સારી સેક્સ લાઈફ માટે જાણી લો આ પ્રાચીન નિયમો, ક્યારેય નહીં થાય કોઈ પરેશાની…

શારીરિક સંબંધો બનાવવા એ લોકોની જરૂરિયાતોમાંથી એક છે. તે સ્વાસ્થ્યની સાથે સાથે વૈવાહિક સંબંધને પણ મજબૂત બનાવે છે.આજના જમાનાને ભલે મોર્ડન કહેવાતો હોય,પણ લોકો સેક્સના મુદ્દા પર ખુલીને વાત કરવામાં આજે પણ અચકાય છે.

Ad

માહિતીના અભાવને કારણે,લોકોની પર્સનલ લાઈફમાં વિવિધ સમસ્યાઓનો આવે છે.દરેક વ્યક્તિ પોતાની સેક્સ લાઇફને લઈને પરેશાન હોય છે.

તે જ સમયે,પ્રાચીન સમયમાં શારીરિક સંબંધો બનાવવાની પ્રક્રિયાને ખૂબ પવિત્ર માનવામાં આવતી હતી.તે સમયના લોકો વધુ મુક્ત વિચારધારા ધરાવતા હતા અને સેક્સને લગતી દરેક સમસ્યા પર મુક્તપણે બોલતા હતા.

નોંધપાત્ર વાત એ છે કે,સેક્સ જેવા વિષય પરનો પહેલો ગ્રંથ ‘કામસૂત્ર’ એ ભારતની જ ભેટ છે, જે બીજી સદીમાં આચાર્ય વાત્સ્યાયને લખ્યો હતો.

સહવાસ ફક્ત સેક્સના સંતોષ માટે જ કરવામાં આવતો ન હતો. લોકો તેની સાથે સંકળાયેલા કડક નિયમોનું પાલન કરતા હતા.

હા, પ્રાચીન સમયમાં પતિ-પત્ની સેક્સ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરતા હતા, જેથી તેઓ કોઈ પણ પ્રકારના રોગ અને પરેશાનીથી સુરક્ષિત અને દૂર રહે.

ચાલો જાણીએ પ્રાચીન સમયમાં સેક્સ દરમિયાન લોકો કેવી શિસ્ત અને ક્યા નિયમોનું પાલન કરતા હતા.જેને તમારે આજે પણ ધ્યાનમાં રાખવા જોઈએ.

અનૈતિક સંબંધોની મનાઈ

પ્રાચીન સમયમાં,પોતાના પતિ અથવા પત્ની સિવાય બીજા કોઈ સાથે શારીરિક સંબંધ બાંધવાની મનાઈ હતી.આને અનૈતિક કૃત્ય માનવામાં આવતું હતું.આ નિયમ તોડનાર વ્યક્તિને,જીવનભર પસ્તાવો કરવો પડતો હતો.

આ સ્થળોએ ક્યારેય ન કરવું સેક્સ

પ્રાચીન સમયમાં,સેક્સ માટે સ્થાનને લગતા કેટલાક નિયમો હતા.કોઈએ સ્મશાન,પવિત્ર ઝાડ, ગુરુકુળ,હોસ્પિટલો,પવિત્ર અને ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ શારીરિક સંબંધો રાખવાનું ટાળવું જોઈએ.આ નિયમનું પાલન ન કરવાથી,વ્યક્તિ રોગોથી ઘેરાય છે.

માસિકધર્મ સાથે સંબંધિત નિયમો

પ્રાચીન કાળથી,એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓએ તેમના પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ ન બનવવા જોઈએ,નહીં તો પુરુષ કોઈ રોગથી પરેશાન થઈ શકે છે.

માસિકધર્મના પહેલા ચાર દિવસ તો તેનો વિચાર પણ કરશો નહીં.પીરિયડ્સના પાંચમા, છઠ્ઠા,ચૌદમા અને સોળમા દિવસે સેક્સ કરવું યોગ્ય છે.

સ્વચ્છતાને લગતા નિયમો

શારીરિક સંબંધ બનાવતા પહેલા તૈયારીઓ પણ કરવામાં આવી હતી.સ્ત્રી અને પુરુષ બંને તેમના જનનાંગોને સારી રીતે સાફ કરતા હતા.આ માટે,તેઓ સેક્સ પહેલાં સ્નાન કરવું યોગ્ય માનતા હતા.

શરીર પર કપડાં હોવા જ જોઈએ

એવી સલાહ આપવામાં આવે છે કે પુરુષ અને સ્ત્રી બંનેએ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં શારીરિક સંબંધો ન બનાવવા જોઈએ.તેઓએ તેમના શરીર પર ચોક્કસપણે કોઈ ચાદર અથવા કાપડ રાખવુ જોઈએ.

આની પાછળનું કારણ એ છે કે કોઈ પણ દુર્ઘટના અથવા બે માંથી કોઈના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં શરીર કપડા વગરનું રહેશે નહીં.

કામશાસ્ત્રનું જ્ઞાન જરૂરી

પ્રાચીન સમયમાં,પુરુષ અને સ્ત્રી બંનેને કામશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી માનવામાં આવતું હતું. આચાર્ય વાત્સ્યાયન અનુસાર કામશાસ્ત્રનું જ્ઞાન હોવાથી,પતિ-પત્ની વચ્ચે સેક્સ લાઇફ સારી રહે છે,જે તેમના લગ્ન જીવનને સુખદ બનાવે છે.

ગર્ભાવસ્થાને લગતા નિયમો

સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે દંપતીએ સંભોગ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો અપંગ બાળક પેદા થવાનું જોખમ રહે છે.

સમય સંબંધિત નિયમો

મહિલાઓ અને પુરુષોએ સવારે અને સાંજે પૂજા સમયે અને દિવસ દરમિયાન જાતીય સંભોગને ટાળવો જોઈએ અને આનો ઉલ્લેખ બહ્મ વૈવર્ત પુરાણમાં કરવામાં આવ્યો છે.

સૂર્યાસ્ત,સૂર્યોદય,ગ્રહણ,મૃત્યુ, શ્રાવસ માસ,શ્રાદ્ધ,અમાસ,નક્ષત્ર, ભદ્ર,દિવાકાળ માં પણ શારીરિક સંબંધ બાંધવા જોઈએ નહીં.આમ કરવાથી,વ્યક્તિએ કરેલ પુણ્યોનો નાશ થાય છે.

સેક્સ માટે આ સમય યોગ્ય

સેક્સને લઈને સૌથી યોગ્ય સમય વિશે હંમેશાં ચર્ચા થતી જ હોય છે પ્રાચીન નિયમો અનુસાર રાત્રે પહેલાં પહોરમાં સેક્સ કરવુ વધુ હિતાવહ છે.

એવું માનવામાં આવે છે કે મધ્યરાત્રિમાં બનાવેલો સંબંધ ચંડાલનો હોય છે અને તેનાથી જન્મેલ બાળક રાક્ષસી વૃત્તિનો હોઈ શકે છે.

પાર્ટનરની સંમતિ

જૂના સમયમાં,જીવનસાથીની ઇચ્છા અને સંમતિને મહત્વ આપવામાં આવતું હતું.જો પાર્ટનરને સેક્સ માણવાનું મન નથી અથવા તો તે ઉદાસ છે,તો આવી સ્થિતિમાં,કોઈપણ પ્રકારની બળજબરીને ગુનો માનવામાં આવતો હતો.

(બધા ફોટો પ્રતિકાત્મક છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *