કોરોના સામે લડવા કોંગ્રેસના ધારાસભ્યોએ ૧૦ લાખ, ભાજપ ધારાસભ્યોએ ૧ લાખ ફાળવ્યા

કોરોનાનો હાહાકાર ગુજરાત સહીત દેશ અને સમગ્ર દુનિયામ મચેલો છે, સમગ્ર દુનિયા ચીનના વુહાન શહેરથી ઉદભવેલા કોરોનાના ભરડામાં છે ત્યારે રવિવારે એક દિવસના જનતા કર્ફ્યું બાદ દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને લોકો પણ તેમાં સહકાર આપી રહ્યા છે.

૨૧ દિવસ સુધી એટલે કે 15 એપ્રિલ સુધી સમગ્ર ભારત દેશ લોકડાઉન હેઠળ રહેશે, જેમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ત્યારે હવે રાજકીય પક્ષના ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ પણ આ મહામારીના સમયે મદદના હાથ લંબાવ્યા છે.

ગુજરાતમાં આજે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઈન જાહેર કરવા સાથે મુખ્યમંત્રીને સામાન્ય લોકોને લોનના હપ્તા, નોકરી ધંધા વેપાર બંધ રહેતા પગાર ચુકવવા, ટેક્સ ભરવા, બિલ ભરવા સહીત અનેક સમસ્યાઓ પડશે, ખેડૂતોને અનેક આર્થીક તકલીફો પડશે, ગરીબોને તો જીવનનિર્વાહ ગુજારવામાં તકલીફો પડશે, ડોકટરોને પણ આ કોરોના વાયરસ સામે સેફટી માટેના સાધનો, તો હોસ્પિટલોમાં આઈસોલેશન બેડ સહિતની વ્યવસ્થા, સાધનો, સંસાધનો ઉભા કરવા પત્ર લખવામાં આવ્યો છે.

તો કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોનાની વૈશ્વિક મહામારીને મ્હાત કરવા માટે સ્થાનિક સ્તરે નિદાન, ચકાસણી અને સારવાર માટે જરૂરી સાધનો વસાવવા 10- 10 લાખની ફાળવણી કરી છે તેમજ સાથે સાથે જિલ્લા આયોજન અધિકારીને ઝડપથી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગેના પત્ર વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જાહેર કરી તેમજ  કોંગ્રેસ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ સકારાત્મક વિપક્ષના અભિગમથી દસ લાખ રૂપિયાની ફાળવણીનો પત્ર જિલ્લા આયોજન અધિકારીને લખ્યો હતો.

તો ભાજપ દ્વારા પણ આ અંગે જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સહીત મંત્રી મંડળે એક -એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવાની જાહેરાત કર્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીએ પણ ભાજપના ધારાસભ્યો 1-1 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે તે અંગેની જાહેરાત કરી હતી.

લોકડાઉનના સમયગાળા દરમિયાન વધુ લોકોએ ભેગા ન થવાનું હોવાથી ટેલિફોનિક સંપર્ક દ્વારા ભાજપના પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો તંત્ર સાથે સંકલન કરે તેવો નિર્દેશ પણ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીએ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *