સેક્સ કર્યા પછી ફરી તરત જ સેક્સ કરવાની ઈચ્છા થઇ જાય છે.. કારણ કે

ઘણી સેક્સ સમસ્યાઓ એવી હોય છે જે અજબ ગજબ લાગતી હોય છે, માની લેવી અને સમજવી અઘરી થઇ જતી હોય છે. લોકોને કેવા કેવા અનુભવો અને પ્રશ્નો થતા હોય છે તે જાણીને જ નવાઈ પામી જતા હોઈએ છીએ, આ બાબત પણ જો કે એવી છે કે તેમાં આડેધડ કોઈ પ્રયોગ પણ ના કરાય અને મૂંઝવણનો સચોટ ઉપાય પણ જાણી લેવો પડે.

સેક્સ કર્યા બાદ કેમ થોડી વારમાં જ ફરીથી સેક્સ કરવાની ઈચ્છા થાય છે? આ પણ એક મોટો પ્રશ્ન તથા ઘણા લોકોને તેનો ઉકેલ તથા કારણ જાણવાની જીજ્ઞાસા રહે છે. તો તેની હકીકતમાં જઈએ તો સેક્સ દરમિયાન માત્ર શારીરિક નહીં પણ ઈમોશનલ એટલે કે લાગણીનો અનુભવ પણ વધુ પ્રમાણમાં હોય છે.

Ad

જ્યારે આપણા શરીરને કોઈ કામથી સંતોષ મળે ત્યારે મગજને તેના સંકેતો મોકલે છે. આ રીતે વધુ વખત ગમતું અને સંતોષ આપતું કામ કરવાની ઈચ્છા ફરી ફરીને થયા કરે છે. સેક્સ દરમિયાન એ પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય છે કે જેનાથી આપણને દરેક પ્રકારે આનંદ મળે છે, ચાહે તો માનસિક હોય કે શારીરિક હોય અને સેક્સ વારંવાર કરવાની ઈચ્છા થાય છે.

જો તમારા પાર્ટનરને પણ સેક્સ દરમિયાન ખુબજ આનંદ આવતો હોય તો તેનાથી તમારી ખુશીમાં બમણો વધારો થતો હોય છે. આ કારણે સેક્સ કર્યા બાદ ફરી વખત સેક્સ માણવાની ઈચ્છા થતી રહેતી હોય છે. પાર્ટનરને પણ સેક્સમાં આનંદ આવવાના લીધે તમે ફ્રી ફીલ કરશો અને તેનાથી પછી આકર્ષણમાં વધારો થશે.

ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઈ વ્યક્તિ સેક્સના પ્રથમ રાઉન્ડ વખતે જ ઉત્તેજિત થાય પરંતુ જરૂરી ઓર્ગેઝમનો અનુભવ ના થાય જેથી કરીને ક્લાઈમેક્સ સુધી એટલે કે ચરમસંતોષ, પરાકાષ્ઠાએ પહોંચવા માટે પણ તેને બીજી વખત સેક્સ માણવાની ઈચ્છા થતી રહેતી હોય છે અને અંતે તે તેવી રીતે પોતાનો સંતોષ મેળવે છે.

ઘણાં લોકો સાથે એવું પણ બનતું હોય છે કે સેક્સ કર્યા બાદ તણાવનો અનુભવ થાય છે, ગિલ્ટી તથા અપરાધભાવ ફીલ થતો હોય છે અને શરીરને ફરી વખત સારો અનુભવ કરવાની ઈચ્છા થઇ જતી હોય છે. આ કારણે એક વખત સેક્સ માણ્યા બાદ ફરીથી સેક્સ કરવાની ઈચ્છા થવા લાગતી છે અને તે વખતનો અનુભવ ખૂબ જ સારો અનુભવ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *