું દુર થશે. નોકરી અને વેપારની સમસ્યાઓ પણ આ સમયે દુર થઇ શકે છે. હનુમાન ચાલીસા વાંચવા અને હનુમાનજીને સફેદ પુષ્પ અર્પિત કરવાથી લાભ થશે.

વૃષભ: વૃષભ રાશિના બીજા ભાવમાં શુક્ર આવી રહ્યો છે. બીજો ભાવ વાણીનો કારક છે. ગૃહ કલેશ દુર થશે. દોસ્તો અને સબંધીઓ સાથે સબંધમાં મધુરતા આવશે. દેવા અને ખર્ચાથી મુક્તિ મળશે. વેપારમાં આવી રહેલી સમસ્યાઓ દુર થશે. સફેદ વસ્તુઓનું દાન જેમ કે ખાંડ, ચોખા અથવા દૂધનું દાન કરવાથી લાભ મળશે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે કારકિર્દીના હિસાબથી આ ગોચર ઘણું ફળદાયી રહેશે. શત્રુ પરાસ્ત થશે. અવિવાહીતોના વિવાહ થશે. ધન લાભના પણ યોગ બની રહ્યા છે. સંતાન સુખ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી જીવનમાં પણ સારા પરિણામ પ્રાપ્ત થશે. સ્ત્રીથી લાભ મળશે. કલાના ક્ષેત્રમાં કામ કરી રહેલા વ્યક્તિઓને વિશેષ લાભ મળશે.

કર્ક: કર્ક રાશિના જાતકોના વ્યવહારમાં ચીડિયાપણું હોવાથી છેલ્લા ઘણા સમયથી જે નુકસાન થઇ રહ્યું હતું, તે હવે દુર થઇ શકે છે. ઘરમાં સુખનું નિવાસ થશે. જીવનસાથીનો સહયોગ મળશે. અવિવાહીતોના વિવાહના યોગ બનશે. ફેશનના મામલે ખર્ચા વધી શકે છે.

સિંહ: સિંહ રાશિના જાતકોને કાર્યોમાં સફળતા મળશે. પ્રેમ સબંધ સફળ થશે. જીવનસાથીનો સહયોગ મળશે. પદ- પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મનમાં ચાલી રહેલી ઈચ્છાઓ આ સમયે પૂરી થઇ શકે છે.

કન્યા: કન્યા રાશિના જાતકોને આ ગોચર બાદ થોડી તકલીફો થઇ શકે છે. કન્યા રાશિના જાતકોને શુક્રના ગોચર અનુસાર શારીરિક કષ્ટ થઇ શકે છે. માનસિક ચિંતામાં વૃદ્ધિ થશે. વ્યર્થ ધન હાનિ થશે. કાર્યક્ષેત્રમાં સંકટ આવશે. શત્રુ પ્રભાવી થશે. સ્ત્રી જાતિથી કષ્ટ થશે. લોકો સાથે વગર કારણે વિવાદ વધશે.

તુલા: તુલા રાશિના જાતકો માટે આ ગોચર ઘણું લાભદાયક સિદ્ધ થવાનું છે. શુક્ર તમારા ભાગ્ય સ્થાન એટલે કે નવમાં ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. નવમાં ભાવમાં શુક્ર આવતા જ તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થવાના શરુ થઇ જશે. અટકેલા ધનની પ્રાપ્તિ થશે. વ્યક્તિગત જિંદગીની સમસ્યાઓ દુર થશે. બિઝનેસ પાર્ટનર સાથે સબંધોમાં સુધારો આવશે. દૂધ, મીસરી, ખાંડ અથવા દહીનું દાન આપવાથી લાભ થશે.

વૃશ્વિક: શુક્રના રાશિ પરિવર્તન બાદ વૃશ્વિક રાશિના જાતકોને સંકટોથી મુક્તિ મળશે. ધનની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ખર્ચામાં ઝડપથી વધારો થશે. સબંધીઓથી લાભ થઇ શકે છે. પ્રેમ સબંધ સફળ થશે. જીવનસાથીનો સહકાર મળશે. માનસિક ચિંતાઓ નહીં રહે. નોકરીમાં ચાલી રહેલી તકલીફો દુર થઇ શકશે.

ધન: ધન રાશિના જાતકો માટે પણ આ રાશિ પરિવર્તન ઘણું કલ્યાણકારી રહેશે. શુક્ર ધન રાશિના સાતમાં ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન ના માત્ર તમને ધન લાભ મળશે, પરંતુ વિવાહ, પ્રેમ અને પત્નીથી જોડાયેલા મામલે ઘણો લાભ થશે. ધન રાશિમાં ગુરુની સાથે શુક્રની યુતિ આવક વધારશે. માનસિક તણાવથી પણ મુક્તિ મળશે.

મકર: મકર રાશિના જાતકોને શુક્રના ગોચર બાદ શત્રુઓથી સંભાળીને રહેવું પડશે. શત્રુ પ્રભાવી થશે. ભાગીદારીથી હાનિ થશે, જીવનસાથી જોડે મતભેદ થશે.  દુર્ઘટનાગ્રસ્ત થવાની શક્યતા છે. માનસિક તણાવ વધશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. દામ્પત્ય સુખની હાનિ થશે. પ્રેમ સબંધ અસફળ થશે.

કુંભ: શુક્રના આ ગોચર બાદ કુંભ રાશિના જાતકોને પુત્રથી લાભ થઇ શકે છે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. શત્રુ પરાજીત થશે. સંતાન પ્રાપ્તિના યોગ બનશે, પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે. પ્રેમ સબંધ સફળ થશે. જીવનસાથીનો સહયોગ મળશે. પર્યટનના અવસર પ્રાપ્ત થશે. ભૂમિ, ભવન, વાહન ખરીદવાના યોગ બનશે.

મીન: મીન રાશિના ચોથા ઘરમાં શુક્ર ગ્રહનો પ્રવેશ થશે, જે સુખો સ્થાન માનવામાં આવે છે. વાહન કે જમીનની ખરીદી માટે આ સમય ઘણો શુભ રહેશે. આ દરમિયાન કરવામાં આવેલું રોકાણ લાંબા સમય સુધી લાભ આપશે. સુખોની પ્રાપ્તિ થશે. ખર્ચા ઓછા થશે. દેવાથી મુક્તિ મળશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *