બબીતા જી ને ગંદી તસવીરો મોકલે છે ટ્રોલ્સ, પછી એમની કંઈક આવી વલે કરે છે મુનમુન દત્તા..

તારક મહેતા કા ઉલટા ચશ્મા ટેલીવિઝનની લોકપ્રિય સીરીયલ છે. આ શોના ૩૦૦૦ થી વધારે એપિસોડ ટેલીકાસ્ટ થઇ ચુક્યા છે. શો માં આમ તો ઘણા કલાકાર નવા આવ્યા અને ઘણા અધવચ્ચે જ છોડીને જતા રહ્યા, પરંતુ કેટલાક એક્ટર્સ એવા પણ છે કે જે શોની સાથે પહેલા દિવસથી જ જોડાયેલા છે.

Ad

આવું જ એક નામ છે મુનમુન દત્તાનું. મુનમુન તારક મહેતા કા ઉલટા ચશ્મામાં બબીતાજીનું પાત્ર ભજવે છે.

મુનમુન દત્તાએ તેમની એક્ટિંગ કરિયર ૨૦૦૪ માં હમ સબ બારાતી નામની સીરીયલથી શરુ કરી હતી. ત્યારબાદ તેઓ કેટલીક ફિલ્મમાં જોવા મળ્યા હતા.

૨૦૦૬ માં મુનમુન કમલ હાસન જેવા એક્ટરની સાથે મુંબઈ એક્સપ્રેસમાં જોવા મળી તો ત્યાં હોલીડે ફિલ્મમાં તેમણે ડીનો મારિયોની સાથે પણ કામ કર્યું. ૨૦૦૮ થી મુનમુન દત્તા તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં કામ કરી રહી છે.

મુનમુન દત્તાના સોશિયલ મીડિયામાં લાખો ફોલોઅર્સ અને ફેંસ છે. મુનમુન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટીવ છે. તે ઘણા મુદ્દે જાહેરમાં પોતાનો મત વ્યક્ત કરતી હોય છે.

મુનમુન ઘણીવાર ટ્રોલ થઇ ચુકી છે. જો કે તે ટ્રોલ્સને કોઈ મહત્વ નથી આપતી અને તેમને સીધા બ્લોક કરી દે છે.

મુનમુન દત્તાએ મીડિયા ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે, કેવી રીતે કેટલાક ટ્રોલ્સ નિમ્ન કક્ષાની હદ સુધી ઉતરી જાય છે. તેમનું કહેવું હતું કે કેટલાક બેશરમ ટ્રોલ્સ તેમને અશ્લીલ મેસેજ અને ફોટોશોપ્ડ ફોટોઝ મોકલે છે.

મુનમુન દત્તાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અશ્લીલ અને વાહિયાત હરકતો કરનારાઓ વિરુદ્ધ તે પોલીસમાં પણ જઈ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *