કોરોના લોકડાઉન: આ બાબતે ગુજરાત કોંગ્રેસ રહ્યું ભાજપ સરકાર કરતા આગળ..

ગુજરાત સહીત દેશ અને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. મોટાભાગના દેશોમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે આપણે ત્યાં પણ દેશમાં અને રાજ્યમાં લોકડાઉન અમલી છે. જો કે સેવાકીય કાર્યો અને જીવનજરૂરી વસ્તુઓ માટે અવરજવર ચાલુ છે.

આ પરિસ્થિતિમાં લોકોના ધંધા રોજગાર પણ બંધ હોવાથી ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી બની છે, જીવનનિર્વાહ ગુજારવા સામાન્ય સંજોગોમાં પણ કઠીન રહેતા હોય છે તેવામાં આવક બંધ હોવાથી ઘણા લોકોને ખાવાના પણ ફાંફા પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ તથા રાજકીય પક્ષો દ્વારા પણ સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સંગઠન કક્ષાએ દરેક જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ નેટવર્ક ધરાવતા રાજકીય પક્ષો પણ સેવાકીય કામગીરી કરવા સક્ષમ છે પરંતુ હાલમાં લોકડાઉનને લીધે આ સમગ્ર આયોજન કરવું કઠીન બની જાય.

તેથી ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો, ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખ યુવા અને ટેકનોસેવી છે એટલે તેઓએ દેશમાં રાજકીય કક્ષાએ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે સૌપ્રથમ વખત રાહત કામગીરીની સમીક્ષા અને કાર્યોને વધુ વેગ આપવા માટે માર્ગદર્શન આપવા સમગ્ર સંગઠનને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરીને સંવાદ કર્યો હતો. જેમાં તેમણે ધારાસભ્યોથી લઈને સંગઠનમાં વિવિધ જિલ્લા પ્રમુખો અને સેલોના ચેરમેનો સાથે સંવાદ કર્યો.

ત્યારબાદ ભાજપ સરકાર દ્વારા પણ લોકડાઉનની પરિસ્થિતિમાં સૌએ પોતપોતાની જગ્યાએથી વિડીયો કોન્ફરન્સથી જોડાઈને આ અંગે ચર્ચા કરી. તો બાદમાં વડાપ્રધાને પણ વિવિધ રાજ્યો સાથે વિડીયો કોન્ફરન્સીંગથી કોરોના સામેની લડાઈમાં થઇ રહેલી કામગીરી અંગે ચર્ચા કરી. તો રાષ્ટ્રીય લેવલે પણ કોંગ્રેસ દ્વારા CWC ની મિટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી.

આમ લોકડાઉનમાં કોઈ ઘરની બહાર ના નીકળી શકે તેવી પરિસ્થિતિમાં સમગ્ર રાજ્યના પ્રતિનિધિઓને એક માધ્યમ પર લાવીને વિડીયો કોન્ફરન્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ગુજરાત કોંગ્રેસ આ વખતે બધા કરતા આગળ રહી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબો અને નિરાધાર લોકો માટે રાહત કામગીરી પણ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે રસોડું કરવા ઉપરાંત અનેક વોર્ડમાં રસોડા ઉભા કરીને ગરીબો અને નિરાધાર લોકોને ઘર સુધી ભોજન આપવામાં આવે છે તો કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં હેલ્પલાઈન પણ આપવામાં આવી છે જેના દ્વારા લોકોની મદદની કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *