આઇપીએલમાં છવાયેલી રહી છે આ ૮ ફીમેલ એન્કર્સની સુંદરતા.. તો આ ગર્લ નહી કરે આ વખતે એન્કરિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ, એટલે કે આઈપીએલ, જેને ક્રિકેટના મહાકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડાક દિવસો પહેલા જ આઇપીએલ શરૂ થઈ ગઈ છે.

Ad

આઈપીએલમાં ક્રિકેટરો અને અમ્પાયરોની મહત્વની ભૂમિકા હોય છે, પરંતુ જ્યારે રમત બંધ થાય છે, ત્યારે એન્કર પણ આ સમયગાળામાં મોટો ફાળો આપે છે.

અહીં અમે તમને આઈપીએલની ખૂબ જ સુંદર ફિમેલ એન્કર વિશે જણાવી રહ્યા છીએ, જેમની સુંદરતાએ દરેકનું મન મોહી લીધું હતું.

મંદિરા બેદી

મંદિરા બેદી એક જાણીતી અભિનેત્રી છે. તે એક પરિચિત ચહેરો છે, મોટાભાગના લોકોએ તેને ટીવી પર જોઈ હશે. તે 48 વર્ષની થઈ ચૂકી છે, પરંતુ તેણે પોતાની તંદુરસ્તી તરફ જે રીતે ધ્યાન આપ્યું છે તે જોતાં, કોઈ પણ વ્યક્તિ માટે તેની ઉંમરનો અંદાજ કાઢવાનું ભાગ્યે જ શક્ય છે.

મંદિરા બેદી લાંબા સમયથી આઈપીએલ સાથે સંકળાયેલી છે. આઇપીએલ જ નહીં, મંદિરા બેદી અનેક ફિલ્મ્સની સાથે વેબ સિરીઝમાં પણ ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવતી જોવા મળી છે.

કરિશ્મા કોટક

મૂળ ગુજરાતી ગર્લ અને બોલીવુડ એક્ટ્રેસીસને પણ ટક્કર મારે તેવી કરિશ્મા કોટકે પણ આઈપીએલમાં પોતાની સુંદરતાથી બધાના મન મોહી લીધા હતા.

હાલ 38 વર્ષની કરિશ્મા આઈપીએલની સૌથી સુંદર એન્કરમાંથી એક ગણાય છે. કરિશ્મા કોટક ફ્રીકી અલીમાં જોવા મળી હતી. આ સિવાય તે બિગ બોસ 6 માં પણ જોવા મળી ચુકી છે. કરિશ્મા કોટક ઘણા સમયથી આઈપીએલમાં જાણીતું નામ છે.

લેખા વૉશિંગ્ટન

લેખા વૉશિંગ્ટન દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ઘણી તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. તેની સુંદરતાએ આઈપીએલની પ્રથમ સીઝનમાં બધાને મોહિત કર્યા હતા.

પલ્લવી શારદા

પલ્લવી શારદાની સુંદરતા પણ કઈક અલગ જ છે. પલ્લવી 2016 ની આઈપીએલમાં હોસ્ટ તરીકે દેખાઇ હતી. તે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની સાથે ફિલ્મ માય નેમ ઇઝ ખાન ફિલ્મમાં કેમિયો રોલમાં પણ જોવા મળી હતી.

માત્ર આઈપીએલ જ નહીં, પણ પલ્લવી શારદા ઓસ્ટ્રેલિયાની ટી 20 લીગ, બિગ બેશ લીગ(બીબીએલ) માં પણ હોસ્ટિંગ કરતી જોવા મળે છે.

અર્ચના વિજયા

અર્ચના વિજયા આઈપીએલની સીઝન 5 માં પ્રેઝન્ટર તરીકે જોવા મળી હતી. અર્ચના તેની સુંદરતાને કારણે ઘણી ચર્ચામાં રહેતી હતી.

આઈપીએલ જ નહીં, અર્ચના વિજ્યા પણ ઘણી આંતરરાષ્ટ્રીય મેચોમાં એન્કરિંગ કરતી જોવા મળી છે. અર્ચનાની સુંદરતાને કારણે, આઈપીએલ જોનારા આશા રાખે છે કે અર્ચના વિજયાને ફરીથી આઈપીએલમાં જોવાની તક મળશે.

શિવાની દાંડેકર

શિવાની દાંડેકરે પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી રાખ્યા છે. શિવાની દાંડેકરને જોઈને કોઈપણનું માનવું મુશ્કેલ છે કે તેણી 40 વર્ષની છે.

શિવાની પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને નિર્દેશક ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ પણ છે. શિવાની દાંડેકર લાંબા સમયથી આઈપીએલ સાથે સંકળાયેલી છે.

રોશેલ મારિયા રાવ

રોશેલ મારિયા રાવે પણ તેની સુંદરતાથી બધાને દિવાના બનાવ્યા છે. તે આઈપીએલ સીઝન 6 માં પ્રેઝન્ટર તરીકે જોવા મળી હતી. મારિયા રાવ 32 વર્ષની છે અને મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલ 2012 નો ખિતાબ પણ જીતી ચૂકી છે.

આઈપીએલમાં રોશેલ મારિયા રાવે પ્રેઝન્ટર તરીકેની ભૂમિકા ભજવી ત્યારે સૌ કોઈ તેની સુંદરતાથી સ્તબ્ધ થઈ ગયા હતા. આઈપીએલ જ નહીં, મારિયા કપિલ શર્મા શો અને ઝલક દિખલા જા જેવા શોમાં પણ જોવા મળી હતી.

આ સિવાય તેણે ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો છે. તેણે ટીવી એક્ટર કીથ સીકેરા સાથે લગ્ન કર્યાં હતાં.

મયંતી લેંગર

મયંતી લેંગર આઈપીએલનું એક જાણીતું નામ છે. છેલ્લા ઘણા સમયથી તે આઈપીએલમાં એન્કરિંગ કરતી જોવા મળી રહી છે. તે પ્રખ્યાત ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની પણ છે. મયંતી લેંગર તાજેતરમાં જ માતા બની છે. આ જ કારણ છે કે આ આઈપીએલમાં તે જોવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *