ભાજપને ફરી મોટો ઝટકો, કોંગ્રેસે મારી બાજી.. ૩ તાલુકા પંચાયતોમાંથી….

ગુજરાતમાં ફેબ્રુઆરી ૨૦૧૮ માં યોજાયેલી ૨ જીલ્લા પંચાયતો અને અમુક તાલુકા પંચાયતોની ચૂંટણીને અઢી વર્ષ થયા છે. ત્યારે ટર્મ પૂરી થવાના કારણે તેમાં નવા પ્રમુખ -ઉપપ્રમુખોની ચૂંટણી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ ગુજરાતમાં દર વખત કરતા ઉલટું દ્રશ્ય સર્જાયું છે અને ભાજપ કરતા કોંગ્રેસે વધારે નગરપાલિકાઓમાં સત્તા પરિવર્તન કરાવીને પોતાના પ્રમુખ- ઉપપ્રમુખ બેસાડીને બોર્ડ બનાવ્યા છે. ત્યારે આજે ફરી ૩ તાલુકા પંચાયતોની આંતરિક ચૂંટણી યોજાઈ હતી.

ખેડા જીલ્લાની કપડવંજ અને કઠલાલ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની પ્ર્મુખ- ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ખેડા જીલ્લાની કપડવંજ બેઠક પર કોંગ્રેસે ચૂંટણીમાં જીત મેળવી હતી.

બહુમતી હતી જ એટલે આ બેઠક પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારને ૧૦ અને કોંગ્રેસના ઉમેદવારોને ૧૬ મત મળતા કોંગ્રેસે આ તાલુકા પંચાયત પર ક્બ્જો જાળવી રાખ્યો હતો.

તો કઠલાલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટાઈ સર્જાઈ હોવાથી નાના બાળક જોડે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી જેમાં કઠલાલ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ ભાજપ અને ઉપપ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું છે. આમ ચિઠ્ઠી ઉછાળવામાં જીત મળતા ભાજપના નેતાઓએ રાહતનો શ્વાસ લીધો છે.

તો મહત્વપૂર્ણ તેવી ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૮, ભાજપને ૧૫ અને અપક્ષોને ૩ બેઠક મળી હતી.

આમ ૩૬ બેઠકની તાલુકા પંચાયતમાં કોઈને બહુમતી નહોતી મળી, તેવી પરિસ્થિતિમાં અગાઉ પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહેતા ભાજપ પાસે સત્તા ગઈ હતી.

જો કે આ વખતે કોંગ્રેસ પુરા હોમવર્ક સાથે મેદાનમાં ઉતર્યું હતું અને અનેક વિવાદોના અંતે ગાંધીનગર તાલુકા પંચાયતની આંતરિક ચૂંટણી યોજાઈ હતી.

જેમાં સત્તાધારી ભાજપને ૧૧ મતો મળ્યા હતા અને કોંગ્રેસને ૧૬ મતો મળ્યા હતા જેથી તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના ગોવિંદજી ઠાકોર અને ઉપપ્રમુખ પદે સુરેશ પટેલ ચૂંટાઈ આવ્યા છે અને ભાજપના શાસનનો અંત આવ્યો.

રાજ્યમાં આજે યોજાયેલી ૩ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને ફાળે માત્ર એક તાલુકા પંચાયત ગઈ છે અને તે પણ ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી તેના સહારે, જયારે કે કોંગ્રેસે મોટી બહુમતીથી બાકીની ૨ તાલુકા પંચાયતો પર સત્તા મેળવી તથા જાળવી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *