જાણો ભારતની મુખ્ય ઈન્ટેલિજન્સ એજન્સી CBI અને CID વચ્ચે શું છે ફરક ?

આપણે ફિલ્મો, ટીવી, અખબારમાં દેશની ઈન્ટેલીજન્સ એજન્સીઓ વિશે વાંચતા રહીએ છીએ, જેમાં મોટા કેસોની ચર્ચામાં CID અને CBI નો ઉલ્લેખ થતો રહે છે.

ભારતની ઈન્ટેલીજન્સ એજન્સીઓ છે CID અને CBI

આપને જાણકારી માટે જણાવી દઈએ કે CID અને CBI સામાન્ય રીતની બે અલગ અલગ તપાસ એજન્સીઓ છે. જેમનું તપાસનું ક્ષેત્ર પણ એકબીજાથી અલગ હોય છે.

જેમાં CID એક રાજ્યની અંદર બનેલી ઘટનાઓની સંપૂર્ણ તપાસ કરે છે અને તે ફક્ત રાજ્ય સરકારના આદેશ પર જ કામ કરે છે. તો બીજીતરફ સમગ્ર દેશમાં ઘટનારી વિભિન્ન ઘટનાઓની તપાસની જવાબદારી CBI ને આપવામાં આવે છે. તેનો આદેશ આપવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકાર, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ પાસે જ હોય છે.

બન્નેની કામ કરવાની પદ્ધતિ હોય છે બિલકુલ અલગ

તેવામાં તમે વિચારતા હશો કે જયારે બન્ને એજન્સીઓ તપાસ જ કરે છે તો તેવામાં CID અને CBI વચ્ચે શું ફરક હોય છે.

તો આવો જાણીએ CID અને CBI વચ્ચેના અંતર વિશેની તે મુખ્ય વાતો જે તમારે જાણવી અત્યંત જરૂરી છે.

શું હોય છે CID (Crime Investigation Department) ?

જણાવી દઈએ કે CID કે જેનું ફૂલ ફોર્મ Crime Investigation Department થાય છે, તે કોઇપણ રાજ્યમાં ગુનાની તપાસના વિભાગ તરીકે ઓળખાય છે. CID નું કામ એક રાજ્યમાં પોલીસની તપાસ અને ઈન્ટેલીજન્સ વિભાગની તપાસ કરવાનું હોય છે.

આ વિભાગને મોટાભાગે હત્યા, રમખાણો, અપહરણ, મોટી લુંટ વગેરેની તપાસનું કાર્ય સોંપવામાં આવતું હોય છે. ઈતિહાસ જોઈએ તો આ વિભાગની સ્થાપના પોલીસ આયોગની ભલામણ પર બ્રિટીશ સરકારે વર્ષ ૧૯૦૨ માં કરી હતી.

રાજ્ય સરકાર અને રાજ્યની હાઈકોર્ટના આદેશ પર કામ કરે છે CID

Advertisements

જેમાં ફક્ત પોલીસ કર્મચારીઓને જ રાખવામાં આવે છે, પરંતુ નિમણુંક અગાઉ તેમને ઘણા પ્રકારની ખાસ તાલીમ આપવામાં આવે છે. તેના સાથે જ આ સંસ્થાને તપાસની જવાબદાર સંબંધિત રાજ્ય સરકાર અને ક્યારેક ક્યારેક રાજ્યની હાઇકોર્ટ દ્વારા સોંપવામાં આવે છે.

શું છે CBI (Central Bureau of Investigation) ?

CBI કે જેને કેન્દ્રીય તપાસ બ્યુરો કહેવાય છે, જે ભારતમાં કેન્દ્ર સરકારની એક મુખ્ય એજન્સી છે.

આ એજન્સી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર થતા ગુના જેવા કે ખૂન, ગોટાળા અને ભ્રષ્ટાચારના કેસ અને રાષ્ટ્રીય હિત અંતર્ગતના આરોપોમાં ભારત સરકાર તરફથી તપાસ કરે છે.

જણાવી દઈએ કે વર્ષ ૧૯૪૧ માં સ્થપાયેલી આ એજન્સીને એપ્રિલ ૧૯૬૩ માં કેન્દ્રીય તપાસ બ્યુરોનું નામ આપવામાં આવ્યું હતું, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે.

દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન અધિનિયમ, ૧૯૪૬ એ CBI ને મહત્વની તપાસની છૂટ આપી છે.

કેન્દ્ર સરકાર, હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના આદેશ પર જ કામ કરે છે CBI

ભારત સરકાર રાજ્ય સરકારની સહમતી પછી જ રાજ્યના કેસોની તપાસનો આદેશ CBI ને આપે છે. જો કે સર્વોચ્ય અદાલત અને હાઈકોર્ટ રાજ્ય સરકારની સહમતી વગર દેશના કોઇપણ રાજ્યમાં થઇ રહેલા ગુનાના કેસની તપાસનો આદેશ CBI ને આપી શકે છે.

CID અને CBI વચ્ચેનો ફરક

CID ના ઓપરેશનનું ક્ષેત્ર નાનું (ફક્ત એક રાજ્ય) છે, જયારે કે CBI નું ઓપરેશનનું ક્ષેત્ર મોટું (દેશ અને વિદેશ) છે.
જ્યાં CID પાસે જે કેસ આવે છે તેની તપાસ રાજ્ય સરકાર અને હાઈકોર્ટ દ્વારા જ સોંપવામાં આવે છે તો બીજીતરફ CBI ને કેસની તપાસ કેન્દ્ર સરકાર, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્વારા સોંપવામાં આવે છે.

CID રાજ્યોમાં થતા ગુના જેમકે રમખાણો, હત્યા, અપહરણ, ચોરી અને હુમલાના કેસો સહીત રાજ્યના અન્ય ગુનાઓની તપાસ કરે છે જયારે કે CBI રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોટાળા , ફ્રોડ, હત્યા, કંપનીઓના ગોટાળા જેવા કેસોની દેશ અને વિદેશમાં તપાસ કરે છે.

Advertisements

જો કોઈ વ્યક્તિને CID માં જોડાવું છે તો તેણે રાજ્ય સરકાર દ્વારા લેવાતી પોલીસ પરીક્ષા પાસ કર્યા પછી અપરાધ – વિજ્ઞાનની પરીક્ષા પાસ કરવાની હોય છે, જયારે કે CBI માં જોડાવા માટે સ્ટાફ સિલેકશન કમિટી (SSC) બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરવી પડે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *