ઘર છોડીને ભાગી રહી હતી છોકરી, ત્યારે જ ફરિશ્તો બનીને આવ્યો રીક્ષાવાળો, પછી થયું એવું કે કોઈ વિચારી પણ ના શકે

મિત્રો આજના જમાનામાં જેને જુઓ તે સ્વાર્થી હોય છે. બીજાના જીવનમાં દુખ- તકલીફો ચાલી રહી હોય તો કોઈને તેનાથી કઈ જ લેવાદેવા નથી હોતા. તેમ છતાં તેવા પણ લોકો છે જે બીજાના દુખ નથી જોઈ શકતા અને વગર કોઈ સ્વાર્થે તેમની મદદ પણ કરી દે છે.

આવો જ એક મદદગાર દિલ્લીમાં જોવા મળ્યો જેણે ઘરેથી ભાગેલી એક જુવાન દીકરીની જિંદગી બરબાદ થવાથી બચાવી લીધી. આવો જાણીએ શું છે સમગ્ર બાબત..

ફેસબુક ફ્રેન્ડ માટે છોકરીએ છોડ્યું ઘર

આજનો યુવા ફેસબુક પર વધારે પડતો જ એક્ટીવ રહે છે. તેવામાં તેમને સોશિયલ મીડિયા થકી નવા મિત્રો પણ બની જાય છે. ઘણીવાર તો નાસમજ યુવાનો કેટલાક મહિનાની મિત્રતામાં મોત અમોતા પગલા ભરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો દિલ્લીમાં જોવા મળ્યો છે.

જ્યાં એક ૨૪ વર્ષીય છોકરીના ફેસબુક પર કેટલાક દિવસની ચેટ બાદ એક યુવક સાથે ઊંડી મિત્રતા થઇ ગઈ હતી. જયારે છોકરીના ઘરવાળાઓને તેની ખબર પડી તો ઝગડો થયો.

ત્યારબાદ છોકરીએ તે મિત્ર માટે ઘર છોડવા જેવો મોટો નિર્ણય લઇ લીધો. તે ૨૪ વર્ષીય છોકરી ગુસ્સામાં તેનો બધો જ સામાન પેક કરીને ઘર છોડીને જતી રહી.

ઓટોવાળાને આ કારણથી ગઈ શંકા

તી જસ્સી નામના એક ઓટો ડ્રાઈવર સાંજના સમયે બંગલા સાહિબ ગુરુદ્વારા પાસે મુસાફરોની રાહ જોઇને બેઠો હતો. તેવામાં ઘરથી ભાગેલી આ ૨૪ વર્ષીય છોકરી જસ્સીની ઓટોમાં બેસી ગઈ.

છોકરી પાસે ૨-૩ બેગ્સ હતી. તેણે રીક્ષાવાળાને કહ્યું કે કોઈ સારી હોટલે ચાલો, છોકરી ઘણી પરેશાન હતી એટલે ઓટો રીક્ષાવાળાને શંકા ગઈ અને પછી તેણે ફેરવી ફેરવીને પૂછ્યું કે મેડમ હોટલમાં તો આઈડી પ્રૂફ જોઈએ, તમારી પાસે છે ખરું?

Advertisements

તેના પર છોકરીએ ઓટો રીક્ષાવાળાને તેનું આધાર કાર્ડ બતાવ્યું. છોકરીના આધાર કાર્ડ પર દિલ્લીનું જ સરનામું લખ્યું હતું. તેના પર રીક્ષાવાળો વિચારવા લાગ્યો કે દિલ્લીની રહેનારી છોકરીએ હોટલમાં રોકાવાની શું જરૂર પડી ગઈ?

છોકરીને બહેન બનાવીને કરી મદદ

રીક્ષાવાળાએ છોકરીને કહ્યું કે તમે મારી નાની બહેન સમાન છો, એટલે તમને કોઈ તકલીફ હોય તો મને કહો. તેના પર છોકરીએ કહ્યું કે તે ગુસ્સામાં તેનું ઘર છોડીને નીકળી ગઈ છે.

હવે ફેસબુક પર મળેલા એક દોસ્તને ત્યાં જઈ રહી છે. તો તેની સાથે જ ત્યાં રહેશે અને નોકરી પણ કરશે. આ બધું સાંભળીને રીક્ષાચાલક સમજી ગયો કે વાત ગંભીર છે અને હ્ચોકરી ત્યાં જશે તો કઈ તકલીફ થઇ શકે છે.

એટલે તેણે પોતાની રીક્ષા સીધી જ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં જ લઇ લીધી અને ત્યાં જઈને પોલીસને આખી વાત જણાવી અને છોકરીને તેમને સોંપી દીધી.

કાઉન્સીલીંગ બાદ માની છોકરી

સંસદ માર્ગના પોલીસ અધિકાર વેદ પ્રકાશ રાયે છોકરીની કાઉન્સીલીંગ કરી અને તેને આ વિષય પર વિચારવા કહ્યું. તેમણે કહ્યું કે કોઇપણ પ્રકારે ઘણીવાર લોકો ફેસબુક પર પ્રેમ અને નોકરીની લાલચ આપીને છોકરીઓને ફસાવે છે.

ત્યારબાદ યુવતીના ઘરવાળાઓને પણ ત્યાં બોલાવવામાં આવ્યા. તે લોકોએ છોકરીને ઘણી સમજાવી. અંતે છોકરી પોતાના પરિજનો સાથે જતી રહી.

Advertisements

તેના પછીના દિવસે ઓટોરીક્ષા ચાલક યુવતીની માહિતી મેળવવા પોલીસ સ્ટેશન ગયો. ત્યાં તેને ખબર પડી કે યુવતી ઘરે પાછી જતી રહી છે. સાથે જ પરિજનોનું કહેવું છે કે હવે યુવતીનો વ્યવહાર પહેલા કરતા સુધરી ગયો છે. એક સમજદાર રીક્ષાચાલકના કારણે યુવતીની જિંદગી બરબાદ થતા બચી ગઈ.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *