દુનિયામાં ક્રુડ ઓઈલ સસ્તું થઇ રહ્યું છે પણ ભારત સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી..

કોરોના વાયરસને કારણે દેશ દુનિયાની ઈકોનોમી પર અસર પડી રહી છે. ભારતમાં ફિલ્મોથી લઈને ક્રિકેટ સુધી કોરોનાની અસર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ તેનાથી બચી નથી શકતી. આ બધાની વચ્ચે દેશના સામાન્ય લોકોને આશા હતી કે ક્રુડ ઓઇલના ભાવો વૈશ્વિક સ્તરે ઐતિહાસિક ઘટી રહ્યા છે તો તેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો આવશે અને કંઈક રાહત મળશે પરંતુ ભારત સરકારે પેટ્રોલ -ડિઝલ પર ત્રણ રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી એક્સાઈઝ ડ્યુટી વધારી દેવામાં આવી છે.

દુનિયામાં ઓઈલની કિંમતોને લઈને જંગ છેડાયેલો છે. ક્રુડ ઓઇલના ભાવ તૂટ્યા છે પરંતુ હવે એક્સાઈસ ડ્યુટી વધવાથી ભારતમાં ગ્રાહકોને વધારે ફાયદો નહીં મળી શકે. વિપક્ષ તેને લઈને સવાલ પણ ઉઠાવી રહ્યો છે કે ક્રુડ ઓઇલના ભાવો ઘટવા છતાં ભારતમાં પેટ્રોલ- ડીઝલની કિંમતો કેમ ઓછી નથી થઇ રહી ?

રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો હતો:

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે અને તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલના ભાવ ૬૦ રૂપિયા પ્રતિ લીટરથી ઓછા કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે તેનાથી સુસ્ત અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મદદ મળશે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની રાજકીય પરિસ્થિતિ તરફ પણ ઈશારો કરતા ટ્વીટ કર્યું હતું,

પ્રધાનમંત્રી જી, જયારે તમે એક ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવામાં વ્યસ્ત હતા તો કદાચ તમે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કિંમતમાં ૩૫ ટકા સુધીનો ઘટાડો ના જોઈ શક્યા. શું તમે પેટ્રોલની કિંમત ૬૦ રૂપિયા કરતા નીચે લાવીને ભારતીય નાગરિકોને ફાયદો આપશો ?

પેટ્રોલની કિંમત ૧૩ માર્ચે દિલ્હીમાં ૭૦ રૂ. પ્રતિ લીટર, કોલકાતામાં ૭૨.૭૦ રૂપિયા, મુંબઈમાં ૭૫.૭૦ રૂપિયા, ચેન્નાઈમાં ૭૨.૭૧ રૂપિયા હતી. ૧૪ માર્ચે તેમાં સામાન્ય ઘટાડો થયો. દિલ્હીમાં કિંમત ૬૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં ૭૨.૫૭ રૂપિયા, મુંબઈ ૭૫.૫૭ રૂપિયા અને ચેન્નાઈમાં ૭૨.૫૭ રૂપિયા થઇ.

આ ઉપરાંત ડીઝલની કિંમતો ૧૪ માર્ચે દિલ્હીમાં ૬૨.૭૪, કોલકાતામાં ૬૫.૦૭, મુંબઈમાં ૬૫.૬૮, ચેન્નાઈમાં ૬૬.૧૯ રૂપિયા હતી. ૧૪ માર્ચે દિલ્હીમાં ૬૨.૫૮ રૂપિયા, કોલકાતામાં ૬૪.૯૧ રૂપિયા, મુંબઈમાં ૬૫.૫૧ રૂપિયા અને ચેન્નાઈમાં ૬૬.૦૨ રૂપિયા થઇ ગઈ છે.

ક્રુડ ઓઇલના ભાવ હજુ વધુ ઘટી શકે છે

દુનિયાભરમાં તમામ દેશોમાં કોરોના વાયરસને પગલે આશંકાઓ વધી છે. તેના કારણે ભારતનો રૂપિયો પણ ડોલરની સામે નબળો પડ્યો છે. કહેવાઈ રહ્યું છે કે કોરોનાના કારણે આવનારા દિવસોમાં ક્રુડ ઓઈલના ભાવમાં હજુ પણ વધુ મોટા ઘટાડા જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *