Coronavirus Latest Update: દેશભરમાં કોરોનાના કેસ વધીને થયા ૨૫૪૭.. જાણો વધુ

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડાઓ અનુસાર અત્યારસુધીમાં ૨૫૪૭ લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. તો મરનારાઓનો આંકડો ૬૨ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત ૧૬૩ લોકોનો ઉપચાર કરી ચુકાયો છે. છેલાલ 24 કલાકમાં ૪૭૮ નવા કેસ સામે આવ્યા છે. જણાવી દઈએ કે દેશમાં કોરોના સંકટને લઈને ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયેલું છે.

તો શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં દેશની સામુહી ક્ષ્ક્તિના મહત્વને રેખાંકિત કરતા રવિવારે પાંચ એપ્રિલે દેશવાસીઓને પોતાના ઘરની બારીઓએ ઉભા રહીને નવ મીનીસ્ટ સુધી મીણબત્તી, દીવા, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશ લાઈટ કરવાની અપીલ કરી. વડાપ્રધાને પોતાના વિડીયો સંદેશમાં કહ્યું, ”આપણે કોરોના વાયરસ સામેની લડાઈમાં ૧૩૦ કરોડ દેશવાસીઓના મહાસંકલ્પને નવી ઊંચાઈઓ પર લઇ જવાનો છે. એટલે પાંચ એપ્રિલ, રવિવારે રાત્રે નવ વાગ્યે હું તમારી સૌની નવ મિનીટ માંગુ છું. તમે ઘરની દરેક લાઈટ બંધ કરીને, ઘરના દરવાજા પર કે ગેલેરીમાં ઉભા રહીને નવ મિનીટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશ લાઈટ કરો.

સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી સ્થિત નીઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના ધાર્મિક આયોજનમાં ભાગ લેનારામાં અત્યારસુધીમાં ૧૪ રાજ્યોના કુલ ૬૪૭ લોકોનું કોરોનામાં સંક્રમણની પુષ્ટિ થઇ ચુકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે નિયમિત સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં તબલીગી જમાતના ૬૪૭ લોકો કોરોનાથી સંક્રમિત જણાયા છે. આ લોકો અસ્મ, અંદમાન નિકોબાર, દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્નાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામીલનાડુ, તેલંગણા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશથી છે. ઉલ્લેખનીય છે કે માર્ચના અંતિમ સપ્તાહમાં તબલીગી જમાત દ્વારા દિલ્હીના નીઝામુદ્દીન વિસ્તારમાં આયોજિત એક ધાર્મિક આયોજનમાં દેશના કેટલાય રાજ્યો અને વિભિન્ન દેશોના લોકોએ ભાગ લીધો હતો.

તો કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પૃથક વાસ સ્થાપિત કરવા અને અન્ય વ્યવસ્થાઓ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દરેક રાજ્યોને SDMRF હેઠળ શુક્રવારે ૧૧,૦૯૨ કરોડ રૂપિયાની રકમ આપવાને મંજુરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરાયેલી બેઠક દરમિયાન મુખ્યમંત્રીઓ વડાપ્રધાન તરફથી આપવામાં આવેલા આશ્વાસન બાદ આ રકમને સ્વીકૃતિ આપવામાં આવી. મંત્રાલય દ્વારા એક વક્તવ્ય જાહેર કરીને કહેવામાં આવ્યું કે ગૃહમંત્રીએ દરેક રાજ્યને SDMRF હેઠળ ૧૧,૦૯૨ કરોડ રૂપિયા જાહેર કરવાને મંજુરી આપી છે.

આ માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સુચનાના આધાર પર ૩ એપ્રિલ, ૨૦૨૦ સાંજે ૧૮:૦૦ કલાકે અપડેટ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *