દીપિકા પાદુકોણ ઘરે બેઠા આ રીતે કરી રહી છે ટાઈમપાસ..

બોલીવુડની જાણીતી માનીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં બનેલા હતા. પરંતુ આ વખતે તે જે કારણોથી સમાચારોમાં આવી છે તે જરા અલગ જ છે.  જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ બોલીવુડની એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે સાથે એક સારી હાઉસવાઈફ પણ છે. કોરોનાના કહેર વચ્ચે ઘરે બેઠા દીપિકા કેવી રીતે ટાઈમપાસ કરી રહી છે તે અમે જણાવીશું.

દીપિકા પાદુકોણ પોતાના દરેક અભિનયને ઘણો સારી રીતે નિભાવે છે ભલે તે હાઉસવાઈફ હોય, અભિનેત્રીનો હોય, દીકરી કે બહેન જ કેમ ના હોય. હવે નવરાશની પળોમાં દીપિકા પાદુકોણ પોતાના બીઝી શીડ્યુલની વચ્ચે ઘરવખરી સાફ કરવાનું કામ કરી રહી છે.

તમને જાણકારી માટે જણાવી દઈએ કે દીપિકા પાદુકોણને સાફ સફાઈ વધારે પસંદ છે એટલે તે પોતાની આસપાસ હંમેશા સાફ સફાઈ કર્યા કરે છે. હાલના દિવસોમાં બોલીવુડ સંપૂર્ણપણે કોરોનાથી પોતાને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો દીપિકા પાદુકોણ પણ સાફ સફાઈને લઈને ઘણી સતર્ક છે આ જ કારણ છે કે તે હાલના દિવસોમાં ઘરે રહીને સફાઈ કરવાનું કામ કરી રહી છે.

જેની એક તસ્વીર દીપિકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી છે. જેને જોઇને એવું લાગી રહ્યું છે કે તેણે પોતાના ઘરના કપડાના વોર્ડરોબને સાફ કરી દીધો છે. તેની સાથે દીપિકાએ તેના ચાહકોને સંદેશ આપ્યો છે કે તેઓ પણ પોતાની આજુબાજુ સફાઈ પર ધ્યાન આપે અને ગંભીર બીમારીઓથી બચીને રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *