રવિવારે ચંદ્રગ્રહણ: આ ૫ રાશિઓ પર પડશે સૌથી વધારે અસર.. જાણો

૫ જુલાઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. ૨૦૧૭ બાદ ગુરુ પૂર્ણિમાના દિવસે આ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. જો કે આ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે, તેનો ચંદ્રના આકાર પર કોઈ ફર્ક નહીં પડે. ચંદ્ર સામાન્ય દિવસોની જેમ જ જોવા મળશે. ચંદ્ર ગ્રહણની રાશિઓ પર જરૂરથી અસર પડશે, જે કારણથી આપણા જીવન પર સારી અને ખરાબ અસર જોવા મળશે.

વર્ષના આ ત્રીજા ચંદ્ર ગ્રહણના પ્રભાવથી ૧૨ રાશિઓમાંથી ૫ રાશિઓએ અત્યંત સજાગ અને સતર્ક રહેવું પડશે કારણકે તેના પર ગ્રહણની વિપરીત અસર રહેશે. આવો જાણીએ તે રાશિઓ કઈ કઈ છે અને તેના પર શું અસર પડશે?

મિથુન: મિથુન રાશી પર ચંદ્રગ્રહણની સૌથી વધારે અસર જોવા મળશે. આ દરમિયાન કોઇપણ પ્રકારના વાદ વિવાદથી દુર રહેવું અને ઉપાય કરીને જ ઘરેથી નીકળવું. સાથે જ તમારા સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખવું. તેની અસર તમારા કામ પર પણ પડી શકે છે, જે કરવામાં જરૂરથી વધારે સમય લાગશે આ સમયે તમારો ખર્ચો વધી શકે છે, જેને મર્યાદામાં રાખવાની જરૂર રહેશે. જો તમારી આંખમાં કોઇપણ પ્રકારની સમસ્યા છે તો ડોક્ટરને બતાવવું. સાથે જ તમારા પર કોઈ બાબતને લઈને તનાવ રહી શકે છે.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે આ ગ્રહણ થોડું ભારે પડી શકે છે. આ સમયે તમારે જમીન કે વાહન ખરીદવાના ચક્કરમાં ના પડવું અને ક્યાય પણ પૈસો ના ફસાવો જોઈએ, નહિતર રીટર્નમાં તકલીફ પડી શકે છે. તમારે વેપારમાં વધુ મહેનત કરવી પડશે, જેનાથી તમને વધારે નુકસાન નહી થાય. સાથે જ કોઇપણ પ્રકારના મોટા નિર્ણયોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ: ચંદ્ર ગ્રહણનો તમારી રાશિ પર અશુભ પ્રભાવ જોવા મળશે. આ સમયે તમારે કોઇપણ પ્રકારના સંક્રમણથી બચવાની જરૂર છે. સાથે જ પરિવાર અને પૈસાના મામલે પણ સાવધાની રાખવી, રોકાણ કરવું પણ હિતાવહ નથી. ખાવા-પીવામાં સંભાળવું.

વૃશ્વિક રાશિ: વૃશ્વિક રાશિમાં ચંદ્રગ્રહણ ઊંડો પ્રભાવ પાડશે. આ સમયે તમારા પર થોડી વધારે જવાબદારીઓ આવશે. સાથે જ જીવનસાથી સાથે અણબનાવ ઘટી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખવું અને લોનને જેટલી જલ્દી ચૂકવી શકાય એટલી ચૂકવવી. માન-સન્માન ના મળવાના કારણે વિવાદ વધી શકે છે. પરિવારમાં પણ વાદ-વિવાદ થઇ શકે છે. નોકરી-વ્યવસાયથી જોડાયેલી બાબતો પણ તમને ચિંતામાં મૂકી શકે છે.

ધન રાશિ: ચંદ્રગ્રહણની સૌથી વધારે અસર મિથુન પછી ધન રાશિ પર જ જોવા મળશે. આ ગ્રહણ તમારા માટે માનસિક તણાવ લઈને આવી રહ્યું છે. આ સમયે પૈસાના મામલે તમારે ધ્યાન રાખવું પડશે, જેનાથી તમને રોજીંદા ખર્ચામાં તકલીફ આવી શકે છે. નાના ભાઈ બહેનો સાથે ઝગડો થઇ શકે છે અને ઈજા થવાની શક્યતા રહેશે. તમને સંતાન તરફથી તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે નોકરી અને વ્યવસાયમાં ઘણી મહેનત કરવી પડશે, જેનાથી તમને અસુરક્ષાની ભાવના ના રહે. ધનના અપવ્યયથી બચવું અને અન્યો પર પોતાનું કામ છોડવાથી બચવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *