આ સાત દેશ: જ્યાં હજુ સુધી નથી પહોંચી શકી કોરોના મહામારી, સ્વર્ગથી કમ નથી આ જગ્યાઓ.. જાણો વધુ

દુનિયામાં સુંદર જગ્યાઓની કમી નથી અને આ જગ્યાઓ પર ખુબસુરતીની સાથે સાથે જીવન પણ લાંબુ છે. કારણ પ્રકૃતિના ખોળામાં વસી છે આ જગ્યાઓ. ધરતી પર તે ખૂણો અત્યારે પણ ઘણો ખુબસુરત અને શાંત છે જ્યાં વસ્તી ઓછી છે, ચારેય તરફ ફેલાયેલા સમુદ્રની વચ્ચે સેંકડો ટાપુઓ. આ ટાપુઓમાં વસ્યા છે ૭ દેશ કે જ્યાં કોરોના મહામારી ફરકવાની તો દુર, અત્યારસુધી ત્યાં એકપણ કેસ સામે નથી આવ્યો.

જયારે પૂરી દુનિયા કોરોના મહામારીથી આતંકિત છે. આ દેશોમાં કોરોનાનો કોઈ કેસ સામે નથી આવ્યો. બસ આ દેશોએ એક મોટું કામ કરી દીધું છે, કોરોનાથી એલર્ટ થઈને સાચા સમય પર પોતાના હવાઈ અને દરિયાઈ સંપર્ક બંધ કરી દીધા.

આ બધા જ દેશોની વસ્તી ઘણી ઓછી છે. કોઈ દેશની વસ્તી ૧.૫ લાખ છે તો કોઈ દેશની વસ્તી ૨ લાખ છે. વર્લ્ડ બેંક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર નિશંક રીતે આ દરેક દેશોમાં સારી રીતે વિકાસ નથી થયેલો, શિક્ષણનું સ્તર ઘણું નીચું છે પરંતુ આ દરેક દેશ પ્રાકૃતિક રીતે ઘણા ખુબસુરત છે. ટુરીઝમની કમાણી આ દેશોનું એક મુખ્ય સાધન છે.

કિરીબાતી મધ્ય પેસેફિક મહાસાગરમાં વસેલો એવો દેશ છે જે બાકી દુનિયાથી ફક્ત એર રૂટ અને દરિયા દ્વારા જોડાયેલો છે. દેશની વસ્તી સવા લાખથી થોડી વધારે છે. કીરીબાતી પણ ક્યારેક બ્રિટનનો જ હિસ્સો હતું. તેને ૧૯૭૯ માં આઝાદી મળી. તેની રાજધાની સાઉથ તરાવા છે.

તે ઘણો સુંદર દેશ છે. જ્યાં પ્રાકૃત્તિક સંપદા અને ઘણા મોટા દરિયા કિનારા છે. કોરોનાથી બચવા માટે કિરીબાતીએ પોતાનો દરિયાઈ અને હવાઈ સંપર્ક બીજા દેશોથી બંધ કરી દીધો છે.

દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા પહેલો બ્રિટીશ સંરક્ષિત દેશ હતો. હવે આઝાદ છે. હવે તે ગણરાજ્ય છે. તેનું કેટલુક ક્ષેત્રફળ ૭૫૦ સ્ક્વેર કિલોમીટર છે. ત્યાં સુંદર દરિયા કિનારો છે.

દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ૧૭૦ ટાપુઓમાં મળીને બનેલો આ દેશ પણ કોરોનાના પ્રકોપથી સલામત છે. ૧.૩ લાખની વસ્તી ધરાવતા ટોંગાના ઘણા દ્વીપ માણસને રહેવા લાયક નથી. ટોંગામાં પણ કોરોનાનપ પ્રકોપ નથી.

પશ્ચિમ પેસિફિક મહાસાગર સ્થિત માઈક્રોનેશિયા ૬૦૦ ટાપુઓના સમૂહવાળો દેશ છે, જે મુખ્ય રૂપથી ચાર ટાપુઓ પર વસેલો છે. પશ્ચિમ પેસિફિક મહાસાગરના આ દેશની વસ્તી ૧,૧૨,૦૦૦ થી ઘણી વધારે છે.

આ આઝાદ દેશ ઘણો સુંદર છે ચારેય તરફથી દરિયાથી ઘેરાયેલો છે, તેના રાજ્ય છે યાપ, ચૂક, પોહ-પેઇ અને કોશનાએ. આ દેશ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ૨૭૦૦ કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ દેશે પણ પોતાને કોરોના વાયરસની મહામારીથી બચાવ્યો છે.

ઓસ્ટ્રેલીયાની પૂર્વ દિશામાં વસેલો નાઉરુ પણ ટાપુ પર વસેલો દેશ છે. નાઉરુની સુંદર હવાઈ પટ્ટી પ્રખ્યાત છે, જ્યાં હવાઈ જહાજ ઉડાન ભરે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વોત્તરમાં વસેલો નાઉરુ હવાઈ મુસાફરી બંધ થતા જ દુનિયાથી સંપર્કથી વિહોણો થઇ ગયો. તેની લગભગ ૧૨ હજાર જેટલી વસ્તી કોરોનાની ઝપટમાં આવતા રહી ગઈ.

પેસિફિક મહાસાગરમાં વસેલો પલાઉ દેશમાં પણ એકેય કોરોના કેસ નથી. પેસિફિક મહાસાગરના પશ્ચિમમાં વસેલા આ નાના દેશની કુલ વસ્તી લગભગ ૧૭ હજાર છે. પ્રસિદ્ધ કોરલ રીફ અને ડાઈવીંગના કારણે અહિયાં પર્યટન ઉદ્યોગ ઘણો વિકાસ પામેલો છે.

દક્ષિણ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલો વનુઆતુ પણ ઘણો ખુબસુરત દેશ છે. આ દેશની પ્રાકૃતિક સુંદરતા સૌ કોઈને ત્યાં આવવા માટે આકર્ષિત કરે છે. આ દેશમાં પણ કોરોનાનો એકેય કેસ નથી.

સોલોમન દ્વીપીય દેશ લગભગ ૧ હજાર ટાપુઓથી ભેગો થઈને બન્યો છે. તે પણ કોરોના મહામારીથી મુક્ત છે. દેશની વસ્તી ૬.૫૨ લાખથી વધારે છે. તે હરિયાળી, વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સંપદાથી ભરપુર છે. ચારેય તરફ દરિયાથી જ ઘેરાયેલો દેશ છે સોલોમન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *