પાક સારો થયો પરંતુ લોકડાઉને આ ખેડૂતોનું બધું જ બરબાદ કરી દીધું

કોરોના સામેની લડાઈ જીતવા માટે દેશ ૨૧ દિવસ સુધી લોકડાઉન છે. બધું જ જાણે કે રોકાઈ ગયું છે. જે જ્યાં છે ત્યાં જ રોકાઈ ગયું છે. લોકડાઉનની અસર ઘણા ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. તેનાથી ખેડૂતો પણ પ્રભાવિત છે. એક તરફ જ્યાં શાકભાજીઓના ભાવો વધી રહ્યા છે, ત્યાં બીજીતરફ તેનો લાભ ખેડૂતોને નથી મળી રહ્યો. નોબત એ આવી ગઈ છે કે ખેડૂતોને પોતાનો પાક જાનવરોને ખવડાવવો પડી રહ્યો છે કે રસ્તા પર ફેંકવો પડી રહ્યો છે

આંધ્ર પ્રદેશમાં ટામેટા, મરચા અને કેળાના ખેડૂતો ખરાબ રીતે પ્રભાવિત છે. ખેડૂતોને પોતાનો પાક ખરીદનાર નથી મળી રહ્યા. ચિત્તૂર જીલ્લાના પલામનેરુ ક્ષેત્રમાં લોકડાઉનના કારણે ટામેટા જાનવરોને ખવડાવવા પડી રહ્યા છે.

જો કે, લોકડાઉનમાં ખેડૂતોને છૂટ આપવામાં આવી છે. આંધ્ર પ્રદેશથી ખેડૂતો એપીએમસી સુધી પોતાની ઉપજ લઈને જઈ રહ્યા છે પણ ખરીદદાર નથી મળતા એટલે નિરાશા જ મળી રહી છે. આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ટામેટાનું બમ્પર ઉત્પાદન થયું પરંતુ તેનાથી પહેલા કે ખેડૂતો ખુશ થાય, દેશ લોકડાઉન થઇ ગયો. અને હવે બધું જ બરબાદ થઇ રહ્યું છે.

ટામેટા અને કેળાની લાઈફ આમેય ઓછી હોય છે. એ જલ્દી ખરાબ થવા લાગતા હોય છે. કેટલાક ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ પહોંચી ગયા હતા. ગાડીઓમાં તેમનો પાક ભરેલો છે, પરતું ખરીદવા માટે કોઈ નથી આવી રહ્યું. ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે તેમનો પાક ખરીદી લે. ખેડૂતો ઈચ્છે છે કે તેમના માટે સ્પેશિયલ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે.

આ જ રીતે પડોશી જિલ્લા કડપ્પામાં કેળાના ખેડૂત રસ્તાના નાકે ફળોથી ભરેલા ટ્રકને ફેંકવા માટે મજબુર છે. ખેડૂતો એ આરોપ પણ લગાવી રહ્યા છે કે પોલીસ તેમની ગાડીઓને માર્કેટ સુધી નથી પહોંચવા દઈ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *