દોસ્તો તમે કેટલાક લોકોને પશુઓને ખવડાવતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો આવું શા માટે કરે છે. તમે જોયું જ હશે કે લોકો ગાય, કૂતરા, કીડીઓ અને પક્ષીઓને ખોરાક ખવડાવે છે. જો તમે પણ તેના પાછળનું કારણ જાણતા નથી તો ચિંતા કરવાની જરૂર નથી, કારણે કે આજે અમે તમને તેનાથી થતા લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ગાય: તમે જોયું જ હશે કે કેટલાક લોકો ગાયને રોટલી ખવડાવે છે. ઘરે રોટલી બનાવવામાં આવે ત્યારે ગાયને પ્રથમ રોટલી ખવડાવવામાં આવે છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાયને દરરોજ પહેલી રોટલી અને ચારો ખવડાવવાથી દુઃખ દૂર થાય છે. ગાયને ખોરાક ખવડાવવાથી પૈસા પરત આવવા લાવે છે.
આ સિવાય રવિવારે ગાયને ગોળ ખવડાવવાથી આર્થિક મૂલ્ય તેમજ આદર વધે છે. જ્યારે બુધવાર અને શુક્રવારે ગાયને લીલો ચારો નાખવો પણ શુભ માનવામાં આવે છે.
કીડીઓ: તમે જોયું જ હશે કે કેટલાક લોકો કીડીઓને ખાંડ યુક્ત લોટ ખવડાવે છે. મિત્રો કીડીઓ (લાલ અને કાળી) બે પ્રકારની હોય છે. કાળી કીડીઓને શુભ માનવામાં આવે છે અને લાલ કીડીઓ શુભ માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે કીડીઓને ખાંડનો લોટ ખવડાવવાથી બંધનમાંથી મુક્તિ મળે છે અને મુશ્કેલીઓથી બચી શકાય છે. આ સિવાય કીડીઓને એકલી ખાંડ ખવડાવવાથી પણ ફાયદો થાય છે.
કૂતરો: જો તમે ઇચ્છો છો કે તમારા દુશ્મનો તમારાથી દૂર રહે, તો કૂતરાને ખવડાવવું વધુ સારું છે. ઘણા લોકો કાળા કૂતરાને રોટલી ખવડાવે છે. પક્ષીઓ: પક્ષીઓ ને ખોરાક ખવડાવવાથી વેપાર અને નોકરીમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. તમે લોકોને પક્ષીઓને અનાજ ખવડાવતા જોયા જ હશે.
કાગડો: કેટલાક લોકો ખાસ કાગડાઓને ભોજન ખવડાવે છે. એવું માનવામાં આવે છે કે આ કરીને પિતૃઓ ખુશ થાય છે અને તમને આર્શિવાદ આપે છે. વાંદરા: તમને જણાવી દઈએ કે મંગળવારે વાંદરાઓને કેળા ખવડાવવા શુભ માનવામાં આવે છે. કારણ કે વાંદરાઓને ભોજન ખવડાવવાથી હનુમાન બજરંગ બલી પ્રસન્ન થાય છે. આ સિવાય વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવું પણ શુભ માનવામાં આવે છે.