આ રાજ્યમાં કોંગ્રેસનાનું મોટું ઓપરેશન.. ભાજપની સરકાર સંકટમાં, સત્તામાં આવી શકે છે કોંગ્રેસ.. જાણો

૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી ના હોવા છતાં અને કોંગ્રેસને સૌથી વધુ બેઠકો હોવા છતાં ભાજપે સરકાર તો બનાવી લીધી પણ અનેક પક્ષો ભેગા કરીને ગઠબંધનમાં સત્તા ટકાવવી મુશ્કેલ થઇ ગઈ અને આજે તે નોબત આવી ગઈ કે ભાજપની રાજ્યમાં સરકાર રહેવા પર જોખમ ઉભું થઇ ગયું છે.

મણીપુર. આ રાજ્યમાં મુખ્યમંત્રી બીરેન સિંહની આગેવાનીમાં ભાજપ ગઠબંધનની સરકાર છે, પરંતુ આજે ભાજપના ત્રણ ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તો સરકારને સમર્થન આપનારા ૬ ધારાસભ્યોએ પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે.

હવે ૬૦ સદસ્યો ધરાવતી મણીપુર વિધાનસભામાં ભાજપન પાસે માત્ર ૧૮ ધારાસભ્યો જ રહી ગયા છે. કોઇપણ પક્ષને સરકારમાં ટકી રહેવા માટે કમસેકમ ૩૧ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. ભાજપે મણીપુરમાં સરકાર બનાવવા સાથે કોંગ્રેસના ૮ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા હતા આમ ભાજપની સભ્ય સંખ્યા કોંગ્રેસના ધારાસભ્યોને જોડીને ૨૬ ની થાય છે તો સામે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓક્ર્મ સિંહે કોંગ્રેસ જોડે ૨૭ ધારાસભ્યોની સંખ્યા હોવાનું જણાવ્યું છે.

નેશનલ પીપલ્સ પાર્ટીના ચાર ધારાસભ્યો હતા. તેમણે ભાજપને સમર્થન આપ્યું હતું. તેમના ત્રણ ધારાસભ્યો સરકારમાં મંત્રી હતા, તે પક્ષે પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે. એકલા તૃણમુલ ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્યે પણ ભાજપના નેતૃત્વમાં રહેલી સરકારથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે.

કોંગ્રેસની વધારે બેઠકો પણ ભાજપે બનાવી હતી સરકાર

૨૦૧૭ માં મણીપુરમાં વિધાનસભા ચૂંટણી થઇ હતી, કોઇપણ પક્ષને પૂર્ણ બહુમતી નહોતી મળી શકી, કોંગ્રેસ ૨૮ ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. તો ભાજપના ૨૧ ધારાસભ્યો જીત્યા હતા. નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ને ચાર- ચાર બેઠકો મળી હતી. તો લોક જનશક્તિ પાર્ટી, તૃણમુલ અને અપક્ષને એક- એક બેઠક મળી હતી.

કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા હતા પક્ષ પલટા

રાજ્યપાલ નઝમા હેપતુલ્લાએ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ભાજપ દરેક બિન કોંગ્રેસી ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવવામાં સફળ રહી હતી. આ ઉપરાંત એક કોંગ્રેસના ધારાસભ્ય શ્યામકુમાર સિંહ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

રાજ્યની આંદ્રો સાથી શ્યામકુમાર કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડ્યા હતા, જીત્યા પણ. પરંતુ શ્યામકુમારનો પક્ષ હારી ગયો. રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બનતી દેખાતી હતી અને શ્યામકુમારે ઉતાવળમાં કોંગ્રેસ છોડી, ભાજપમાં જોડાયા, તો ઇનામમાં મંત્રી પદ અપાયું. વન મંત્રી બન્યા. પણ આ વર્ષે માર્ચમાં જ સુપ્રીમ કોર્ટે તેમને મંત્રી પદથી બરતરફ કરી દીધા હતા.

તો અન્ય આઠ ધારાસભ્યો પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા છે. પરંતુ નાયબ મુખ્યમંત્રી તથા અમુક પ્રોજેક્ટોને લઈને આંતરિક અસંતોષને કારણે ભાજપમાં અંદરખાને વિરોધ ઉભો થયો હતો અને રાજીનામાં શરુ થઇ ગયા તેવી ચર્ચા જોવા મળી રહી છે.

હવે આ પરિસ્થિતિમાં મણીપુરમાં ગુરુવારે જ કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવા માટેનો દાવો કરવા રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે, ઉલ્લેખનીય છે કે મણીપુર કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું છે કે ભાજપની પડતી ઇમ્ફાલ- મણીપુરથી શરુ થઇ છે. ટૂંક જ સમયમાં રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *