શું વધારે સેક્સ કરવાથી વજન ઓછુ થઇ શકે છે? જાણો

હું ૨૮ વર્ષીય વ્યક્તિ છું. હું મારું વજન ઘટાડવા માંગુ છું. મેં ક્યાંક સાંભળ્યું છે કે વધારે સેક્સ કરવાથી કેલોરી બર્ન કરવામાં મદદ મળે છે. શું વધુ પ્રમાણમાં સેક્સ કરવાથી મારું વજન ઓછુ થઇ શકે છે? જવાબ: સેક્સ એક આનંદદાયક ગતિવિધિ હોવાની સાથે સાથે શારીરિક ગતિવિધિ પણ છે, જેનાથી કેલોરી બર્ન થાય છે. એટલે સેક્સ દ્વારા કેલેરી બર્ન કરવામાં મદદ મળી શકે છે અને તમારું વજન પણ ઓછુ થઇ શકે છે.

પરંતુ તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલું વજન ઘટાડવા માંગો છો. જર્નલ પલોસ વનમાં પ્રકાશિત કેનેડામાં યુનિવર્સીટી ઓફ ક્યુબેકના સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, સેક્સ દરમિયાન દરેક મીનીટે મહિલાની ૩.૧ કેલોરી બર્ન થાય છે જયારે કે પુરુષની ૪.૨ કેલોરી બર્ન થાય છે.

Ad

આ પ્રકારે સેકસના અંતિમ ચરણ સુધી પુરુષો લગભગ ૧૦૦ કેલોરી બર્ન કરી લે છે. એટલી જ કેલેરી તમે ટેનીસ રમતા રમતા કે સાયકલ ચલાવીને પણ બર્ન કરી શકો છો. તો સ્પષ્ટ છે કે સેકસથી કેલરી બર્ન થાય છે એટલે તમે તે રોંચિત ક્રિયાને તમારું વજન ઘટાડવાના પ્લાનમાં એડ કરી શકો છો. આ ઉપરાંત સેકસથી તમારો મુડ સારો રહે છે, બ્લડ ફલો વધે છે અને તમને સારી ઊંઘ આવે છે.

જો તમે તમારી તીવ્રતામાં વધારો કરવા માંગો છો તો સેક્સરસાઈઝ એપ તમારી મદદ કરી શકે છે. તે વિશેષ રૂપથી તે લોકો માટે છે જે સેક્સની સાથે વજન ઘટાડવા માંગે છે. તેના દ્વારા તમને ઘણી સેક્સ પોઝીશનને સમજવાની તક મળશે, જેનાથી તમે વધારે કેલરી બર્ન કરી શકો છો. એ પણ સ્પષ્ટ છે કે આ પોઝીશનને ટ્રાય કરવા માટે તમારે વધારે એફર્ટની જરૂર પડે છે.

કેટલીક એવી પોઝીશન હોય છે જેના દ્વારા તમે ૩૦ મિનીટમાં ૩૦૦ સુધીની કેલેરી બર્ન કરી શકો છો. જો તમે વજન ઘટાડવા માંગો છો, તો તમે સેક્સની સાથે સાથે અન્ય ગતિવિધિઓ, જેમકે સાયકલ ચલાવવી, વેઇટ ટ્રેનીંગ અને યોગ વગેરે પણ કરો. તેનાથી તમને સીધો અને વધારે લાભ મળશે. નક્કી તમારે કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *