આવતીકાલે પૃથ્વી નજીકથી પસાર થશે એસ્ટોરોઈડ.. જાણો તેના વિશે..

આમ તો આ આફત ધરતીથી લાખો કિલોમીટર દુરથી જ નિકળી રહી છે પરંતુ અંતરીક્ષમાં આ અંતર વધારે દુર નથી માનવામાં આવતું. એ પણ ત્યારે કે જયારે સામેથી આવનારી આફતની સ્પીડ કોઈ રોકેટથી ત્રણ ગણી વધારે હોય. આ ગતિથી જો તે ધરતી કે કોઇપણ ગ્રહથી અથડાયું તો મોટી બરબાદી લાવી શકે છે.

કોરોના સામે લડી રહેલી દુનિયા સામે નવી મુસીબત અંતરીક્ષથી આવનાર આ પદાર્થ બની શકે છે જેણે લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો પરેશાન છે. જો દિશામાં થોડું પણ પરિવર્તન થાય તો ભયાનક સાબિત થઇ શકે છે.

અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસાએ લગભગ દોઢ મહિના અગાઉ ખુલાસો આપ્યો હતો કે ધરતીની તરફ એક મોટો એસ્ટેરોઈડ ઝડપથી આવી રહ્યું છે, જણાવાય છે કે આ એસ્ટોરોઈડ ધરતીના સૌથી ઊંચા પહાડ માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ઘણો મોટો છે. આટલી ઝડપથી જો ધરતીના કોઈ ભાગમાં તે અથડાશે તો મોટી હોનારત લાવી શકે છે. અથવા ઘણા દેશ બરબાદ કરી શકે છે.

જો કે, નાસાનું કહેવું છે કે આ એસ્ટરોઈડથી ડરવાની જરૂર નથી કારણકે તે ધરતીથી લગભગ ૬૩ લાખ કિમી દુરથી પસાર થશે. અંતરીક્ષ વિજ્ઞાનમાં આ અંતરને વધારે નથી માનવામાં આવતું પરંતુ ઓછું પણ નથી. આ એસ્ટેરોઈડને ૫૨૭૬૮ નામ આપવામાં આવ્યું છે. આ એસ્ટેરોઈડને નાસાએ સૌથી પહેલા ૧૯૯૮ માં જોયું હતું. તેનો વ્યાસ લગભગ ૪ કિલોમીટરનો છે. તેની ગતી પણ ૩૧,૩૧૯ કિમી પ્રતિ કલાકની છે. એટલે કે લગભગ ૮.૭૨ કિમી પ્રતિ સેકન્ડ. આ એક સામાન્ય રોકેટની ગતિથી લગભગ ત્રણ ગણી વધારે છે.

જે સમયે આ એસ્ટોરોઈડ ધરતીની નજીકથી પસાર થશે, એ સમયે ભારતમાં બપોરના ૩.26 મિનીટ વાગ્યા હશે, સૂર્યના અજવાળાના કારણે તમે તેને ખુલ્લી આંખોની નહી જોઈ શકો.

આ અંગે અંતરીક્ષ વિજ્ઞાની ડોક્ટર સ્ટીવન પ્રાવડોએ જણાવ્યું કે ઉલ્કા પીંડ ૫૨૭૬૮ સૂરજનું એક રાઉન્ડ લગાવવામાં ૧૩૪૦ દિવસ કે ૩.૭ વર્ષ લે છે. ત્યારબાદ તે ધરતી તરફ આવનારું ચક્કર ૧૮ મે ૨૦૩૧ ની આસપાસ લઇ શકે છે. ત્યારે તે ૧.૯૦ કરોડ કિમીના અંતરથી નિકલી શકે છે.

ખગોળ વૈજ્ઞાનીકોના મતે આવા એસ્ટેરોઈડની દર ૧૦૦ વર્ષે ધરતીથી અથડાવાની ૫૦ હજાર શક્યતાઓ હોય છે પરંતુ કોઈ ને કોઈ પ્રકારે તે પૃથ્વીથી દુરથી જ જતા રહે છે.

ખગોળ વૈજ્ઞાનિકોના આંતરરાષ્ટ્રીય ગ્રુપના ડૉ. બ્રુસ બેટ્સએ આવા એસ્ટેરોઈડને લઈને કહ્યું કે નાના એસ્ટેરોઈડ કેટલાક મીટરના હોય છે. તે મોટાભાગે વાયુમંડળમાં આવતા જ સળગી જાય છે અને તેનાથી કોઈ મોટું નુકસાન નથી થતું.

જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૩ માં લગભગ ૨૦ મીટર લાંબુ એક ઉલ્કાપીંડ વાયુમંડળમાં અથડાયું હતું. એક ૪૦ મીટર લાંબુ ઉલ્કા પીંડ ૧૯૦૮ માં સાઈબીરીયામાં વાયુમંડળમાં અથડાઈને સળગી ગયું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *