લાખોની નોકરી છોડી આ એન્જિનિયરે ખોલી દીધી ચાની લારી.. કારણ છે કંઈક આવું

આજકાલ એક ખબર ખુબ જ વાયરલ થઇ રહી છે જેના મુખ્ય પાત્રમાં એક ચાવાળો છે. હા, તમને ભલે આ વાત સાંભળીને થોડીક વિચિત્ર લાગે કે વળી એક ચાવાળો કેવી રીતે સમાચારોમાં રહી શકે છે પરંતુ આ ઘટના બિલકુલ સાચી છે.

આજે અમે તમને એમ.પી. ના છિન્દવાડાના એક એન્જીનીયર ચાવાળા અંગેની વાત કરીશું.

તેના સ્ટોલની ખાસ વાત પણ કદાચ તે જ છે કે તેણે પોતાના સ્ટોલના નામવાળી જગ્યા પર એન્જીનીયર ચાવાળો લખ્યું છે અને બન્ને તરફ કેટલીક વાતો લખી છે. તેવામાં તેની ચાથી વધારે સ્ટોલ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલા છે.

તો ચલો અમે તમને જણાવીએ છીએ કે તેમના સ્ટોલમાં કઈ કઈ વાતો છે ખાસ. તેમણે સ્ટોલ પર પોતાના વિચાર લખ્યા છે કે જે આ પ્રકારે છે.

‘આમ તો હું એક સોફ્ટવેર એન્જીનીયર અને મેં ઘણી મોટી કંપનીઓમાં કામ કર્યું છે. તેવી કંપનીઓમાં પૈસા તો મળતા હતા પરંતુ મનને શાંતિ નહીં, જેના કારણથી હમેશાથી હું એક બિઝનેસનું સપનું દેખતો હતો.

જણાવી દઈએ કે આ સ્ટોલના માલિક કે પછી આ સોફ્ટવેર એન્જીનીયરનું નામ અંકિત નાગવંશી છે છે. અને તેમનું કહેવું બસ એટલું જ છે કે તેઓ પોતે એક વ્યવસાય કરવા માંગે છે જેમાં તેમને અંદરથી આનંદ મળે. તેમને વધારે પૈસામાં કોઈ રસ નથી.

ત્યારબાદ આ એન્જિનિયર ચાવાળાથી આગળ જયારે આ સ્ટોલ લગાવવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે આ તે સમયની વાત છે જયારે તે પોતે પણ જોબ કરતો હતો

તે સમયે તે સામાન્યપણે પોતાના મિત્રોની સાથે ઓફિસની બહાર ચા પીવા જતો હતો. તેવામાં ક્યારેક તેને ચા સારી મળતી હતી તો ક્યારેક નહીં. આ ઉપરાંત તે ચાવાળો ક્યારેક તેની ઓફિસમાં પણ આવતો જતો રહેતો હતો જ્યાં તેને સારી કમાણી થતી રહેતી હતી.

વાતવાતમાં ત્યારબાદ તેણે જણાવ્યું કે મોટાભાગે એક જ દુકાન પર ચા પિતા પિતા અમારી તે ચાવાળા જોડે સારી ઓળખાણ થઇ ગઈ હતી.

તેવામાં તે ચાવાળાએ કહ્યું કે અમે દોઢથી બે લાખ રૂપિયા સુધી કમાઈ લઈએ છીએ. અંકિતે તેના પર કહ્યું કે આ વાત સાંભળીને હું અને મારો મિત્ર વિચારવા લાગ્યા કે દિવસભર આકરી મહેનત બાદ પણ અમે આટલું નથી કમાઈ શકતા.

ત્યારબાદ અંકિતે વિચાર્યું કે આ ઇન્કમ સુધી પહોંચતા તો તેમને ઘણો સમય લાગી જશે, તેના કરતા તેમને પોતાને બીઝનેસ શરુ કરવાની ઈચ્છા થઇ. ભલે તે માત્ર એક ચા જ કેમ ના હોય.

ઘણી હિમ્મત કરીને અંકિતે પરિવારના સદસ્યોને વાત કરી, જેના પર સૌનું કહેવું તે જ હતું કે જે કરે, સમજી વિચારીને કરે. લગભગ ત્રણ સાલ સુધી તો મેં નિર્ણય લેવામાં લગાવી દીધા, જ્યાર્બાદ મેં મારી જોબથી રાજીનામું આપી દીધું.

અંકિતે યુવાઓને લઈને કહ્યું કે આ બિલકુલ રિસ્ક ફ્રી બિઝનેસ છે. જ્યારબાદ તેમણે દરેક યુવાનોને તેમ પણ કહ્યું કે જે સ્કીલ તમને લાગે કે તમારામાં સારી છે, તમે તેમાં આગળ વધો.

તે કોઈ નવી સ્કીલ ડેવલપ કરવાથી સારી રહેશે. સાથે જ તેમણે કહ્યું કે સવાલ ઉઠાવનારાઓ કદી મદદ કરવા નથી આવતા.

ત્યારબાદ અંકિતે દુકાનને લઈને કહ્યું કે દિવસભરમાં હવે તેની લગભગ ૩૦૦ થી ૩૫૦ ચા એક દિવસમાં વેચાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *