આ આઈડિયાથી ધીરુભાઈ અંબાણી બન્યા બિઝનેસની દુનિયાના બેતાજ બાદશાહ..

રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝનો પાયો ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. શૂન્યમાંથી સર્જન કરનારા ધીરુભાઈ અંબાણીએ ઉભી કરેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે દેશમાં જ નહીં પણ વિશ્વભરની ટોપ કંપનીઓમાં ગણાય છે. આવો જાણીએ કે કઈ રીતે તેમણે બિઝનેસની શરુઆત કરી હતી અને સફળતાના શિખરો સુધી પહોંચ્યા..

ધીરુભાઈ અંબાણીની સફળતાની વાત કંઈક એવી છે કે તેમનો શરુઆતનો પગાર ૩૦૦ રૂપિયા હતો પરંતુ પોતાની મહેનતના આધાર પર જોતજોતામાં તેઓ કરોડોના માલિક બની ગયા. બિઝનેસની દુનિયાના બેતાજ બાદશાહના પદ ચિન્હો પર ચાલીને આજે મુકેશ અંબાણી અને અનીલ અંબાણી મોટા સામ્રાજ્ય ધરાવે છે.

Ad

જન્મ- ધીરુભાઈ અંબાણી ગુજરાતના જુનાગઢ જીલ્લાના ચોરવાડમાં રહેતા હતા. તેમનો જન્મ ૨૮ ડીસેમ્બર ૧૯૩૩ ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી હતું. તેમના પિતા સ્કુલમાં શિક્ષક હતા. તેમના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. જ્યારબાદ તેમણે હાઈસ્કુલ સુધીનું શિક્ષણ મેળવીને બાદમાં નાના મોટા કામ શરુ કરી દીધા. પરંતુ તેનાથી પરિવારનું ગુજરાન નહોતું ચાલી શકતું.

જયારે મળી નોકરી.. તેમની ઉંમર ૧૭ વર્ષની હતી. પૈસા કમાવવા માટે તેઓ વર્ષ ૧૯૪૯ માં તેમના ભાઈ રમણીકલાલ પાસે યમન જતા રહ્યા. જ્યાં તેમને એક પેટ્રોલ પંપ પર ૩૦૦ રૂપિયા પ્રતિ માસના પગારની નોકરી મળી ગઈ. કંપનીનું નામ હતું ‘એ. બેસ્સી એન્ડ કંપની.’

કંપનીએ ધીરુભાઈના કામને જોતા તેમને ફીલિંગ સ્ટેશનમાં મેનેજર બનાવી દીધા. કેટલાક વર્ષ અહિયાં નોકરી કર્યા બાદ ધીરુભાઈ વર્ષ ૧૯૫૪ માં દેશમાં પાછા જતા રહ્યા. યમનમાં રહેતા જ ધીરુભાઈ મોટા માણસ બનવાનું સપનું જોતા હતા. એટલે ઘરે પરત ફર્યા બાદ ૫૦૦ રૂપિયા લઈને મુંબઈ માટે નીકળી ગયા.

જયારે આવ્યો એક આઈડિયા ધીરુભાઈ અંબાણી બજાર વિશે ઘણું જાણવા લાગ્યા હતા અને તેમને ખબર પડી ગઈ હતી કે ભારતમાં પોલીસ્ટરની માંગણી સૌથી વધારે છે અને વિદેશમાં ભારતીય મસાલાઓની.

ત્યારબાદ બિઝનેસનો આઈડિયા તેમને ત્યાંથી જ મળ્યો. તેમણે મગજ દોડાવ્યું અને એક કંપની રિલાયન્સ કોમર્સ કોર્પોરેશનની શરુઆત કરી, જેણે ભારતના મસાલાઓ વિદેશોમાં અને વિદેશનું પોલીસ્ટર ભારતમાં વેચવાની શરુઆત કરી દીધી.

પોતાની ઓફીસ માટે ધીરુભાઈએ ૩૫૦ ફૂટનો રૂમ, એક મેજ, ત્રણ ખુરશી, ૨ સહયોગી અને એક ટેલીફોન સાથે કરી હતી. તેઓ દુનિયાના સફળ લોકોમાંથી એક હતા જેમની દિનચર્યા નક્કી જ રહેતી હતી. તેઓ ક્યારેય ૧૦ કલાકથી વધારે કામ નહોતા કરતા.

૨૦૦૦ ના વર્ષમાં જ અંબાણી દેશના સૌથી રઈસ વ્યક્તિ બનીને ઉભર્યા, મીડિયા રીપોર્ટ અનુસાર જયારે તેમનું નિધન થયું ત્યાં સુધીમાં રિલાયન્સ ૬૨ હજાર કરોડની કંપની બની ચુકી હતી. તેમનું નિધન ૬ જુલાઈ, ૨૦૦૨ ના રોજ થયું હતું. ત્યારબાદ તેમની કંપનીના બે ભાગ થયા અને તેની કમાન તેમના પુત્રો મુકેશ અંબાણી અને અનીલ અંબાણીએ સંભાળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *