વર્ષ ૨૦૨૧ માટે બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી, દુનિયામાં બની શકે છે આ મોટી ઘટનાઓ..

બુલ્ગારિયાના પ્રખ્યાત ભવિષ્યવક્તા બાબા વેંગાએ વર્ષ ૨૦૨૧ ને લઈને કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. જણાવી દઈએ કે બાબા વેંગા અત્યારસુધી ઘણી ભવિષ્યવાણીઓ કરી ચુક્યા છે, જે બિલકુલ સાચી સાબિત થઇ છે. તેવામાં આવનારા વર્ષ ૨૦૨૧ ને લઈને પણ તેમણે કેટલીક ચિંતાજનક વાત કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ ૧૯૧૧ માં જન્મ લેનારા વેન્ગાની આંખોની રોશની માત્ર ૧૨ વર્ષની ઉંમરે જ જતી રહી હતી.

ત્યારબાદ ૧૯૬૭ માં તેમનું મોત થઇ ગયું, પરંતુ તેમના મોત પહેલા તેમણે સોવિયત યુનિયનના વિઘટન, ૯/૧૧ હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મોત (૧૯૯૭), ચેનોર્બિલની આપત્તિ અને જાપાન સુનામી જેવી ઘણી ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઇ હતી. કહેવાય છે કે બાબા વેંગાની લગભગ ૮૫ ટકા ભવિષ્યવાણીઓ અત્યારસુધી સાચી સાબિત થઇ છે. તેમની ભવિષ્ય વાણીમાં ૫૦૭૯ નો પણ ઉલ્લેખ છે. સાથે જ તેમનું માનવું છે કે ૫૦૭૯ માં આ દુનિયાનો અંત થઇ જશે. તો આવો જાણીએ કે ૨૦૨૧ અંગે બાબા વેન્ગાએ શું કહ્યું છે.

Ad

આકાશથી આવશે આફત, વધી જશે મુસીબત: વેન્ગાની ભવિષ્ય વાણી અનુસાર ૨૦૨૧ માં રશિયામાં અને આજુબાજુના વિસ્તારોમાં ઉલ્કાપિંડ પડશે. આ ભયંકર પ્રાકૃતિક આપત્તિનું ભારે નુકસાન દુનિયાને થઇ શકે છે. યુરોપમાં રસાયણિક હુમલાની ચેતવણી પણ આપવામાં આવી છે, જેનાથી યુરપોના અસ્તિત્વ પર પણ સંકટ આવી શકે છે.

રશિયન રાષ્ટ્રપતિ પુતિનની થઇ શકે છે હત્યા: બાબા વેંગાની ભવિષ્યવાણીઓનું માનીએ તો વર્ષ ૨૦૨૧ માં યુરોપમાં આર્થિક હાલત ઘણી બગડી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લદીમીર પુતીનની હત્યાનનું કાવતરું પણ થઇ શકે છે, તેમણે દેશની સરહદની અંદર જ તેમના જીવને જોખમ થઇ શકે છે.

ટ્રમ્પની બીમારી: બાબા વેંગાની અનુસાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ ભયંકર બીમારીના શિકાર થઇ શકે છે. ભવિષ્યવાણીઓનું માનીએ તો આ બીમારી ટ્રમ્પને બહેરી પણ કરી શકે છે અને સાથે જ તેઓ બ્રેન ટ્રોમાની ઝપટમાં પણ સપડાઈ શકે છે. મતલબ સ્પષ્ટ છે કે વર્ષ ૨૦૨૧ અમેરિકાની નજરે પણ સારું નહીં રહે.

પ્રલયકારી આપત્તિઓ મચાવશે હાહાકાર: ૨૦૨૧ માં સમગ્ર દુનિયા પ્રલયકારી આપત્તિઓને ઝીલશે, આ વર્ષ તકલીફોથી ભરેલું રહેશે, સમગ્ર દુનિયાના લોકો બે ભાગમાં વહેંચાઇ શકે છે. આ વર્ષ માનવતા પર આકરા હુમલા કરનારી વિનાશકારી આપત્તિ આવશે. મતલબ સ્પષ્ટ છે કે જો બાબાની ભવિષ્યવાણી સાચી પડી તો ૨૦૨૧ નું વર્ષ લોકો માટે વિનાશકારી સાબિત થઇ શકે છે.

બ્રહ્માંડમાં જીવનની શોધ: આ વર્ષે બ્રહ્માંડમાં જીવનની શોધ કરી રહેલા લોકોને મોટી સફળતા મળશે. તેમને ખબર પડી જશે કે પૃથ્વી પર જીવન કેવી રીતે શરુ થયું. મતલબ સ્પષ્ટ છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ ભવિષ્યવાણીને કારગત માનવામાં આવે છે.

દુનિયામાં થશે અનોખા પ્રયોગ: આ વર્ષે દુનિયામાં કેટલાક વિશિષ્ટ પ્રયોગો થઇ શકે છે. તેમાં સૂર્યના પ્રકાશથી ટ્રેન ઉડાવાની વાત મુખ્ય છે. પેટ્રોલનું પ્રોડક્શન બંધ થશે અને સોલર એનર્જીને લઈને લોકો જાગૃત થશે. જો કે સોલર એનર્જીની ચર્ચા લોકો વચ્ચે ધીમે ધીમે વધી રહી છે પરંતુ આ વાત સંપૂર્ણ શક્ય નથી લાગતી અને તેને લઈને સાવધાન પણ રહેવું પડશે.

ચીન કરશે દુનિયામાં રાજ: એક વિશાળકાય ડ્રેગનનું રાજ દુનિયામાં આવી શકે છે. દુનિયાના ત્રણ દિગ્ગજ એકજુટ થશે. રેડ કરન્સીનું ચલણ વધશે. વિશ્લેષકોનું માનીએ તો વિશાળકાય ડ્રેગન ચીન છે  અને ત્રણેય દિગ્ગજોનો મતલબ રશિયા, ભારત અને ચીનથી છે. તો ૧૦૦ યુઆન અને ૫ હજાર રુબલની નોટ લાલ રંગની હોય છે.

કેન્સરનો ઈલાજ લાવશે જીવનમાં ખુશહાલી: ૨૦૨૧ માં કેન્સરથી માનવ જાતિને છૂટકો મળી શકે છે. બાબા વેંગાની અનુસાર ૨૦૨૧ માં તે દિવસ આવશે, જ્યારે કેન્સર જેવી બીમારીનો તોડ મળશે. જો બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ તો કેન્સરથી છૂટકો મળશે અને લોકોનો જીવ પણ નહીં જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *