રડતા વાંદરાને સાથી વાંદરાએ આપી ‘જાદૂ કી જપ્પી’, પછી જે થયું તે જોરદાર હતું, જુઓ દુનિયાભરમાં વાયરલ વીડિયો..

‘જાદુ કી જપ્પી’ એટલે ‘ગળે મળવું’ ખૂબ સારી વસ્તુ છે. માણસો સમયાંતરે એક બીજાને ભેટી પડે છે. તમે ઘણા લોકોને એકબીજા ગળે મળતા જોયા હશે અને તમે પણ ક્યારેક કોઈને ગળે મળ્યા હશો પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીને એકબીજાને ગળે મળતા જોયા છે? હા મનુષ્યની જેમ પ્રાણીઓ પણ દુ:ખ અને સુખ અનુભવે છે.

ચાર પગવાળા પ્રાણીઓ પણ એકબીજાની નજીક આવી ગળે લગાવીને અથવા એકબીજાને ચાટીને હૂંફ આપે છે. વાંદરાઓ વિશે વાત કરીએ તો તેમનું શરીર ખૂબ મનુષ્ય જેવું છે. તેથી જ્યારે તેઓ એકબીજાને ભેટી પડે છે, ત્યારે દૃશ્ય જોવા યોગ્ય હોય છે. આવો જ એક વીડિયો નેશનલ હગિંગ ડે પર વાયરલ થઈ રહ્યો છે.

Ad

આ વાયરલ વીડિયોમાં એક વાંદરો રડતો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં તેનો સાથી વાંદરો તેને ‘જાદૂ કી જપ્પી’ આપીને તેને ચૂપ કરે છે. આ વિડિઓને @wwf_uk નામના યૂઝર્સ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘કેટલીક વાર આપણને માત્ર ભેટવાની જરૂર પડે છે. આ રાષ્ટ્રીય હગ દિવસ પર ગોલ્ડન મંકી એક બીજાને ગળે લગાવે છે.’

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ફેલાયેલા વાઈરસને કારણે મેજિક હગ્ઝ પણ ઓછા થયા હતા. આવી સ્થિતિમાં તમે આ વિડિઓને અન્ય લોકો સાથે શેર કરી શકો છો અને તેમને વર્ચ્યુઅલ રીતે ભેટી શકો છો અને તમારી રીતે લાગણી પણ વ્યક્ત કરી શકો છો.

જણાવી દઈએ કે દર વર્ષે 21 જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય હગિંગ દિવસ’ ઉજવવામાં આવે છે. એક બીજા માટે તમારો પ્રેમ દર્શાવવાનો આ એક સારો માર્ગ છે. કોઈનો મૂડ ખરાબ હોય અથવા ખૂબ ખુશ હોય તો પણ તમે ‘મેજિક હગ’ આપી શકો છો. તો રાહ કોની જુવો છો, જેને તમે આ મેજિક હગ આપવા માંગો છો તેને ટેગ કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *